Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
Khergam (Vadpada School): વડપાડા પ્રાથમિક શાળા શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
તારીખ : ૧૧-૦૨-૨૦૨૪નાં દિને વડપાડા પ્રાથમિક શાળા શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમાં કુલ ૩૦ બાળકો અને શિક્ષકો જોડાયા હતા. શાળાનાં તમામ બાળકો ગરીબ પરિવારમાંથી આવતા હોવાથી તેઓ લાંબા અંતરનો પ્રવાસ કરી શકવાને અસમર્થ હોય શાળા પરિવારનો આર્થિક સહયોગ અને બાળકો પાસેથી નજીવી ફી ઉઘરાવી નજીકના સ્થળોનો શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું હતું. જેમાં વૈષ્ણોદેવી મંદિર ધમડાચી, જલારામ મંદિર ગણેશ મંદિર સાઈ મંદિર ફલધરા, વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર સ્થળોનો સમાવેશ થાય છે. શાળા પરિવાર તરફથી બાળકોને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી હતી. શાળાનાં આચાર્યશ્રી વિજયભાઈ પટેલનો ગરીબ બાળકોનાં શિક્ષણ પાછળ તન મન ધનથી હંમેશાં યોગદાન આપવાનો પ્રયાસ રહ્યો છે. જે સ્થાનિક આગેવાનો અને વાલીઓના સંપર્કથી માહિતી સાંપડી હતી.
Comments
Post a Comment