Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
ડાંગ (આહવા) : ડાંગ જિલ્લાના ગાઢવી ગામે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઇ :
(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૮: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.૨૧ જુન 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી સંદર્ભે, ડાંગ જિલ્લાના ગાઢવી ગામે યોગ પ્રોટોકોલ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતુ.
આ શિબિરમાં સ્થાનિક ૫૦૦ થી વઘુ બહેનો અને ભાઇઓ હાજર રહ્યા હતા. તમામ લોકોએ યોગ પ્રોટોકોલનો અભ્યાસ કર્યો હતો.
આ યોગ શિબિરમાં ગાઢવી ગામના સરપંચ શ્રી ગૌતમભાઇ ગાંગૃર્ડે, ડાંગ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર શ્રી કમલેશ પત્રેકર, તેમજ યોગ કોચ સર્વશ્રી છગનભાઇ, રમેશભાઇ, સરિતાબેન, સુમનબેન, નેહાબેન, પ્રિતીબેન વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
-
Comments
Post a Comment