Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Khergam(vad mukhya shala): વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદમેળાની ભવ્ય ઉજવણી કરાઇ.

  


Khergam(vad mukhya shala): વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદમેળાની ભવ્ય ઉજવણી કરાઇ.

તારીખ : ૦૭-૦૨-૨૦૨૪નાં બુધવારના દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. આ આનંદ મેળાને એસ.એમ.સી.નાં અધ્યક્ષશ્રી વિજયભાઈ પટેલનાં હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.

 જેમાં સેન્ડવીચ, રસગુલ્લા, પાણીપુરી, મમરાભેલ,મેગીભેલ, બટાટાવડા, પૌંઆ, રસના, જીરા છાશ, વડાપાઉં, સમોસા, રસના અને વેફર ભેલ, છાશ વડાં અને પૌંઆ, ઉબાડિયું અને ચણાની ભેલ, મમરા ભેલ, છાશ અને મામાસેવ, મેગી ભેલ, મસાલા છાશ, ભેલ, પાઉંભાજી, ભેલ અને પૌંઆ, બટાકા ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાય, રસગુલ્લા, ચણાની ભેલ, ચણાની ચટપટી ભેલ, ગાજરનો હલવો, ભજિયાં, પાપડ ભેલ, ચાઇનીઝ ભેલ, ખમણ, નારિયેળ પાણી, પાઈનેપલ જ્યૂસ, દાળ ભેલ, કલમબોર જેવા વાનગીઓ/ફળફળાદીઓનાં ૨૭  સ્ટોલ જોવા મળ્યા હતાં જેમાં ભેલની, સમોસાનાં વાનગીઓના સ્ટોલ વધુ જોવા મળ્યા હતા.

           આનંદ મેળો કરવાનો હેતુ વિદ્યાર્થીઓ ચીવટતા, ચોકસાઈ સ્વચ્છતા,વાનગીની રીત, સ્વાદ, વપરાતી વસ્તુઓ, ખર્ચ,નફો,નુકસાન, હિસાબ, નાણાંકીય લેવડદેવડનાં વ્યવહારથી કેળવાય છે. તેમજ  પ્રાથમિક ગાણિતિક કૌશલ્ય જેવાકે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનો વ્યવહારમાં ઉપયોગ કરતા શીખે છે. લેવડદેવડ દ્વારા નફો-ખોટની સમજ મેળવે છે. એકબીજા સાથે ભેગા મળીને  સંચાલન કરતા હોવાથી સંપ સહકાર અને બંધુત્વનાં ગુણો વિકસિત કરવાનો એક વિશિષ્ટ કાર્યક્રમ કહી શકાય છે. બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક કરેલ તૈયારીમાં વિદ્યાર્થીઓના વાલીઓએ સારો સહકાર આપ્યો હતો .શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા.

 
આ કાર્યક્રમમાં વાડ ગામના અગ્રણી તથા સામાજિક કાર્યકર ચેતનભાઈ પટેલ ખેરગામના સામાજિક યુવા કાર્યકર અને યુટ્યુબર સૂરજ કે.પટેલ સહિત ગામના વાલીઓ, શાળાનાં ધોરણ ૧ થી ૮નાં ૨૪૪ બાળકો અને આચાર્યશ્રી કીરીટભાઇ પટેલ, સહિત  શિક્ષકોએ અવનવી વાનગીઓનો આનંદ માણ્યો હતો. 

તેમજ ચેતનભાઈએ શાળાના બાળકોને પ્રોત્સાહક ઈનામ આપી બાળકોની પ્રતિભાને બિરદાવી હતી. શાળા પરિવાર ચેતનભાઈ પટેલ તથા સૂરજભાઈ પટેલનો આભાર વ્યક્ત કરે છે.


Comments

Popular posts from this blog

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ  વન્ય પ્રાણી સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી (ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૮: ડાંગ જિલ્લામા વન વિભાગ દ્વારા, તારીખ ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન, વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર, સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનુ આયોજન કરવામા આવ્યુ છે. જે કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાની સુચના તથા બોટાનિકલ ગાર્ડન-વઘઇના અધિક્ષક શ્રી એન.એમ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ, વાંસદા નેશનલ પાર્ક-નવતાડના રેંજ સ્ટાફ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજી જિલ્લા કક્ષાના 'વન્ય પ્રાણી સપ્તાહ’ -૨૦૨૪’ની ઉજવણી કરવામા આવી હતી.  આ મેરેથોનમા દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી તથા વ્યારા જિલ્લાના ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. દોડમાં એક થી ત્રણ નંબર લાવનાર દોડવીરોને પ્રોત્સાહિત ઇનામો તથા પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા.  આ પ્રસંગે જિલ્લા સદસ્યશ્રી, વન વિભાગનો સ્ટાફ, સરપંચશ્રીઓ, સ્થાનિક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ...

Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.

  Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.  નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, ...

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ.

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess "વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess Posted by Ddo Navsari on  Thursday, October 17, 2024