Khergam (Vadpada School): ખેરગામ તાલુકાના વડપાડા પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો.
નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી વડપાડા પ્રાથમિક શાળામાં આજે ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન ગ્રામ પંચાયતના સભ્યશ્રી શોભનાબેન પટેલને હસ્તે કરવામાં આવ્યું હતુ.
જેમાં વિદ્યાર્થીઓએ ઘરેથી અનેક વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી લાવ્યા હતા. જેમાં કુલ ૧૪ જેટલી વાનગીઓનો સમાવેશ થાય છે. અને શાળામાં પોતપોતાના સ્ટોલ લગાવ્યા હતા. બાળકોએ જાતે જ તેનું વેચાણ કર્યું હતું. બાળકોએ પોતે બનાવેલ વાનગીના ખર્ચનો તથા વાનગીના વેચાણ બાદ મળેલી રકમનો હિસાબ કરે, અને એના આધારે નફા-ખોટની ગણતરી કરે એ મુખ્ય હેતુ આ પ્રવૃત્તિ દ્વારા શાળામાં સિદ્ધ કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાગ લઈ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ શાળાનાં આચાર્યશ્રી વિજયભાઈ પટેલ અને રંજનબેન પટેલે બાળકોના સ્ટોલ પરથી અવનવી વાનગીઓની ખરીદી કરી સ્વાદની મજા માણી હતી. આ કાર્યક્રમમાં એસ.એમ.સી.નાં સભ્યો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
શાળાના મુખ્ય શિક્ષકશ્રી વિજયભાઈ પટેલે ભાગ લીધેલા બાળકોને, ઉપસ્થિત વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા.
Comments
Post a Comment