Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું.

Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું.

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનુંબાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ યોજાયું.

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ વાડ મુખ્ય પ્રા. શાળા ખેરગામ, તા. ખેરગામના સ્થળે તા. ૩/૧૦/૨૦૨૪ ના રોજ યોજાયું હતું.

જેનાં મુખ્ય વિષય : ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી આધારિત વિવિધ તાલુકાની  25 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.જેમાં  વિભાગ -૧ ખોરાક આરોગ્ય અને સ્વચ્છતામાં હેપ્પી & હેલ્ધી પીરીયડસ કૃતિ વાડ મુખ્ય પ્રાથમિક શાળા, વિભાગ-૨ પરિવહન અને સંચારમાં પરવીસમ કોંકીટ રોડ કૃતિ ખેરગામ કુમાર શાળા, વિભાગ ૩માં પ્રાકૃતિક ખેતી, જમીન સુધારણ અને જીવાત નિયંત્રણ કૃતિ વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળા,  વિભાગ ૪માં ગણિતીક નમૂનાઓ અને ગણનાત્મક વિચારણા, સ્માર્ટ મેડા મેજીક બોક્સ કૃતિ પાટી પ્રાથમિક શાળા,  વિભાગ -૫ (અ) આપત્તિ વ્યવસ્થાપન (બ)કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપનમાં ફુડ વેસ્ટ મેનેજમેન્ટ સીસ્ટમ જામનપાડા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંકે આવી હતી. જેમને ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરાયું હતું.તે ઉપરાંત ભાગ લીધેલ તમામ શાળાઓને પણ ટ્રોફી અને સન્માન પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમારંભના  ઉદ્ઘાટકશ્રી  નરેશભાઈ એમ. પટેલ માન.ધારાસભ્યશ્રી ગણદેવી (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી),મુખ્ય મહેમાનશ્રી શ્રી રાજેશભાઈ આર. પટેલ પ્રમુખશ્રી તા.પં. ખેરગામ, તાલુકા પૂર્વ પ્રમુખશ્રી સંપતભાઇ પટેલ, શ્રીમતિ અંજલીબેન સી. પટેલ સરપંચશ્રી વાડ, વાડ ગામનાં આગેવાન ચેતનભાઈ પટેલ તથા દિનેશભાઈ પટેલ, રોહિતભાઈ પટેલ લેક્ચરર, જીલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી, શ્રી મનીષભાઈ કે. પરમાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તા.પં. ખેરગામ,શ્રી વિજયકુમાર એમ. પટેલ બી.આર.સી.કો. ઓ. ખેરગામ, ઈનચાર્જ કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ અને મહામંત્રી શ્રી કિરીટભાઇ પટેલ સહ સંઘના હોદ્દેદારો, આચાર્યશ્રીઓ, શિક્ષકો, બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષકો, સીઆરસી કો.ઓશ્રીઓ, બીઆરપી, ખેરગામ બીઆરસી ભવન સ્ટાફ, શાળા પરિવાર / તથા SMC વાડ પ્રાથમિક શાળા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





Comments