Skip to main content

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ ખાતેથી ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો

            

એક દોડ દેશ કી એકતા કે નામ – નવસારી જિલ્લો

બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ ખાતેથી ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો

આ દોડમાં રમતવીરો સહિત નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા

(નવસારી: મંગળવાર) : દેશમાં દર વર્ષે તા.૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં આવેલ બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ થી સોમનાથ મહાદેવ મંદિર સુધી બે કી.મી સુધીની ‘રન ફોર યુનિટી’ દોડ ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવા સંકલ્પબદ્ધ બન્યા હતા અને નાગરિકોને એકતાનો સંદેશ આપ્યો હતો.  

આ ‘રન ફોર યુનિટી’ દોડને ગણદેવીના ધારસભ્યશ્રી નરેશભાઇ પટેલ તથા મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું.  બીલીમોરાના મઢીના ગ્રાઉન્ડ ખાતેથી વહેલી સવારે યોજાયેલી ‘રન ફોર યુનિટી’ દોડમાં યુવાનો અને નગરજનો દેશની એકતાની ભાવના સાથે દોડમાં જોડાયા હતા. આ દોડ મઢીના ગ્રાઉન્ડથી શરૂ થઈ સોમનાથ મહાદેવ મંદિરથી બે કી. મીનો અંતર કાપી મઢીના ગ્રાઉન્ડ પરત ફરી હતી. રન ફોર યુનિટી દોડમાં આશરે ૧૫૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો જેમાં અલગ અલગ કેટ્ગરીમાં વિજેતા થયેલ દોડવીરોને મહાનુભાવોના હસ્તે મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  આ પ્રસંગે ચિખલી પ્રાંત અધિકારીશ્રી મીતેશ પટેલ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અલ્પેશભાઈ પટેલ, જિલ્લા વહીવટ તંત્રના અધિકારી- કર્મચારીઓ, પોલીસ જવાનો અને  નાગરિકો જોડાયા હતા.










0000

#TeamNavsari

Gujarat InformationCMO GujaratCollector NavsariDdo Navsari

Comments

Popular posts from this blog

Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી.

                       Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાજેતરમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી સહિત શિક્ષણાધિકારીની કચેરીએ વિવિધ કામ માટે આવતા નાગરિકોને રંગોળી દ્વારા મતદાન કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. Credit :  વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

 Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024

Valsad news : વાપીની સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

       Valsad news : વાપીની સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત 50% કરતા ઓછું મતદાન થયેલ એવા મતદાન મથકો વાપી-7 અને વાપી-8 માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે તા. 12-4-24ના રોજ સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  #ECI   @ECISVEEP   pic.twitter.com/BuhS1P3WgJ — DDO Valsad (@DDO_VALSAD)  April 12, 2024