Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Khergam: ખેરગામની સરકારી કોલેજમાં તેજસ્વી તારલાઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સમ્માન.

                              

Khergam: ખેરગામની સરકારી કોલેજમાં તેજસ્વી તારલાઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સમ્માન.

ખેરગામ સરસીયા ખાતે આવેલી સરકારી વિનયન વાણિજય અને વિજ્ઞાન કૉલેજમાં સોમવારના રોજ ડૉ.એસ.એમ. પટેલના અધ્યક્ષતામાં સપ્તધારા, રાષ્ટ્રીય સેવા યોજના, ઉદિશા, રમત-ગમત તેમજ આર્ટસ, કોમર્સ અને સાયન્સ વિભાગ દ્વારા થયેલી શૈક્ષણિક અને વિવિધ ઈત્તર પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ પ્રથમ, દ્રિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર તેમજ જુદી જુદી પ્રવૃતિઓમાં સહભાગી બનવા બદલ તેમને સન્માનિત કરવા માટે ટ્રોફી અને પ્રમાણપત્ર વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો. સરકાર દ્વારા નક્કી છે કે, વિદ્યાર્થીને પ્રોત્સાન મળે અને ઉતરોત્તર પ્રગતિ કરી જીવનમાં આગળ વધે તેમજ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે હેતુથી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ને ૫૦૦ અને દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરનારને ૩૫૧ અને તૃતીય થયેલ અને ક્રમ પ્રાપ્ત કરનારને ૨૫૧ લેખે રોક્ડ પુરસ્કાર અને ૭૫ ટ્રોફી અને ૧૪૯ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. 

જે નિમિત્તે વાલી પ્રતિનિધિ મંડળના પ્રમુખ અને ખેરગામના સામાજિક કાર્યકર્તા અમ્રતભાઈ પટેલ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ અને ખેરગામ બ્રહ્મ સમાજના પ્રમુખ આશુતોષભાઈ શુક્લ, રમેશભાઈ પટેલ, ખેરગામના ડેપ્યુટી સરપંચ અને યુવા પત્રકાર સંઘના પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

જેમને આચાર્ય ડૉ.એસ.એમ.પટેલ સાહેબે શાબ્દિક પરિચય અને પુષ્પગુચ્છ આપી કોલેજ પરિવાર વતી આવકાર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. જીગરભાઈ વી.પરમાર અને પ્રા.ડૉ.સુનિલભાઈ એમ.જાદવે પ્રા.ડૉ.ધર્મરાજભાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં કૉલેજના સમગ્ર અધ્યાપકોએ સહકાર આપી કાર્યક્રમની શોભા વધારી હતી.



Comments