Skip to main content

Posts

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન

Khergam : ખેરગામના N.S.S.ના બે સ્વયંસેવકો રાષ્ટ્રીય એકતા (NIC)-૨૦૨૪ શિબિરમાં ભાગ લેશે.

  Khergam : ખેરગામના N.S.S.ના બે સ્વયંસેવકો રાષ્ટ્રીય એકતા (NIC)-૨૦૨૪ શિબિરમાં ભાગ લેશે. ખેરગામના સરસીયા ખાતે આવેલી સરકારી વિનયન વાણિજય અને વિજ્ઞાન કોલેજના સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અને રૂત્વિકાબેન સુધીરભાઈ પટેલ કૉલેજના આચાર્ય ડૉ. સંજયકુમાર એમ. પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) વિભાગ દ્વારા તા.૧૬ થી તા.૨૨ દરમિયાન ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા શિબિર (NIC)-૨૦૨૪ માં ભાગ લેશે.એન.એસ.એસ. પ્રાદેશિક નિર્દેશાલય, ભુવનેશ્વર અને યુવા અને રમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે યોજિત શિબિરમાં સમગ્ર ભારતભરના વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઓળખ કરાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોના કુલ ૧૨૨ N.S.S. ના સ્વયંસેવકો ભાગ લેશે. જેમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી વિવિધ યુનિવર્સિટીઓમાંથી માત્ર ચાર સ્વયંસેવકો અને ચાર સ્વયંસેવિકાઓ મળી કુલ ૮ સ્વયંસેવકોને કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ખેરગામ કોલેજના બે સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અને રૂત્વિક

Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા.

     Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા. તારીખ ૧૩-૦૩-૨ ૦૨૪નાં દિને બીજા સેશન દરમ્યાન ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પ્રથમ બી.એલ.ઓ. દ્વારા બુથની માહિતી લેવામાં આવી. ત્યાર બાદ ધોરણ -૭ નાં વર્ગખંડમાં દાખલ થઈ શિક્ષકની ખુરશી પર બેસતા પહેલાં બાળકો પાસે બેસવા અંગે પૂછવામાં આવતાં બાળકો નવાઈ પામ્યા હતા. એક અધિકારી શિક્ષકની ખુરશી પર બેસવા અંગે મંજૂરી માંગે અને તે પણ બાળકો પાસે એ બાળકો માટે નવાઈની વાત  કહેવાય. જે તેમણે નમ્રતાનાં ગુણનું પ્રત્યક્ષ શિક્ષણ આપ્યું હતું.  સાહેબે વર્ગમાં અધિકારી તરીકે નહિ પરંતુ શિક્ષકની જેમ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.વાતચીત દરમ્યાન બાળકો પણ જાણે શિક્ષક સાથે જ વાતચીત કરતા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. જે આજના વર્તમાન સમયમાં જવલ્લે જોવા મળે છે. બાળકો દ્વારા અંગ્રેજીમાં અભિવાદન કર્યા બાદ  સાહેબે માતૃભાષામાં અભિવાદન કરી માતૃભાષાના ગૌરવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યાર બાદ ધોરણ ૭ના

વલસાડની દિકરી ૧૪મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામી.

    વલસાડની દિકરી ૧૪મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામી.  વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજમાં ટી.વાય.બી.કોમ.માં અભ્યાસ કરતી કુ.નેહા નિશાદ ગુજરાત રાજ્યની હોકી સિલેકશન ટ્રાયલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પુને મહારાષ્ટ્ર મુકામે યોજાનાર ૧૪મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામી.

Rumla : ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

        Rumla : ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તારીખ ૧૧-૦૩-૨૦૨૪નાં દિને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્ર જાગૃતિ વિદ્યાલય રૂમલા ખાતે ચિખલી અને ખેરગામ વિસ્તારની વિવિધ શાળાઓના ૪૫૦થી વધુ  વિદ્યાર્થીઓને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ પોતે પરીક્ષા સ્થળ પર ઉપસ્થિત રહી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. 

સ્પે. ખેલ મહાકુંભમાં પીપલખેડ ક્લસ્ટરના સીઆરસી ગાયકવાડ બે રમતમાં પ્રથમ.

        સ્પે. ખેલ મહાકુંભમાં પીપલખેડ ક્લસ્ટરના સીઆરસી ગાયકવાડ બે રમતમાં પ્રથમ. નવસારી જિલ્લાનો સ્પેશ્યલ ખેલ મહાકુંભ અંધજન મંડળ દ્વારા જલાલપોર સરદાર પટેલ વિદ્યાલયમમાં યોજાયો હતો. જેમાં પીપલખેડ ક્લસ્ટરના સીઆરસી ચંદ્રકાંતભાઈ બી. ગાયકવાડએ ચક્ર ફેંક અન ગોળા ફેંકમાં ભાગ લઇ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. હવે તે રાજ્ય કક્ષાએ રમવા જશે જેમને ડીપીઈઓ, સાહેબ નાયબ ડીપીઇઓ તેમજ વાંસદા બીઆરસી વાંસદા તાલુકાના પ્રાથમિક શિક્ષકો તેમજ ક્લસ્ટરની તમામ શાળાના શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. 

Khergam : ખેરગામ પ્રા.શિ.સંઘનાં પૂર્વ પ્રમુખશ્રીનાં પરિવારના તરફથી કુમાર શાળા ખેરગામને સરસ્વતી માતાની આરસની મૂર્તિ ભેટ ધરાઇ.

                            Khergam : ખેરગામ પ્રા.શિ.સંઘનાં પૂર્વ પ્રમુખશ્રીનાં પરિવારના તરફથી કુમાર શાળા ખેરગામને સરસ્વતી માતાની આરસની મૂર્તિ ભેટ ધરાઇ. તારીખ : ૧૧-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળામાં  શિક્ષક સંઘનાં પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકીના પરિવાર તરફથી સરસ્વતી માતાની ₹ ૨૫,૦૦૦ રૂપિયા કિંમતની આરસની મૂર્તિ ભેટ સ્વરૂપે આપવામાં આવી.   સૌ પ્રથમ શાળા પરિવારે તેમના પરિવારનું પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. મૂર્તિ સ્થાપનાની પૂજા વિધિ ખેરગામ કેન્દ્રના પૂર્વ સી. આર.સી. જીવણભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતી જશુબેન પટેલના હસ્તે કરવામાં આવી હતી. ફતેહસિંહ સોલંકી અને તેમનો પરિવાર પહેલેથી જ "સેવા પરમો ધર્મમાં" માનનારો પરિવાર છે. તેઓ શિક્ષક સંઘનાં પ્રમુખશ્રીનાં હોદ્દા દરમ્યાન પણ શિક્ષકોના હિતમાં ઘણાં કાર્યો કર્યા હતા. તેમજ તાલુકાના શૈક્ષણિક કાર્યક્રમોમાં તેમણે તનમન અને ધનથી યોગદાન આપ્યું હતું. હાલ તેઓ સેવા નિવૃત્ત થયેલ હોવા છતાં તેમની દાન  પ્રવૃતિ ચાલુ જ છે.  તેમણે કુમાર શાળા ખાતે શિક્ષણની દેવી "સરસ્વતી માતાની" મૂર્તિ ભેટ ધરી  શિક્ષક તરીકેનું ઋણ અદા કર્યું. આ

Khergam: ખેરગામ તાલુકાના વાવ ગામે ખેરગામ તાલુકા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

   Khergam: ખેરગામ તાલુકાના વાવ ગામે ખેરગામ તાલુકા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ : ૧૦-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના વાવ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ખેરગામ તાલુકા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં ફાઈનલ ચેમ્પિયન યુએસ રાઇડર્સ  અને  રનર્સ અપ આરવી ઈલેવન વિજેતા થઈ હતી.         Pratik Patel venfaliya khergam