Skip to main content

Posts

Showing posts from August, 2024

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.

ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું. શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૪/૨૫ શાળાના સભાખંડમાં તાલુકા પંચાયત ગણદેવીના પ્રમુખશ્રી માન.પ્રશાંતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયું,  જેમાં અતિથી વિશેષ ગણદેવી બીઆરસી કો-ઓ. શ્રીમતી સોનલબેન કનેરીયા, ગણદેવી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ટંડેલ, અમલસાડ ગામના સરપંચશ્રી નિલેશભાઈ નાયક, ઉપસ્થિત રહ્યા. એસએમસી અધ્યક્ષ શ્રી મોહનભાઇ પટેલ તેમજ સમગ્ર એસએમસી સભ્યોના સહકાર અને પ્રચાર પ્રસારથી મોટી સંખ્યામાં વાલીઓ પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થઈ . મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.  ધોરણ ૬ થી ૮ની કુલ ૩૬ કૃતિ અને ધોરણ ૩ થી ૫ની ૩૫ મળી કુલ ૭૧ કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી. તમામ બાળકોએ પોતાની જિજ્ઞાસા વૃતિથી અને વાલીઓની મદદથી પોતાનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો. સમગ્ર માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષકશ્રી સંજયભાઈ અને બી.એડના તાલીમાર્થી ફોરમબેન વશી દ્વારા આપવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સૂઝ-બૂઝનો ઉપયોગ કરીને વાલીઓના સહ...

ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ તાલુકાનાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત

  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ તાલુકાનાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત   ખેરગામ તાલુકામાં પણ પૂરના પાણી લોકોના ઘરમાં ભરાઈ જતાં અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રાહત કામગીરી અંગે અધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોને ત્વરિત પગલાં ભરવા માટે સૂચન કર્યા. ખેરગામ તાલુકામાં પણ પૂર ના પાણી લોકોના ઘર માં ભરાઈ જતાં અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રાહત કામગીરી અંગે... Posted by  Naresh Patel  on  Sunday, August 25, 2024

નવસારી જિલ્લા ખાતે PC &PNDT Act- ૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ

        નવસારી જિલ્લા ખાતે PC &PNDT Act- ૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ આગામી ગણપતિ ઉત્સવ અને નવરાત્રી દરમ્યાન વધારે જાહેર જનતા એકઠ્ઠા થતા હોય તેવા સ્થળો ઉપર PC & PNDT Act અંતર્ગત "બેટી વાધાઓ - બેટી પઢાવો" વિષે લોકોમાં જાગૃતિ લાવવા  બાબતના પ્રચાર પ્રસાર કરવા અને દિવાળી દરમ્યાન સ્કૂલો અને કોલેજોમાં "બેટી વાધાવો - બેટી પઢાવો" વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવાબાબતનો એકશન પ્લાન ઘડાયો* - નવસારી, તા.22:  PC &PNDT Act-૧૯૯૪ અંતર્ગત આજરોજ જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી PC &PNDT સહ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નવસારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાનાના ચેમ્બરમાં ચેરપર્સન પી.સી.& પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમિટીની અધ્યક્ષતામાં કમિટી સભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પી.સી.& પી.એન.ડી.ટી. ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજવામા આવી હતી. આ બેઠકમા The PC & PNDT Act-૧૯૯૪ હેઠળ નવસારી જિલ્લામાંથી આવેલ નવા રજીસ્ટ્રેશન, નામ કમી અને રીન્યુ માટે આવેલી અરજીઓને બહાલી આપવા ઉપરાંત મિટિંગના તમામ મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામા આવી હતી.  જ...

Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો.

 Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો. ખેરગામના ભસ્તા ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળાનો ૨૪મો સ્થાપના દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, ખેરગામ યુવા સામાજિક કાર્યકર તથા પત્રકાર જગદીશભાઈ  ઉર્ફે જીગ્નેશભાઈ પટેલ,એસએમસીના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ,વિજયભાઈ રાઠોડ, નિવૃત્ત શિક્ષક ઉદયભાઈ, ઉપેન્દ્રભાઈ,વાલીઓ વગેરેની ઉપસ્થિતિમાં કેક વિધાર્થીઓ દ્વારા કેક કાપી એક બીજાને ખવડાવી શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા આ શાળા ચાલુ કરવા સંઘર્ષ કરનાર સ્થાનિક અગ્રણીઓને યાદ કર્યા હતા.તેમજ શાળામાથી અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓ પ્રગતિના પંથે પહોંચ્યા છે. શાળા હજુ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી તેવા અભિનંદન પાઠવ્યા હતા. શાળાના શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો. સંદેશ ન્યૂઝ 

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

 Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024

વાંસદા ખાતે લોકનૃત્ય - શાસ્ત્રીય નૃત્ય 2024-25 તાલીમ શિબિર સમાપન કાર્યક્રમ યોજાયો.

વાંસદા ખાતે લોકનૃત્ય - શાસ્ત્રીય નૃત્ય 2024-25 તાલીમ શિબિર સમાપન કાર્યક્રમ યોજાયો.  નવસારી,તા૨૦: ગુજરાત  રાજ્ય સંગીત નાટક  અકાદમી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત લોકનૃત્ય -શાસ્ત્રીય નૃત્ય તાલિમ શિબિરનો સમાપન  કાર્યક્રમ તાલુકા પંચાયત  વાંસદાના પ્રમુખશ્રી  દિપ્તીબેન  પટેલના અધ્યક્ષ  સ્થાને  યોજાયો  હતો. રમતગમત, યુવા અને  સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ  હસ્તકના  ગુજરાત  રાજ્ય સંગીત નાટક  અકાદમી અને દ્વારા લોકનૃત્ય -શાસ્ત્રીય નૃત્ય તાલીમ શિબિર નવસારી જિલ્લામાં  યોજાઈ  હતી. જેમાં  પ્રાચીન અર્વાચીન  રાસ- ગરબા  અને  શાસ્ત્રીય  નૃત્યમાં  ભરતનાટ્યમ અને કથ્થક નૃત્યની  સાત  દિવસીય  વર્કશોપ નટરંગ  ડાન્સ એકેડેમી,  ગોપાલજી  મંદિર  હોલ, નવસારી  ખાતે યોજાઈ હતી તેમજ પરંપરાગત લોકનૃત્ય  તાલીમ  શિબિર શ્રી એલ.આર.કોન્ટ્રાકટર સાર્વજનિક  હાઈસ્કૂલ,  પીપલખેડ  વાંસદા  ખાતે યોજવામાં  આવી...

ખેરગામ તાલુકાની મહિલા અગ્રણી નેતાઓએ ખેરગામના પોલીસ જવાનોની રક્ષા કવચ માટે રાખડી બાંધી સારા સ્વાસ્થ્યની શુભકામના પાઠવી.

ખેરગામ તાલુકાની મહિલા અગ્રણી નેતાઓએ ખેરગામના પોલીસ જવાનોની રક્ષા કવચ માટે રાખડી બાંધી સારા સ્વાસ્થ્યની શુભકામના પાઠવી. ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન પટેલ સહિત બહેનો દ્વારા ભાઈ અને બહેનનો પવિત્ર ગણાતો તહેવાર રક્ષા બંધન નિમિતે ખેરગામ સહિત તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે રાત દિવસ ખડે પગે ઊભા રહી લોકોની રક્ષા કરનારા ખેરગામ પોલીસ મથકના કર્મચારીઓની રક્ષા માટે રક્ષા કવચ રાખડી બાંધી મીઠાઈ ખવડાવી પોલીસ કર્મચારી ભાઈઓનું આરોગ્ય સારું રહે લોકોની રક્ષા કરવાની સાથે તેમની પણ પ્રભુ રક્ષા કરે તેવી કામના કરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી તર્પણબેન વણકર,તાલુકા ઉપ પ્રમુખ લીનાબેન અમદાવાદી,તાલુકા પંચાયત સભ્ય મોહિનીબેન પટેલ,રશ્મિબેન ટેલર,મયુરીબેન પટેલ,મમતાબેન પટેલ,પંચાયત સભ્ય અંબાબેન પટેલ,રીટાબેન પટેલ સહિતની બહેનો ઉપસ્થિત રહી હતી.