Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.

 ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે.

એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. 

આ પ્રસંગે તોરણવેરા ગામના સરપંચશ્રી સુનિલભાઈ દાભડીયા, કુકણા સમાજ વિકાસ મંડળના માજી પ્રમુખો, માજી મંત્રીઓ અને કારોબારી સભ્યો અને સ્થાનિક હાઈસ્કુલના આચાર્યઓ સહિત મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.



Comments

Popular posts from this blog

Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.

  Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.  નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, ...

Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

               Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૨૧-૦૨-૨૦૨૪નાં દિને જનતા માધ્યમિક  શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું,જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ખેરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબને બિરાજમાન હતા. ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે દીપ પ્રગટીકરણ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને શાળાના પ્રાર્થના વૃંદે સુપરવાઇઝર શ્રી મહેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેક્ષકો સમક્ષ પ્રાર્થના રજૂ કરી હતી,           શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ આવકાર પ્રવચન દ્વારા આમંત્રિત મહેમાનો આવકાર કરવામાં આવ્યો હતો,સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગ ,માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ધોરણ 10 અને 12 તેમજ ધોરણ 9 અને 11 માં શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સમગ્ર વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વ...

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષામાં પણંજ પ્રાથમિક શાળા અને બહેજ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ ઝળક્યા.

   ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષામાં પણંજ પ્રાથમિક શાળા અને બહેજ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ ઝળક્યા.  વિદ્યામંદિર પણંજ પ્રાથમિક શાળાનો‌ વિદ્યાર્થી દ્વિજ પટેલ ખેરગામ તાલુકામાં 178 ગુણ સાથે પ્રથમ અને બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતી પટેલ 173 ગુણ સાથે દ્વિતીય ક્રમ મેળવી શાળા અને ખેરગામ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.