Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.
Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, ...

Comments
Post a Comment