Skip to main content

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

નાગધરા ખાતે સાઉથ ગુજરાત (R&B) માર્ગ અને મકાન વિભાગના ઈજનેર એસોસિયેશનની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

  

            (R&B) chikhli Er.Mayur Patel with trophy 

નાગધરા ખાતે સાઉથ ગુજરાત (R&B) માર્ગ અને મકાન વિભાગના  ઈજનેર એસોસિયેશનની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

તારીખ :૧૦-૧૨-૨ ૦૨૩નાં દિને નાગધરા ખાતે સાઉથ ગુજરાત માર્ગ અને મકાન વિભાગ (R&B) ઈજનેર એસોસિયેશન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ  ટૂર્નામેન્ટમાં કુલ ૬ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં  (R&B) માર્ગ અને મકાન વિભાગ સુરત અને  (R&B)માર્ગ અને મકાન વિભાગ નવસારી વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં નવસારી (R&B) ટીમ ચેમ્પિયન થઈ હતી.




Comments

Popular posts from this blog

Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી.

                       Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાજેતરમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી સહિત શિક્ષણાધિકારીની કચેરીએ વિવિધ કામ માટે આવતા નાગરિકોને રંગોળી દ્વારા મતદાન કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. Credit :  વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી

Valsad news : વાપીની સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

       Valsad news : વાપીની સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત 50% કરતા ઓછું મતદાન થયેલ એવા મતદાન મથકો વાપી-7 અને વાપી-8 માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે તા. 12-4-24ના રોજ સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  #ECI   @ECISVEEP   pic.twitter.com/BuhS1P3WgJ — DDO Valsad (@DDO_VALSAD)  April 12, 2024

ચીખલી તાલુકાના રૂમલા ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન શિબિર અને નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

ચીખલી તાલુકાના રૂમલા ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન શિબિર અને નેત્ર નિદાન કેમ્પ યોજાયો. તારીખ ૨૫-૧૨-૨૦૨૩ના દિને  ચીખલી તાલુકાના રૂમલા ખાતે ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર તથા નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.   જેમાં નવસારી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ખેરગામ પોલિસ સ્ટેશન પોલીસ અધિકારી તથા કર્મચારીઓ તેમજ ખેરગામ વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી યોગદાન આપ્યું હતું. તેમજ નેત્ર નિદાન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.સૌ લાભાર્થીઓનો નરેશભાઈ પટેલે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શાંતિપાઠ અને ભજન કાર્યક્રમમાં વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ , જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ , સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, અરવિંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન તથા તાલુકા અને જિલ્લાના આગેવાનો તેમજ પોલીસ અધિકારી તથા પોલીસ જવાનો, રક્ત...