Skip to main content

Posts

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધા
Recent posts

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

   Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Dang blogspot : પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ધા’ યોજાઈ.

  Dang blogspot : પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ધા’ યોજાઈ. પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ઘા’ યોજવામાં આવેલ હતી જેમાં આંગણવાડી કેન્દ્રના બાળકોના વજન અને ઉંચાઇ કરીતે બાળકો પૈકી સ્વસ્થ બાળકોને પ્રથમ,બીજો અને ત્રીજો નંબર આપી સ્વસ્થ બાળકને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ઘા’ યોજવામાં આવેલ હતી જેમાં આંગણવાડી કેન્દ્રના... Posted by  DDO Dangs  on  Monday, September 23, 2024

Navsari: આગામી સપ્તાહથી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સેતુ’ અભિયાનો અંગે જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ.

Navsari: આગામી સપ્તાહથી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સેતુ’ અભિયાનો અંગે જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ. આગામી સપ્તાહથી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સેતુ’ અભિયાનો અંગે જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ સરકારશ્રી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી શુભારંભ કરવામાંઆવશે. જે અંતર્ગત, નવસારી જિલ્લામાં થીમ આધારિત સ્વચ્છતા જાગ્રુતિ કાર્યક્રમો અને પ્રવ્રુત્તિઓની ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલછે. આ ઉપરાંત, સરકારશ્રી વિવિધ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોની રજૂઆતો અને અરજીઓનોસ્થળ પર જનિકાલ માટે ૧૦ મા તબક્કાના સેવા સેતુકાર્યક્રમો તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી નવસારીજિલ્લામાં યોજાનાર છે. #TeamNavsari Gujarat Information CMO Gujarat Collector Navsari Ddo Navsari Posted by Info Navsari GoG on Friday, September 13, 2024

સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા

           સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા ------- આદિવાસી સંસ્કૃતિ અને વિવિધ યોજનાઓની થીમ સાથે કરાયું ગણેશ વિસર્જન ------- લોકસભા દંડક અને વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સુરત નિવાસ સ્થાને આયોજિત પાંચમા ગણેશોત્સવની વિસર્જન યાત્રા સુરતમાં યોજાઈ હતી. આદિવાસી થીમ પર યોજાયેલી વિસર્જન યાત્રામાં ડાંગ, વાંસદા, અનાવલ, તાપી, સોનગઢ, વલસાડ, કપરાડા, ભરૂચ એમ દ.ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા આદિવાસી સમાજના ૨૫,૦૦૦ થી વધુ લોકોએ હોંશે-હોંશે ભાગ લીધો હતો.  આદિવાસી સમાજના પરંપરાગત આદિવાસી વેશભૂષા સાથે ડાંગી નૃત્ય, ઘેરિયા, તુર, તારપો, ટીમલી જેવા નૃત્યો યાત્રામાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આગામી વર્ષથી શ્રી ધવલભાઈ પટેલ વલસાડમાં પોતાના કાયમી નિવાસ સ્થાનેથી ગણેશોત્સવનું આયોજન કરશે.  વિસર્જન યાત્રામાં ભીલ સમાજ, વસાવા, હળપતિ, ગામીત, ધોડિયા પટેલ, ચૌધરી, કુકણા સહિત દરેક આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. રાજ્યના સૌથી મોટા આદિવાસી ડીજે રોકી સ્ટારને પણ આમંત્રણ અપાયું હતું. સુરતનું પ્રખ્યાત ગાર્ડન ગ્રુપ પણ જોડાયુ હતું.  લોકોએ આ અનોખી વિસર્જન યાત્રા

નવસારી જિલ્લાનું ગૌરવ : જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' થી સન્માનિત કરાયા

                 નવસારી જિલ્લાનું ગૌરવ - નવસારી જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' થી સન્માનિત કરાયા #teamnavsari   #HappyTeacherDayGuj #CmAtTeachersDayGuj   pic.twitter.com/LlwkbIgpVM — Info Navsari GoG (@InfoNavsariGoG)  September 5, 2024  નવસારી જિલ્લાનું ગૌરવ :  જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' થી સન્માનિત કરાયા  નવસારી,તા.૦૫: એક શિક્ષક સમર્પણભાવથી, પ્રામાણિકતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરે, તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે. શિક્ષકની શક્તિ અપરંપાર છે. શિક્ષણથી મોટું પવિત્ર કર્મ બીજું કોઈ નથી. આ સૃષ્ટિમાં શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે. શિક્ષક રાષ્ટ્ર નિર્માતા, સમાજ નિર્માતા અને પરિવાર નિર્માતા છે. સુખ અને શાંતિનો આધાર શિક્ષક છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ટાગોર હૉલ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યના ૨૮ શિક્ષકોનું 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષ

ડાંગ જિલ્લામાં She Team દ્વારા ભવિષ્ય ને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવતા શિક્ષકો ના શક્તિશાળી માર્ગદર્શન અને તેના સમર્પણને માન આપી ” શિક્ષક દિન" નિમિત્તે સ્કૂલોમાં જઈ શુભેચ્છા પાઠવી.

 ડાંગ જિલ્લામાં She Team દ્વારા ભવિષ્ય ને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવતા શિક્ષકો ના શક્તિશાળી માર્ગદર્શન અને તેના સમર્પણને માન આપી ” શિક્ષક દિન" નિમિત્તે સ્કૂલોમાં જઈ શુભેચ્છા પાઠવી. ડાંગ જિલ્લામાં She Team દ્વારા ભવિષ્ય ને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવતા શિક્ષકો ના શક્તિશાળી માર્ગદર્શન અને તેના સમર્પણને માન આપી ” શિક્ષક દિન" નિમિત્તે સ્કૂલોમાં જઈ શુભેચ્છા પાઠવી. @CMOGuj   @sanghaviharsh   @dgpgujarat   @GujaratPolice   pic.twitter.com/XuXFOArFZr — SP DANG (@SPDangAhwa)  September 5, 2024