ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Vansda (Singad Pra School) :વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
Vansda (Singad Pra School) :વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. વાંસદા તાલુકાના સીંગાડ ગામની પ્રાથમિક શાળામાં સાંસદ ડો. કે.સી.પટેલના અધ્યક્ષપદે વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સામાજિક કાર્યકર રમણભાઈ એલ. પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદ્દઘાટન થયું હતું. નવીનભાઈ એસ. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અતિથિઓમાં પ્રમુખ વાંસદા તાલુકા પંચાયત દીપ્તિબેન પી. પટેલ, ઉપપ્રમુખ વાંસદા તાલુકા પંચાયત માધુભાઈ વી. પટેલ, કારોબારી અધ્યક્ષ વાંસદા તાલુકા પંચાયત તરુણભાઇ બી. ગાંવિત, ઉપપ્રમુખ ગ્રામ સેવામંડળ વિજયભાઈ માહલા, વાંસદા તાલુકાના સક્રિય આગેવાન રાકેશભાઈ શર્માનો સમાવેશ થતો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સીંગાડ ગામના સરપંચ ઉમાબેન વી. પટેલ, આગેવાનો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ અશ્વિનભાઇ પી. પટેલ, ગામના સામાજિક આગેવાન વિજયભાઈ આર. પટેલ, શાળાના આચાર્ય અને શાળા પરિવાર, એસ. એમ.સી.ના સભ્યો તથા શાળાના તમામ હિતેચ્છુઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનાં આમંત્રણ અન...












Comments
Post a Comment