Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

 Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી.

સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી.

જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના કારણોની  વાતો કરી.  જેમાં મુખ્ય મુદ્દામાં ઘટકો વિશે સમજાવવામાં આવ્યું જે શાળા સક્ષમ બનાવવા જરૂરી છે શાળા સક્ષમની તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે.શાળા સક્ષમ  બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળાઓ ગ્રીનશાળાઓ સલામત શાળાઓ સુલભશાળાઓ વગેરે વિશે વાતો કરવામાં આવી. 

પાણી વિશેનાં મુદ્દામાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છ પાણી મળી રહે એના વિશે માર્ગદર્શન આપ્યું. ગંદા પાણીને આપણે કેવી રીતે રિસાયકલ કરી શકીએ એના વિશેની રચના વિશે વાતો કરી.  બાળકને દિવસ દરમિયાન કેટલું પાણીની જરૂરિયાત રહે તેની સમજ આપવામાં આવી. સેનેટરી વિશે વાતો કરી સ્વચ્છ રહેવા માટે કન્યાઓને કઈ તેમજ શાળા કક્ષાએ એક નોડલ ટીચર રાખી એમને મૂંઝવતા પ્રશ્નોની સમજ આપવા વિશેની વાતો સમજાવવામાં આવી. શૌચાલય વિશેનાં પ્રકરણમાં કેટલા બાળકોએ કેટલા એકમ નળ હોવા જોઈએ, એક્સપાયર થયેલી દવા લાલ રંગની કચરાપેટીમાં જ નાખવી જોઈએ એ વાત બાળકો સુધી પહોંચે તેમ જ તેમને યોગ્ય માર્ગદર્શન મળે એના વિશે સુચારું આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી. તેમજ જુદા જુદા કલરની કચરાપેટીમાં કયા પ્રકારનો કચરો નાખો એના વિશેની પણ સરસ સમજૂતી આપવામાં આવી. શાળામાં વિદ્યાર્થીઓને અને શિક્ષકોને એ રીતનું સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું.

 ઇન્ચાર્જ સી.આર.સી અલ્પેશભાઈ દ્વારા  હરિયાળી જગ્યાઓ અને જમીનનો  ઉપયોગ વિશે વાતો કરી જેમાં  જમીનમાં વિવિધતા, ફળદ્રુપતા, વર્મી કમ્પોઝ વિશે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. બાળકોનું મન શાળાના વાતાવરણમાં તંદુરસ્ત રહે, આંતરિક રીતે સ્વચ્છ રહે વગેરે બાબતોની સમજ,   સ્વચ્છ હવા   અને  સ્વચ્છ હવા શા માટે મહત્વની છે તે વિશે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી સ્વચ્છ હવાના મુખ્ય ઘટકોની વાત કરવામાં આવી જેમાં સ્વચ્છ હવા માટે બાળકોની સક્રિય સામેલગીરી કેવી રીતે કરવી એના વિશે વાતો કરવામાં આવી. લીલી જગ્યાઓ અને જમીનના ઉપયોગના ધોરણોનો પ્રવેશ વિશે સમજાવવામાં આવ્યું. ઉર્જા સરક્ષણ શા માટે મહત્વનું છે સ્વચ્છ ઊર્જાને પહોંચ, સ્વચ્છ ઊર્જાના ધોરણ, બાળકોની સક્રિય ભાગીદારી વિશે તમામ આચાર્યઓને માહિતગાર કર્યા. તદુપરાંત આબોહવા પ્રતિભાવ વિશે જેમાં આબોહવાને અનુકૂળ શાળા શા માટે મહત્વની છે, ટકાઉ સ્થિતિ સ્થાપક, નિર્માણના ધોરણ વિશે સરસ માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા.


 ત્યારબાદ આગળના સેશન પ્રમાણે ઇન્ચાર્જ સી.આર.સી કાશ્મીરાબેન દ્વારા આબોહવા અને આપત્તિ  (જોખમ) વિશે ચર્ચા કરવામાં આવી. જેમાં કાશ્મીરાબેન દ્વારા સરસ આબોહવાનું નિર્માણ આબોહવા શાળામાં કેવી રીતે ઉભુ કરવું તેમજ શાળા માટે આબોહવા કેવી હોવી જોઈએ તેમજ એમને બનાવવા માટે  શાળાનું આયોજન કેવું હોવું જોઈએ એ તમામ બાબતોથી તમામ આચાર્યશ્રીને વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કોઓર્ડીનેટર વિજયભાઈ દ્વારા બાળ સુરક્ષા અને જાતિય સતામણી વિશે સરળ  ભાષામાં  જાતે અનુભવેલી  જોયેલી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું હતું. બાળ સુરક્ષા માટે આપણે શાળા કક્ષાએ કેવા પ્રકારની તકેદારી રાખવી વગેરે બાબતોનો સમજ આપવામાં આવી. શાળા કક્ષાએ ગુડ ટચ બેડ ટચ વિશે બાળકોને સમજ આપવામાં આવે એ પ્રકારનું આયોજન શાળા કક્ષાએ થાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.


 પાટીના સીઆરસીશ્રી ટીનાબેન દ્વારા સંચાલન અને જાળવણી. વ્યવહારમાં બદલાવ અને ક્ષમતા નિર્માણ સમાવેશ શિક્ષણ વિશે  સમજ આપવામાં આવી. સંચાલન અને જાળવણીમા વેસ્ટ  મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવણી, અને  પર્યાવરણ સ્વચ્છતા વિશે સમજ આપવામાં આવી. સમાવેશ શિક્ષણમાં લિંગ જાતે ભેદ શિક્ષણની સમજ આપવામાં આવી. શિક્ષકોને જૂથમાં વહેંચણી કરી. દરેક જૂથને એક મોડેલ  શાળા દોરી સક્ષમ શાળા કેવી હોવી જોઈએ જેના વિશે જૂથે આગળ આવી પ્રેઝન્ટેશન રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું.


 બીજા દિવસે તાલીમની શરૂઆત પ્રાર્થનાથી ધ્યાન અને યોગાથી કરવામાં આવ્યું. બી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી વિજયભાઈ પટેલ દ્વારાએ આગલા દિવસનું પુનરાવર્તન કરાવવામાં આવ્યું. શાળાના બાળકોનું ભાવાત્મક, શારીરિક, અને જાતીય આ ચાર પ્રકારે સતામણી બાળકોને ન થવી જોઈએ એના વિશેની વાત કરી. કિરીટભાઈ દ્વારા  બાળ કાયદા અને તેની જાગૃતિ વિશે વાત કરી. શાળા સંચાલન કઈ રીતે કરવું અને સારું કઈ રીતે કરી શકાય એના વિશે મુદ્દા પ્રમાણે વાત કરી. બાળ અધિકાર વિશે વાતો કરી જેમાં 26 જેટલા અધિકારો વિશે જણાવ્યું. આજ દિવસે સક્ષમશાળાનાં હેતુ અને ઉદ્દેશ્ય વિશે સમજ આપી જેમાં મુખ્ય ચાર પાયા સ્વચ્છતા હરિતા સલામત સમાવિષ્ટ વિશ સમજાવવામાં આવ્યું. તેમજ કિરીટભાઈ પટેલ દ્વારા  ફાયર સેફ્ટીનું મોક ડ્રિલ કરાવવામાં આવ્યું. ફાયરના  ચાર પ્રકારો વિશે માહિતગાર કરવામાં આવ્યા. 


એ બી સી ડી પ્રકારના આગ વિશે સમજ આપવામા આવી.  ત્યારબાદ ટીનાબેન દ્વારા સક્ષમશાળા એપ ડાઉનલોડ કરાવી. ટીમ લીડર દ્વારા સક્ષમ શાળાના દરેક ઘટકોનું પ્રત્યક્ષ રૂપે સર્વે કરવામાં આવ્યું જેમાં પાણી, ઉર્જા હવા આરોગ્ય અને હરિયાળી જગ્યા વગેરે મુદ્દાઓને ચકાસવામાં આવ્યા જેમાં પાડવામાં આવેલી જુદી જુદી ટીમ દ્વારા ગુણાંકન કરવામાં આવ્યું  ત્યારબાદ ફરી પાછા તાલીમ સ્થળે પહોંચી જુદી જુદી રીતે જૂથ ચર્ચા કરી. જેમાં શાળામાં ખૂટતી બાબતોને યોગ્ય ધ્યાને લેવાનું કહેવામાં આવ્યું  તાલીમાર્થીઓને તાલીમ બાબતે પોતાના મંતવ્યો જણાવવા કહેવામાં આવ્યું હતું. 


તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને સરસ ચા નાસ્તા અને ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી. દરેક તજજ્ઞ મિત્રોએ સરસ રીતે પોતાની રીતે પોતાનાં  વિષયોના મુદ્દાને શાળા અંતર્ગત સચોટ રીતે સમજાવ્યા  જે મુખ્ય શિક્ષકો  આ તાલીમની સમજને  શાળામાં ખૂબ જ સારી રીતે અમલીકરણ કરી શકે  એવા પ્રયત્નથી તાલીમને ખૂબ જ સફળ બનાવવામાં આવી. 

આ તાલીમ દરમ્યાન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનિષભાઇ પરમાર સાહેબ ઉપસ્થિત રહી મુખ્યશિક્ષકોને શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતે બી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી વિજયભાઈ  દ્વારા તમામ આચાર્યશ્રીઓને પોતાના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી તાલીમને પૂર્ણ  જાહેર કરવામાં આવી.

Comments

Popular posts from this blog

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

 Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ...

ખેરગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

                       ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં  ખેરગામ, શામળા ફળિયા, બહેજ, પાટી અને પાણીખડક એમ પાંચ સી.આર.સીની કુલ ૩૫ એન્ટ્રી આવી હતી. જેમાં વિભાગ -૧  ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથનમાં બહેજ પ્રાથમિક શાળાની ભવ્યા વિપુલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૨ પ્રીપેટરી સ્ટેજ વાર્તા કથનમાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૩ મિડલ સ્ટેજ વાર્તા નિર્માણમાં કન્યા શાળા ખેરગામની વિદ્યાર્થિની ધ્રુવી સુનિલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.                           જ્યારે સંગીતવાદન સ્પર્ધામાં બંધાડ  ફળિયા પ્રાથમિક આછવણીનો વિદ્યાર્થી કેવલ્ય જયેશભાઇ પટેલ ધોરણ -૮ નો પ્રથમ ક્રમાંક, સંગીતગાયન સ્પર્ધામાં દેશમુખ  ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરીની વિદ્યાર્થિની યુતિકા  સુનિલભાઈ ગાંગોડા ધોરણ -૮ પ્રથમ ક્રમાંક, ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની અર્ચના કે પટેલ ધોરણ -૮ પ...

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામનું વાર્ષિક સ્નેહ સંમેલન ખેરગામ ખાતે યોજાયું.

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામની વાર્ષિક સ્નેહ સંમેલન (શિવ શક્તિ ફાર્મ)  ખેરગામ ખાતે યોજાયું. જેમાં સૌ પ્રથમ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  પ્રમુખ સ્થાનેથી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા સમાજભવન શા માટે જરૂરી છે? તેની વિગતવાર સમજ આપવામા આવી હતી. સમજ ભવનનો ઉપયોગ ફક્ત કોમર્શિયલ પૂરતો નહિ પરંતુ સમાજની ભાવી પેઢીના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. જ્યારે સમાજ ભવનમાં  દાખલ થતી વખતે સમાજનો કોઈપણ વ્યક્તિ કેમ ન કોઈ મોટાં હોદ્દા પર હોય ? તેણે પણ ભવનમાં દાખલ થતી વખતે તેનો હોદ્દો ત્યજીને ફકત એક સમાજનો સભ્ય ( ફકત હું ધોડિયો છું) એવા ભાવ સાથે દાખલ થવાની વાત કરી હતી. નવા વરાયેલા મંડળનાં તમામ હોદ્દેદારોને સમાજના નાનામાં નાનો માણસને પણ સાથે લઈને ચાલવાની વાત કરી હતી. જેથી તેમના હ્રદયમાં પણ 'મારો સમાજ'ની ભાવના પેદા થશે. તેમણે મંડળની પ્રગતિ માટે રાજકારણથી દૂર રહેવાની નમ્ર સલાહ આપી હતી. આદિજાતિ વિભાગના ડેપ્યુટી કમિશનરશ્રી સુરેશભાઈ ગરાસિયા સાહેબ દ્વારા પણ સમાજના ઉત્કર્ષ માટે જ્યાં જરૂર પડશે ત્યાં મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. ખેરગામ જનતા કેળવણી મંડ...