Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
સેગવી સર્વોદય વિદ્યાલયનો ધોરણ -12નો વિદ્યાર્થી ઉત્સવ સોલંકીએ વલસાડ જિલ્લામાં A ગ્રેડ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું.
વલસાડ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ 2023ના કુલ 4426 પૈકી 4418 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. સમગ્ર વલસાડ જિલ્લામાં A ગ્રેડ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થી ઉત્સવ સોલંકી. ઉત્સવ સોલંકીને કોમ્પ્યુટર સાયન્સમાં સોફટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા. વલસાડ જિલ્લામાં એ ૧ ગ્રેડમાં સ્થાન મેળવનાર વલસાડની સેગવી ગામની સર્વોદય વિદ્યાલયનો ઉત્સવ ડી.સોલંકી મૂળ વાંકલ ગામનો વતની અને હાલમાં વલસાડના તિથલ રોડ પર અનુપમ એપાર્ટમેન્ટમાં રહે છે. પિતા ધર્મેશકુમાર અમૃતસિંહ સોલંકી ધરમપુરના કરંજવેરી ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં આચાર્ય છે, જ્યારે માતા ભાવિનીબેન નવસારી જિલ્લા પંચાયત સંચાલિત ખેરગામ તાલુકાની જુની ભૈરવી પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. ઉત્સવ સોલંકીએ કુલ ૬૫૦માંથી ૫૯૮ માર્ક સાથે ૯૨ ટકા મેળવ્યા છે જ્યારે ઓવરઓલ પર્સન્ટાઈલ રેંક ૯૯.૯૫ ટકા મેળવ્યા છે. ઉત્સવે આઈઆઈટીમાં એડમિશન માટેનું સપનુ સાકાર કરવા જેઈઈ એડવાન્સની તૈયારી પણ શરૂ કરી છે. પિતા ધર્મેશકુમાર સોલંકીએ જણાવ્યું કે,ઉત્સવ ધો.૧માં ભણતો ત્યારથી પરીક્ષા આપીને ઘરે આવે ત્યારે કેટલા ટકા આવશે તે કહી દેતો હતો અને તે મુજબ જ રિઝલ્ટ આવતુ હતું. આ વખતે પણ ધો.૧૨સા...
Comments
Post a Comment