Skip to main content

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

વલસાડ અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન વર્ષ ૨૦૨૩માં ૨૯૫૫ પીડિત મહિલાઓને વ્હારે આવી.

      

વલસાડ અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન વર્ષ ૨૦૨૩માં ૨૯૫૫ પીડિત મહિલાઓને વ્હારે આવી.

 ૬૩૯  કેસમાં અભયમ રેસક્યુ વાન સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાઓનો બચાવ કર્યો.

 ૨૪ કલાક સેવા આપતી અભયમ સેવા પીડિત મહિલાઓ માટે સાચી સહેલી બની.  

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ઇ. એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંકલિત રીતે તા. ૮ માર્ચ ૨૦૧૫ના રોજ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્ય વ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન કાર્યરત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩માં સમગ્ર વર્ષ દરમિયાન ૨૯૫૫ કેસમાં અભયમ ટીમે મહિલાઓનો બચાવ કરી સહાયતા પુરૂ પાડી છે. 

મહિલાઓને ઘરેલું હિંસા સહિત વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીના સમયે તાત્કાલિક ધોરણે બચાવ સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. પીડિત મહિલાઓ માટે અભયમ એક સાચી સહેલી તરીકે દિન પ્રતિદિન વિશ્વાસ સંપાદિત કરી રહી છે. ૨૪*૭ કલાક વિનામૂલ્યે અપાતી સેવાઓ  મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થિનીઓ અને સિનિયર સિટીઝન માટે આશીર્વાદરૂપ બની છે. લગ્ન જીવન અને લગ્નેતર સંબંધમાં અસરકારક કાઉન્સેલિંગ દ્વારા વિખવાદ દૂર કરી પરિવારમાં સુલેહ શાંતિ વધારવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ સાથે કાર્ય સ્થળે થતી શારીરિક, માનસિક કે જાતીય સતામણીને લગતી બાબતો, જાતીય તેમજ બાળ જન્મ અને આરોગ્યને લગતી બાબતોમાં સુખદ સેવાઓ આપવામાં આવી રહી છે. 

આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી હેરાનગતિ, પેરેંટિંગ ઇસ્યુ, માનસિક હતાશા, મિલકત અને વેતનને લગતા કિસ્સાઓમાં યોગ્ય સમાધાન કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બાળકોના પ્રશ્નો, પાડોશી સાથેના ઝઘડાઓ અને તરુણાવસ્થાના પ્રશ્નોમાં અભયમ હંમેશા પીડિતાની પડખે ઊભી રહી છે. આ ઉપરાંત ઘરેથી કાઢી મુકેલી મહિલા, ગૃહ ત્યાગ કે ભુલી પડેલી મહિલાઓ સહિત બાળકોને પરિવાર સુધી પહોંચાડ્યા છે અથવા સુરક્ષિત આશ્રય અપાવવામાં મદદરૂપ થઈ છે. એટલે જ તો મહિલાઓ અભયમ ટીમમાં વિશ્વાસ રાખી પોતાની અંગત સમસ્યાઓના હલ અને યોગ્ય માર્ગદર્શન માટે વિના સંકોચે ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની મદદ મેળવતી થઈ છે. જિંદગીના વિખવાદો દૂર કરી મહિલાઓમાં એક નવી આશા  જગાડી છે. વર્ષ દરમિયાન પીડિત મહિલા મહિલાઓએ મદદ માટે ૨૯૫૫ જેટલા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કૉલ કર્યા હતા જેમાંથી ૬૩૯  કેસમાં અભયમ રેસક્યુ વાન સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાઓનો બચાવ અને સહાયતા પહોંચાડી હતી. બાકીના  કેસમાં કાઉન્સેલિંગ કરી જરૂરિયાત મુજબ સરકારી કે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી મદદરૂપ બની છે.

માહિતી સ્રોત : INFO VALSAD GOG

Comments

Popular posts from this blog

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

  Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આય...

Khergam (Raghva faliya, vav) :ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજાયું.

                Khergam (Raghva faliya, vav) :ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજાયું. તારીખ : ૧૦-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ સંમેલન યોજાયું હતું. જેમાં આ શાળામાં નિવૃત્ત થયેલ શિક્ષકોમાં મોહનભાઈ પટેલ અને વનુબેન પટેલ તેમજ ગામના માજી સરપંચશ્રી બચુભાઈ પટેલ, એસ.એમ.સી.અધ્યક્ષશ્રી પંકજભાઈ પટેલ, ગામના નિવૃત્ત શિક્ષકશ્રી તથા એસ એમ.સી.નાં શિક્ષણવિદ્દ વિષ્ણુભાઈ પટેલ, એસ.એમ.સી.પ્રો. સભ્ય કૈલાશબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. આ શાળામાં અભ્યાસ કરી અત્યારે જે તે વ્યવસાયમાં સેટ થયેલ ભુતપૂર્વ વિદ્યાર્થીઓમાં જીજ્ઞેશભાઈ પ્રધાન, યોગેન્દ્રભાઈ પટેલ, ડૉ. મહેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, કૈલાશબેન પટેલ, કલ્પનાબેન પટેલ, પંકજભાઈ પટેલ, અને મનીષભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. મળેલ માહિતી મુજબ આ શુભ વિચાર જીજ્ઞેશભાઈ પ્રધાન અને પંકજભાઈ પટેલને આવતા તેમણે તેમના સાથે અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા ઉપરોક્ત તમામે સહમતી દર્શાવી હતી જેના ફળસ્વરૂપ...

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

   Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણ...