ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Khergam: ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિકમાં વિદ્યાર્થીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.
તારીખ : ૧૦-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિકમાં વિદ્યાર્થીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ પહાડ ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓની બે ટીમ પાડવામાં આવી હતી.જેમાં એક ટીમનું નામ જયશ્રી મહાકાલ અને બીજી ટીમનું નામ જય શ્રી રામ રાખવામાં આવ્યું હતું આ બંને ટીમના મુકાબલામાં જયશ્રી મહાકાલ ટીમ વિજેતા થઈ હતી. વિજેતા ટીમ આચાર્યશ્રી બબીતાબેનનાં હસ્તે જ્યારે રનર્સ ટીમને ધર્મેશભાઈ પટેલના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આમ પણ બાળકોને ક્રિકેટમાં પહેલેથી રસ ધરાવતા હોય છે. ત્યારે શાળામાં ટુર્નામેન્ટ યોજવાથી તેમનો આનંદ બેવડાયો હતો.
રનર્સ ટીમ, જયશ્રી રામ
વિજેતા ટીમ, જયશ્રી મહાકાલ



Comments
Post a Comment