ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
તારીખ ૦૯-૦૮-૨૦૨૩નાં દિને ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી. સૌ પ્રથમ બિરસા મુંડા સર્કલ પાસે ખેરગામ તાલુકાનાં અલગ અલગ ગામોમાંથી ૧૦ જેટલા ડી.જે. અને તૂર વાજિંંત્ર સાથે લોકો ભેગા થયા હતાં.નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી પ્રમુખ શ્રી નિરવ પટેલ, ગામનાં પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલ, અને ઉપસ્થિત આદિવાસી નેતાઓ દ્વારા ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી. ત્યાર બાદ મણીપુર રાજ્યમાં આદિવાસી સ્ત્રીઓ સાથે થયેલ જઘન્ય ઘટના બાબતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડીજેના અને તૂરના તાલે નાચગાન કરતા કરતા રેલી કાઢ્વામા આવી હતી. બજારમાં વ્હોરા સમાજ અને શ્રીજી હોટેલનાં માલિક શ્રી પ્રકાશભાઈ મોદી દ્વારા આદિવાસી નેતાઓને પુષ્પ્માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતું. ખેરગામ બજાર થઈને રેલી બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પહોંચી હતી. બાબા સાહેબ આંબેડકરને પુષ્પાજંલી અર્પણ કરી રેલી દશેરા ટેકરી પાસે મહાત્મા ગાંધી...




















Comments
Post a Comment