ડાંગ(સાપુતારા) : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો :
ડાંગ(સાપુતારા) : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો :
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે, સાપુતારા ખાતે કાર્યરત, સ્કુલ લીડરશીપ એકેડેમી બિલ્ડિંગમાં ગાયત્રી યજ્ઞ કરી, નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ ઉપયોગી થશે. તેમણે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવા શુભાશિષ પાઠવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, દીકરીઓમાં શિક્ષણ વધે તે માટે સરકારી સંસ્થા દ્વારા કન્યાઓ માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) કાર્યરત છે, અને ચોથી કે.જી.બી.વી સાપુતારા ખાતે શરૂ કરવામાં આવી છે. સાપુતારા ખાતે કુલ ૧૦૦ દીકરીઓની કેપેસિટી સાથેની હોસ્ટેલ બિલ્ડિંગની શરૂઆત શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે કરવામાં આવી છે.
ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ મંત્રીશ્રી જિલ્લાની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત કરી રહ્યા છે. જેમાં મંત્રીશ્રીએ સાપુતારા સાંદીપની હાઈસ્કૂલની પણ મુલાકાત લીધી હતી. જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ રાજ્ય સરકાર દ્વારા બે હજારની કેપેસિટી જેટલાં વિદ્યાર્થી રાખી શકાય તેવી શાળા અહીં કાર્યરત છે. મંત્રીશ્રીએ અહીં શાળા તેમજ નવા બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. તેમજ શાળાના વર્ગોમાં જઈ મંત્રીશ્રીએ બાળકો સાથે ચર્ચા પણ કરી હતી.
આ ઉપરાંત મંત્રીશ્રીએ રાજ્ય સરકાર દ્વારા અપાયેલા સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રંસગે ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નરેદ્રભાઈ ઠાકરે, વઘઈ ડાયેટના પ્રાચાર્યશ્રી ડો.ભગુભાઈ રાઉત સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો : - (ડાંગ...
Posted by Info Dang GoG on Saturday, July 13, 2024
Comments
Post a Comment