Skip to main content

Posts

Showing posts from December, 2023

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

વાવ પ્રાથમિક શાળા ખાતે આનંદમેળો યોજાયો.

             વાવ પ્રાથમિક શાળા ખાતે આનંદમેળો યોજાયો. તારીખ:૩૧/૧૨/૨૦૨૩  રવિવારનાં દિને વાવ પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો હતો. આ આનંદ મેળામાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો.જેમાં ૨૫ જેટલાં પ્રકારના જુદાં જુદાં સ્ટોલ ઉભા કર્યા હતા. મોટી સંખ્યામાં ગામજનોએ આનંદ મેળામાં ભાગ લીધો હતો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય શ્રી મિનેશબેન પટેલે સૌનો આભાર માન્યો હતો.

ગણદેવી તાલુકા શિક્ષક સંઘ દ્વારા યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નું આયોજન કરવામાં આવ્યું.

              ગણદેવી તાલુકા શિક્ષક સંઘ દ્વારા  યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નું આયોજન કરવામાં આવ્યું.        અમલસાડના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગણદેવી તાલુકાના શિક્ષકો માટે ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા યુનિટી કપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણદેવી તાલુકાના કુલ 45 શિક્ષકોએ ભાગ લીધો હતો કુલ ત્રણ ટીમો વચ્ચે મેચ રમાઈ હતી અને અંતે ફાઇનલ મેચ જીતનારને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી સમગ્ર આયોજન તાલુકા સંઘના પ્રમુખ કલ્પેશ ટંડેલ અને મહામંત્રી સતીશ આહીર તથા ભૂપેન ખલાસી અને રજનીકાંત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સંઘના પ્રમુખ દિલીપભાઈ પટેલ ઉપસ્થિત રહી શુભકામના પાઠવી હતી. સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન અજુવેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આદિવાસી સમાજનું ગૌરવ : નવસારી ખાતે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ખેરગામનો તન્મય પટેલ ચેમ્પિયન.

                                 આદિવાસી સમાજનું ગૌરવ : નવસારી ખાતે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ખેરગામનો તન્મય પટેલ ચેમ્પિયન.  ખેરગામના નગીનદાસ નગર સોસાયટીમાં રહેતા ધોડિયા સમાજનો તન્મય હર્ષભાઈ પટેલ નવસારી જિલ્લા ખાતે યોજાયેલ બોડી બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ કેટેગરીમાં ઓવરઓલ ચેમ્પિયન બની સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ આવી પોતાના પરિવાર અને ખેરગામનું નામ રોશન કરતા લોકોએ ગૌરવની લાગણી અનુભવી હતી. ધોડિયા સમાજનું નામ રોશન કરનાર તન્મય પટેલને સમાજના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

રૂઝવણી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું.

                    રૂઝવણી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું.  તારીખ:૨૯/૧૨/૨૦૨૩નાં દિને રૂઝવણી પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો હતો.આનંદમેળાના ઉદ્ઘાટક તરીકે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ  પટેલને પ્રમુખનું સ્થાન આપવામાં આવ્યું હતું. ગામના સરપંચ શ્રીમતી દીપિકાબહેન તેમજ એસએમસીના અધ્યક્ષ હિતેશભાઈ તેમજ એસએમસી ના સભ્યો હાજર રહ્યા હતા. આ આનંદ મેળામાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો.જેમાં ૨૩ પ્રકારના જુદાં જુદાં  સ્ટોલ ઉભા કર્યા હતા. મોટી સંખ્યામાં ગામજનોએ આનંદ મેળામાં ભાગ લીધો હતો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય  શ્રી પ્રવિણભાઈ પટેલ સાહેબશ્રીએ સૌનો આભાર માન્યો હતો.

ગણદેવી તાલુકાની ભાટ પ્રાથમિક શાળા ઝોન કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમે.

     ગણદેવી તાલુકાની ભાટ પ્રાથમિક શાળા ઝોન કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમે.  ગણદેવી તાલુકા દરિયા ગામની કિનારા સ્થિત ભાટ સરકારી પ્રાથમિક વિદ્યામંદિર વર્ષોથી ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રેષ્ઠ દેખાવ કરતી આવી છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ગાંધીનગર GCERT દ્રારા ઘરમપુર ખાતે દક્ષિણ ઝોન કક્ષાના પ્રદર્શન યોજાયું હતું. જેમાં શાળાએ A COMPLETE DIGITAL FARMING પ્રોજેક્ટ રજુ કર્યો હતો જેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો.  હવે શાળા જૂનાગઢ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. સમગ્ર પ્રોજેક્ટને આકાર આપનાર વિજ્ઞાન શિક્ષક પિયુષ ટંડેલ અને બાળવૈજ્ઞાનિક કુ.ભૂમિ ટંડેલ અને કુ.જયેષ્ઠાન ટંડેલને શાળાના આચાર્ય કલ્પેશ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.  તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી મનીષ પરમાર અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશ ટંડેલે શુભેચ્છાઓ પાઠવી હતી.

નવસારી જિલ્લાના નાગધરા ખાતે નવસારી ટીચર્સ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ યોજાઈ.

                નવસારી જિલ્લાના નાગધરા ખાતે નવસારી ટીચર્સ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ યોજાઈ. નવસારી જિલ્લાના નાગધરા ખાતે નવસારી ટીચર્સ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 6 ટીમોએ ભાગ લીધો હતો જેમાં Deval's saul spartans, Fit Fighrtes, Tiger brothers, Jay shree Ram 11, Dwija spikers અને c.t.lion નો સમાવેશ થાય છે.  જેમાં Deval's saul spartans ટીમ વિજેતા થઈ હતી જ્યારે Dwija spikers ટીમ રનર્સ અપ થઈ હતી. આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ દિગ્નેશ પટેલ, બેસ્ટ બેટ્સમેન શૈલેષ પટેલ, બેસ્ટ બોલર પ્રણવ પટેલ,  સૌથી વધુ sixes ચેતન પટેલ, સૌથી વધુ boundaries દિગ્નેશ પટેલ, બેસ્ટ ફિલ્ડર દિગ્નેશ પટેલ ,સૌથી વધુ વિકેટ હિનલ પટેલ વગેરે ખેલાડીઓ સુંદર દેખાવ કર્યો હતો. જેમને ટ્રોફી દ્વારા સન્માનવામાં આવ્યા હતા. તમામ ટ્રોફીનો ખર્ચ સ્ટેટ બેંક ઇન્ડિયા નવસારી શાખાએ ઉઠાવ્યો હતો અને 3 દિવસ જમવાની વ્યવસ્થા નવસારી જિલ્લા પ્રમુખ તથા તમામ તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ.ભગીરથસિંહ પરમાર અને...

ચીખલીના સુરખાઈ ગામે ધોડિયા સમાજના તબીબોનું સ્નેહમિલન યોજાયું.

               ચીખલીના સુરખાઈ ગામે ધોડિયા સમાજના તબીબોનું સ્નેહમિલન યોજાયું. ચીખલી તાલુકાના સુરખાઈ ગામે સમાજવાડીમાં રવિવારે ધોડિયા સમાજના તબીબોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પુસ્તક વિમોચન સાથે સમાજના પ્રતિભાશાળી તબીબોનું સન્માન કરાયું હતું. સમાજની ભાતીગળ સંસ્કૃતિ જીવંત બની હતી. ૧૦૦૦ જેટલા ડોક્ટર પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. ધોડિયા સમાજના ડોક્ટર એસોસિયેશન દ્વારા પ્રતિ વર્ષ ડિસેમ્બરમા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો છે. પ્રકૃતિની પૂજા સાથે સ્નેહમિલનનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ધોડિયા જ્ઞાતિની પરંપરાગત સાંસ્કૃતિક વારસાની પ્રદર્શની પણ મૂકવામાં આવી હતી. આ પ્રસંગે ડો. ગુલાબભાઈ પટેલ લિખિત જનરલ સર્જરી પુસ્તકનું વિમોચન કરાયું હતું. સિનિયર ડો.એ.જી.પટેલ (આહવા)ને ભાવનગર ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ થતા સન્માન કરાયું હતું. ડો. કલ્યાણજીભાઈ પટેલ, ડો. પ્રદીપભાઈ, સિકલસેલ સ્પેશિયાલિસ્ટ ડો. જ્યોતિષ પટેલ, સર્પદંસ સ્પેશિયાલિસ્ટ ડો. ડી.સી.પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.  ડો. પ્રદીપભાઈ દ્વારા આદિવાસી બાળકોને જે ભણવામાં...

ચીખલી તાલુકાના રૂમલા ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન શિબિર અને નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

ચીખલી તાલુકાના રૂમલા ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન શિબિર અને નેત્ર નિદાન કેમ્પ યોજાયો. તારીખ ૨૫-૧૨-૨૦૨૩ના દિને  ચીખલી તાલુકાના રૂમલા ખાતે ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર તથા નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.   જેમાં નવસારી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ખેરગામ પોલિસ સ્ટેશન પોલીસ અધિકારી તથા કર્મચારીઓ તેમજ ખેરગામ વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી યોગદાન આપ્યું હતું. તેમજ નેત્ર નિદાન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.સૌ લાભાર્થીઓનો નરેશભાઈ પટેલે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શાંતિપાઠ અને ભજન કાર્યક્રમમાં વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ , જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ , સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, અરવિંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન તથા તાલુકા અને જિલ્લાના આગેવાનો તેમજ પોલીસ અધિકારી તથા પોલીસ જવાનો, રક્ત...

અમલસાડ સરી કન્યા શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

    અમલસાડ સરી કન્યા શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો. અમલસાડ સરી કન્યા શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમાં ૪ દિવસ અને ૫ રાત્રીનો સમાવેશ થાય છે. સૌ પ્રથમ બનાસકાંઠા જિલ્લાના નડા બેટની મુલાકાત લેવામાં આવી જ્યાં ભારત - પાક બોર્ડર સીમાદર્શન અને BSF જવાનોની પરેડનો  અદ્ભુત નજારો, ડોગ સ્કોડ, જવાનોની વીરગાથા, નડેશ્વરી માતાજીના પૂજારી તરીકે BSF જવાનોની નિત્ય સેવા જોવાનો, ઝીરો પોઈન્ટ અને લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ જોવાનો લ્હાવો લીધો હતો. ત્યારબાદ કચ્છમાં ભૂજ( પ્રાગ મહેલ, આઈના મહેલ, સ્વામિનારાયણ મંદિર, મ્યુઝિયમ) સફેદ રણ, માતા નો મઢ, કોટેશ્વર, નારાયણ સરોવર માંડવી બીચ, વિજય વિલાસ પેલેસ, અંબેધામ મુદ્રા પોર્ટ. અંજાર ( જેસલ તોરલ સમાધિ, કબરાવ ધામ) અને   ચોટીલા  વગેરે પ્રવાસધામો મુલાકાત  લેવામાં આવી હતી. આમ શૈક્ષણિક હેતુસર અમલસાડ સરી કન્યા શાળા દર વર્ષે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરે છે.