Skip to main content

Posts

Showing posts from May, 2023

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધા

ખેરગામની દ્રષ્ટિ પટેલ ધોરણ -૧૦માં નવસારી જીલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું.

   MORE DETAIL :  CLICK HERE

નાની ઢોલડુંગરી ગામે આદિવાસી જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

            ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામે છકલા ફળીયા યુવકમંડળ દ્વારા તારીખ 20-05-2023ની  રાત્રે આદિવાસી જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આદિવાસી બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આખો કાર્યક્રમ વિસ્તારના આદિવાસી નેતા કલ્પેશપટેલની દેખરેખ હેઠળ સંપન્ન થયો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને બંધારણમાં આપેલ હક અને અધિકાર અંગે માહિતી આપવામાંઆવી હતી.આ કાર્યક્રમમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, ગુજરાત રાજ્ય આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદિપ ગરાસિયા, રૂઢિ ગામ સભાના અધ્યક્ષ રમેશભાઇ, ડો. નીરવ પટેલ છાંયડો હોસ્પિટલ ખે૨ગામના સંચાલક, વાંસદા સરપંચ સંઘપ્રમુખ મનીશભાઇ, ધરમપુર નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઇ, ઉત્પલ ચૌધરી, જયેન્દ્ર ગાવીત, મનાલા સરપંચ, બામટી સરપંચ વિજયભાઇ, નાની ઢોલ ડુંગરી સ૨પંચ યોગેશભાઇ, વિરવલ સરપંચ પ્રતિકભાઇ, રાજપુરી તલાટ સરપંચ  પ્રફુલભાઇ, ડોકટ૨ સંજય પટેલ, કમલેશ ૫ટેલ, દિનેશભાઇ પીપલખેડ,રાકેશભાઇ વાંકલ અને એમની ટીમ,આદિવાસી સગઠન ધરમપુરના વિનોદભાઇ અને એમની સાથી મિત્રો, ઘેજ ગામના રાકેશભાઇ અને એમના સાથીમિત્રો, જયેશભાઇ ખેરગામ, ડો. દિનેશભાઇ ખાં

સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર

    સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર     વધુ વિગત માટે અહીં :   ક્લિક કરો.

પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક ચંદુબાપાની બીજી પુણ્યતિથિ ઉજવવામાં આવી.

   ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક અને આસપાસના ગામોમાં શિક્ષણક્ષેત્રે, સેવાભાવી સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલની બીજી પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયામાં ઉપલબ્ધ માહિતી મુજબ ખેરગામ તાલુકાના પાણીખડક સહિતના આસપાસના ગામોમાં શિક્ષણક્ષેત્રે ખુબ જ જાણીતું નામ અને ચંદુબાપાના નામથી ઓળખાતા સેવાભાવી સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલનું કોરોનાની મહામારી દરમ્યાન ટૂંકી સારવાર દરમ્યાન નિધન થયેલ હતું જેમના માનમાં તેમના સારા કાર્યોની સુગંધ ફેલાય એ હેતુથી સંસ્કાર ભારતી વિદ્યામંદિર પાણીખડક હાઈસ્કૂલના સંચાલક મંડળના પ્રમુખ આછવણી ગામના ધર્માચાર્ય પ્રગટેશ્વર ધામના પરભુદાદા અને સભ્યો ખંડુભાઇ પટેલ, બાબુભાઇ પટેલ, ઠાકોરભાઈ પટેલ તેમજ આચાર્ય મનોજભાઈ પટેલ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પુણ્યતિથિનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,દલપત પટેલ,ભાવેશ પટેલ, મંગુભાઇ, મયુર, ખેરગામ તાલુકા ભાજપા પ્રમુખ ચુનીભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. તમામ મહાનુભાવોએ ચંદુબાપાના શિક્ષાદાન મહાદાનના સ

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

                                                   શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ આયોજિત  ૨૫માં  સમુહ લગ્ન સફળતાના સૂર્યોદય સાથે સંપ્પન.       તા.૭-૦૫-૨૦૨૩ ને રવિવારના રોજ સુરખાઇ ખાતે શ્રી જ્ઞાનકિરણ ધોડિયાજ્ઞાતિ મંડળ દ્રારા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. મંડળે શૈક્ષણિક ક્ષેત્રે,બેરોજગારી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન અપૅણ કરી સમાજ માટે દીવાદાંડીબની રહેલ છે. છેલ્લા ૪ વષૅથી કોરોના કાળમાં બંધ થયેલ પ્રવૃત્તીને વેગ આપવા સાથે સમાજમાં નવચેતન પ્રસરાવવા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગમાં સમાજની વસ્તી ધરાવતા ૬ તાલુકાના ૧૦ નવદંપતિઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. ગાયત્રી પરિવારનાં આચાયૅશ્રી મહેન્દ્રભાઇ દેસાઇ દ્વારા શાસ્ત્રોકત વિધિથી પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો.  કડોદરાના પી.આઇ શ્રી રાકેશભાઇ પટેલ તેમજ તેમના ધમૅપત્ની શ્રીમતી પ્રિતીબહેન દ્રારા કળશપુજન ની વિધિથી શુભારંભ કરવામાં આવેલ હતો. સાથે જ મંડળના વિરષ્ઠ સભ્ય શ્રી શાંતુભાઇ તેમજ તેમના ધમૅપત્ની ગંગાબહેન દ્રારા ગણેશપૂજનની વિધિ કરવામાં આવેલ હતી. મંડળમાં સમાજનાં અગ્રણીઓએ હાજર રહી સમાજ પ્રત્યેની

ખેરગામ કુમારશાળા ખાતે સાયન્સ લેબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

      તારીખ:૦૪-૦૫-૨૦૨૩નાં દિને કુમાર શાળા ખાતે સાયન્સ લેબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં પ્રાથમિક લેવલથી વિજ્ઞાન વિષયમાં રસ કેળવાય એ હેતુસર સાયન્સ લેબની ફાળવણી કરવામાં આવી છે. આજના વિજ્ઞાન યુગમાં કદમ મિલાવી આગળ વધી શકે તથા શિક્ષકો દ્વારા પ્રયોગોનું નિદર્શન કરી વિદ્યાર્થીઓને આગળ વધવા પ્રોત્સાહિત કરી પ્રયોગો દ્વારા ચોક્કસ  નિષ્કર્ષ પર પહોંચી ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે પોતાનું યોગદાન આપી દેશના વિકાસમાં સહભાગી થાય એ હેતુસર ગુજરાત સરકારનું આગવું કદમ છે.  આ સાયન્સ લેબના ઉદ્દઘાટન કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી.શ્રી વિજયભાઈ પટેલ, કુમાર શાળાના આચાર્ય તથા ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રી શ્રી કિરીટભાઈ  પટેલ, શાળા પરિવાર, બી.આર.સી. સ્ટાફ શ્રી ભાવેશભાઈ પરમાર તથા આશિષભાઈ પટેલ, સી.આર.સી.મિત્રો, એસ.એમ.સી.નાં સભ્યો તેમજ ગામનાં આગેવાનો હાજર રહ્યા હતાં.

સેગવી સર્વોદય વિદ્યાલયનો ધોરણ -12નો વિદ્યાર્થી ઉત્સવ સોલંકીએ વલસાડ જિલ્લામાં A ગ્રેડ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું.

   વલસાડ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ 2023ના કુલ 4426 પૈકી 4418 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. સમગ્ર વલસાડ જિલ્લામાં A ગ્રેડ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થી ઉત્સવ સોલંકી. ઉત્સવ સોલંકીને કોમ્પ્યુટર સાયન્સમાં સોફટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા.  વલસાડ જિલ્લામાં એ ૧ ગ્રેડમાં સ્થાન મેળવનાર વલસાડની સેગવી ગામની સર્વોદય વિદ્યાલયનો ઉત્સવ ડી.સોલંકી મૂળ વાંકલ ગામનો વતની અને હાલમાં વલસાડના તિથલ રોડ પર અનુપમ એપાર્ટમેન્ટમાં રહે છે. પિતા ધર્મેશકુમાર અમૃતસિંહ સોલંકી ધરમપુરના કરંજવેરી ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં આચાર્ય છે, જ્યારે માતા ભાવિનીબેન નવસારી જિલ્લા પંચાયત સંચાલિત ખેરગામ તાલુકાની  જુની ભૈરવી પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. ઉત્સવ સોલંકીએ કુલ ૬૫૦માંથી ૫૯૮ માર્ક સાથે ૯૨ ટકા મેળવ્યા છે જ્યારે ઓવરઓલ પર્સન્ટાઈલ રેંક ૯૯.૯૫ ટકા મેળવ્યા છે. ઉત્સવે આઈઆઈટીમાં એડમિશન માટેનું સપનુ સાકાર કરવા જેઈઈ એડવાન્સની તૈયારી પણ શરૂ કરી છે. પિતા ધર્મેશકુમાર સોલંકીએ જણાવ્યું કે,ઉત્સવ ધો.૧માં ભણતો ત્યારથી પરીક્ષા આપીને ઘરે આવે ત્યારે કેટલા ટકા આવશે તે કહી દેતો હતો અને તે મુજબ જ રિઝલ્ટ આવતુ હતું. આ વખતે પણ ધો.૧૨સાયન્સની પરીક્ષા આપીન