ડાંગ (આહવા): વાયદૂન ખાતે નિર્માણાધિન વિયરની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ :
(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૮: ડાંગ જિલ્લાના આહવા તાલુકાનાં વાયદૂન ખાતે નિર્માણાધિન વિયરની જાત મુલાકાત લઈ, નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ ઇજારદાર તથા સબંધિત અધિકારીઓની જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ડાંગ જિલ્લાની પૂર્વપટ્ટીના આહવા તાલુકાના વાયદૂન સહિત આસપાસના વિસ્તારોની પાણીની સમસ્યાના નિવારણ અર્થે ખુબ જ ઉપયોગી એવા, આ વિયરનું કામ પૂર્ણ થતાં વાયદૂન સહિત આસપાસના ગામોના ૨૬.૩૨ હેક્ટર જમીન વિસ્તારને પાણીનો લાભ મળશે, તેમ જણાવતા શ્રી વિજયભાઈ પટેલે ચોમાસા બાદ આ કામગીરી પૂર ઝડપે હાથ ધરીને પૂર્ણ કરાશે તેમ કહ્યું હતું.
વેર-૨ યોજના દ્વારા ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાયદૂન ગામે પુર્ણા નદી ઉપર આ વિયરનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જેની અંદાજિત રકમ રૂ.૭ કરોડ,૬૨ લાખ ઉપરાંતની છે. ૯૪ મીટરની મેઇન બોડીવોલ લંબાઈ ધરાવતા આ વિયરની પહોળાઈ એપ્રોન સાથે ૨૪.૬૧ મીટર, ,અને ઊંચાઈ એપ્રોનથી ૯.૫૦ મીટર જેટલી નિયત કરવામાં આવી છે. આ વિયરની જળ સંગ્રહ શક્તિ ૩.૨૦૩૮ એમ.સી.એફ.ટી. જેટલી છે.
વાયદૂન ખાતે નિર્માણાધિન વિયરની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ : - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૮:...
Posted by Info Dang GoG on Tuesday, June 18, 2024
Comments
Post a Comment