Skip to main content

Posts

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

ખેરગામના નિવૃત્ત સૈનિક અને આદિવાસી સમાજના પ્રમુખ દ્વારા સૈનિકોનું ભાવભીનું સ્વાગત.

   ખેરગામના નિવૃત્ત સૈનિક અને આદિવાસી સમાજના પ્રમુખ દ્વારા સૈનિકોનું ભાવભીનું સ્વાગત.  ખેરગામના સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સમાજસેવક અને 17 વર્ષ સરહદો પર દેશની સેવા કર્યા બાદ નિવૃત આર્મીમેન મુકેશભાઈ પોતાના પારિવારિક કામસર વલસાડ તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન આર્મીના જવાનો અન્ય રાજ્યમાંથી ટ્રેનિંગ પૂરી કરી પોતાની હાલની ફરજના સ્થળે આર્મીના વાહનોમાં પસાર થઇ રહ્યા હતા. તે જોઈને નિવૃત ફૌજી મુકેશભાઈ પોતાના સાથીમિત્રો આર્મીમેનોને જોઈને ભાવુક થયા હતા અને એમણે તાત્કાલિક આદિવાસી સમાજ, નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ પટેલને બોલાવી સૈનિકોને ખેરગામની રેસ્ટોરન્ટમા જમાડીને ફૂલોથી સ્વાગત કરીને લાગણીશીલ વિદાય આપી હતી. આ પ્રસંગે મનીષ ઢોડિયા, મયુર ચૌધરી,દલપત પટેલ,મિન્ટેશ પટેલ,કીર્તિ પટેલ,કાર્દિક પટેલ સહિત વિવિધ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષામાં પણંજ પ્રાથમિક શાળા અને બહેજ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ ઝળક્યા.

   ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષામાં પણંજ પ્રાથમિક શાળા અને બહેજ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ ઝળક્યા.  વિદ્યામંદિર પણંજ પ્રાથમિક શાળાનો‌ વિદ્યાર્થી દ્વિજ પટેલ ખેરગામ તાલુકામાં 178 ગુણ સાથે પ્રથમ અને બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતી પટેલ 173 ગુણ સાથે દ્વિતીય ક્રમ મેળવી શાળા અને ખેરગામ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

ખેરગામ તાલુકાના સાત વિધાર્થીઓ NMMS પરીક્ષામાં ઝળક્યા.

  ખેરગામ તાલુકાના ચીમનપાડા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી  (૧)  જૈમિની પટેલ   ૧૨૫ ગુણ સાથે ૪૫મો રેન્ક, કન્યા શાળા ખેરગામની (૨) રીમા સુથાર  ૧૨૧ ગુણ સાથે ૬૭મો રેન્ક, તથા (૩)  નિધિકુમારી પટેલ  ૧૨૧ ગુણ સાથે ૭૦મો રેન્ક, નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી (૪)  રોનકકુમાર પટેલ   ૧૨૦ ગુણ સાથે ૭૬મો રેન્ક, વિદ્યામંદિર પણંજનાં (૫)  રિધ્ધિ પટેલ  ૧૧૯ ગુણ સાથે ૮૫મો રેન્ક તથા (૬)  યશકુમાર પટેલ  ૧૧૮ ગુણ સાથે ૯૧મો રેન્ક અને શામળા ફળિયા ખેરગામની વિદ્યાર્થિની (૭)  ખુશી પટેલ  ૧૧૭ ગુણ સાથે ૯૩મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો.ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન મેળવી    ₹48000/- ( માસિક 1000 રૂપિયા લેખે 48 માસ સુધી)  શિષ્યવૃતિની પાત્રતા મેળવી  શાળા અને ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યુ છે.              'NMMS' પરીક્ષામાં મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરનાર ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનિષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરિક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુ...

ખેરગામ તાલુકાના ભૈરવી ગામે ઔરંગા નદીમાં નાહવા પડેલા બે બાળકોનાં ડૂબી જતાં મોત.

  |ખેરગામ| તારીખ ૨૯-૦૩-૨૦૨૩નાં દિને ખેરગામના ભૈરવી ગામેથી પસાર થતી ઔરંગા નદીમાં નાહવા પડેલા ભૈરવી ગામના બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજતા બંને બાળકોના પરિવાર અને ગામમાં ભારે ગમગીની ફેલાઈ છે. ખેરગામ તાલુકાના ભૈરવી ગામના પટેલ ફળિયાનો મયંક કલ્પેશભાઈ પટેલ (ઉ.વ. ૧૨)અને ભૈરવી ભાટડી ફળિયાનો જૈનમ ધર્મેશભાઈ પટેલ (ઉ.વ. ૧૨) નામના બે ખાસ મિત્રો સાઇકલ લઈને અને અન્ય બે છોકરા ચાલતા જઈ ઔરંગા નદીના સામે કિનારે આવેલા પેલાડી ભૈરવી ખાતે આશરે બપોર ૨:૩૦ કલાકે ઔરંગા નદીમાં નાહવા પડ્યા હતા. જેમાં મયંક અને જૈનમ બંને પાણીમાં ડૂબી જતા અન્ય બે છોકરાઓ ડરી ગયા હતા. અને આજુબાજુના લોકોને બોલાવી લાવ્યા હતા. સ્થાનિક તરવૈયાએ નદીમાં ડૂબેલા બંને બાળકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. સદર ઘટનાની જાણ ખેરગામ પોલીસને થતા પીએસઆઇ જયદીપસિંહ ચાવડા સાહેબ પોલીસ ટીમ સાથે અને ખેરગામ મામલતદાર જિતેન્દ્ર સોલંકી સાહેબ પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા. જોકે, ડૂબી ગયેલા બંને બાળકોમાં મયંક કલ્પેશભાઈ અને જૈનમ ધર્મેશભાઈ પટેલ ધોરણ-૭ અભ્યાસ કરતા હતા.        આ બંને વિદ્યાર્થીઓ નવી ભૈરવી પ્રાથમિક શાળામાં ધોરણ -૭માં અભ્યાસ કરતાં ...