ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
સ્પે. ખેલ મહાકુંભમાં પીપલખેડ ક્લસ્ટરના સીઆરસી ગાયકવાડ બે રમતમાં પ્રથમ.
નવસારી જિલ્લાનો સ્પેશ્યલ ખેલ મહાકુંભ અંધજન મંડળ દ્વારા જલાલપોર સરદાર પટેલ વિદ્યાલયમમાં યોજાયો હતો. જેમાં પીપલખેડ ક્લસ્ટરના સીઆરસી ચંદ્રકાંતભાઈ બી. ગાયકવાડએ ચક્ર ફેંક અન ગોળા ફેંકમાં ભાગ લઇ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. હવે તે રાજ્ય કક્ષાએ રમવા જશે જેમને ડીપીઈઓ, સાહેબ નાયબ ડીપીઇઓ તેમજ વાંસદા બીઆરસી વાંસદા તાલુકાના પ્રાથમિક શિક્ષકો તેમજ ક્લસ્ટરની તમામ શાળાના શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Comments
Post a Comment