Khergamnews: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે પ્રા.શિક્ષકોની સક્ષમ તાલીમ યોજાઈ.
તારીખ 18/-07- 2024 અને 19-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની દ્વિ દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી.
જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. ખેરગામ બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા હતા. સક્ષમ તાલીમના તજજ્ઞોમાં શ્રી કિરીટભાઇ પટેલ(વાડ મુખ્ય શાળા ,Htat), અલ્પેશભાઈ પટેલ (બહેજ પ્રા.શાળા, Htat), કાશ્મીરાબેન પટેલ (પાણીખડક પ્રા.શાળા, મુખ્ય શિક્ષક), વર્ગ સંચાલક ટીનાબેન પટેલ (સી.આર.સી) દ્વારા શિક્ષકોને સક્ષમ તાલીમ આપવામાં આવી હતી.
જેમાં કિરીટભાઈ પટેલ દ્વારા આબોહવા પરિવર્તન,પર્યાવરણ, સ્વચ્છ હરિયાળી શાળા, ગ્રીન શાળાઓ, સલામત શાળાઓ, સુલભ શાળાઓ પર ચર્ચા કરી શિક્ષકોને માહિતગાર કર્યા હતા.
જેમાં સ્વચ્છ શાળાઓ ગ્રીનશાળાઓ સલામત શાળાઓ સુલભશાળાઓ વિષયો પર સ્વચ્છ પાણી, ગંદુ પાણીનું રિસાયકલ, દિવસ દરમ્યાન વિદ્યાર્થીને પાણીની જરૂરિયાત, શૌચાલય, કન્યાઓ માટે નોડલ શિક્ષિકાની નિમણુંક કરી તેમનાં મુઝવતા પ્રશ્નોના નિકાલ અને સેનેટરી પેડનો ઉપયોગ,કચરાપેટી અને તેના પ્રકારો વિશે વાતો કરી સમજ આપવામાં આવી હતી.
અલ્પેશભાઈ પટેલ દ્વારા હરિયાળી જગ્યાઓ અને જમીન વિષય પર જમીનમાં વિવિધતા, ફળદ્રુપતા, વર્મી કંપોસ્ટ ખાતર, સ્વચ્છ હવા, હવાના ઘટકો, સ્વચ્છ હવા માટે બાળકોની સક્રિય સામેલગીરી, જમીનના ઉપયોગના ધોરણો, સ્વચ્છ ઊર્જાની પહોંચ, સ્વચ્છ ઊર્જાનાં ધોરણ, આબોહવા, વિશે માર્ગદર્શન અને સૂચનો કરવામાં આવ્યા હતા.
જ્યારે કાશ્મીરાબેન પટેલ દ્વારા આબોહવા અને આપત્તિ વિષય પર સ્વચ્છ આબોહવાના નિર્માણ કરવું અને તેના માટેનું આયોજન પર ચર્ચા કરી સમજ આપવામાં આવી હતી.
બી.આર.સી.વિજયભાઈ પટેલ દ્વારા જાતીય સતામણી,બાળ સુરક્ષા માટે શાળા કક્ષાએ રાખવાની તકેદારી, ગુડ ટચ બેડ ટચ જેવા વિષયો પર સવિસ્તાર સમજ આપવામાં આવી હતી.
પાટીના સીઆરસીશ્રી ટીનાબેન દ્વારા સંચાલન અને જાળવણી, વ્યવહારમાં બદલાવ અને ક્ષમતા નિર્માણ, સમાવેશ શિક્ષણ વિષયનાં મુદ્દાઓમાં જાળવણીમા વેસ્ટ મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવણી, અને પર્યાવરણ સ્વચ્છતા વિશે સમજ, સમાવેશ શિક્ષણમાં લિંગ જાતે ભેદ શિક્ષણની સમજ, આપવામાં આવી હતી. શિક્ષકોને જૂથમાં વહેંચણી કરી. દરેક જૂથને એક મોડેલ શાળા દોરી સક્ષમ શાળા કેવી હોવી જોઈએ જેના વિશે જૂથે આગળ આવી પ્રેઝન્ટેશન રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું.
બીજા દિવસે તાલીમની શરૂઆત પ્રાર્થનાથી ધ્યાન અને યોગાથી કરવામાં આવ્યું. બી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી વિજયભાઈ પટેલ દ્વારાએ આગલા દિવસનું પુનરાવર્તન કરાવવામાં આવ્યું. શાળાના બાળકોનું ભાવાત્મક, શારીરિક, અને જાતીય આ ચાર પ્રકારે સતામણી બાળકોને ન થવી જોઈએ એના વિશેની વાત કરી. કિરીટભાઈ દ્વારા બાળ કાયદા અને તેની જાગૃતિ વિશે વાત કરી. શાળા સંચાલન કઈ રીતે કરવું અને સારું કઈ રીતે કરી શકાય એના વિશે મુદ્દા પ્રમાણે વાત કરી. બાળ અધિકાર વિશે વાતો કરી જેમાં 26 જેટલા અધિકારો અને સક્ષમશાળાનાં હેતુ અને ઉદ્દેશ્ય વિશે સમજ આપી જેમાં મુખ્ય ચાર પાયા સ્વચ્છતા હરિતા સલામત સમાવિષ્ટ વિશે સમજાવવામાં આવ્યું હતું, તેમજ કિરીટભાઈ પટેલ દ્વારા ફાયર સેફ્ટીનું મોક ડ્રિલ કરાવવામાં આવ્યું. ફાયરના ચાર પ્રકારો વિશે માહિતગાર કરવામાં આવ્યા.
એ બી સી ડી પ્રકારની આગ વિશે સમજ આપ્યા બાદ ટીનાબેન દ્વારા સક્ષમશાળા એપ ડાઉનલોડ કરાવી. ટીમ લીડર દ્વારા સક્ષમ શાળાના દરેક ઘટકોનું પ્રત્યક્ષ રૂપે સર્વે કરવામાં આવ્યું જેમાં પાણી, ઉર્જા હવા આરોગ્ય અને હરિયાળી જગ્યા વગેરે મુદ્દાઓને ચકાસવામાં આવ્યા હતા. જેમાં જુદી જુદી ટીમ દ્વારા ગુણાંકન કરવામાં આવ્યું ત્યારબાદ ફરી પાછા તાલીમ સ્થળે પહોંચી જુદી જુદી રીતે જૂથ ચર્ચા કરી. જેમાં શાળામાં ખૂટતી બાબતોને યોગ્ય ધ્યાને લેવાનું કહેવામાં આવ્યું તાલીમાર્થીઓને તાલીમ બાબતે પોતાના મંતવ્યો જણાવવા કહેવામાં આવ્યું હતું. આમ દ્વિ દિવસીય તાલીમ તજજ્ઞમિત્રો અને શિક્ષકોના સાથસહકારની સફળ બનાવવામાં આવી હતી.
Comments
Post a Comment