ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને કુમાર શાળા ખેરગામનાં પ્રાર્થના ખંડમાં કુમાર અને કન્યા શાળાના બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો..જેમાં ગુજરાત રાજ્ય ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ,ગાંધીનગર વિભાગમાંથી શ્રી આર. કે. મોદી સાહેબ , જિલ્લા કક્ષાએથી નવસારીનાં પી. આઈ. શ્રી કે.એલ.પટની સાહેબ, ખેરગામ તાલુકાના પી.એસ.આઈ. શ્રી પઢિયાર સાહેબ ઉપસ્થિત રહી શાળાનાં બાલવાટિકાનાં 33 બાળકો તથા ધોરણ 1 નાં 4 બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.આર. કે. મોદી સાહેબ બાલવાટિકાનાં બાળકો માટે સ્પેશિયલ ગાંધીનગરથી શૈક્ષણિક કીટ લાવ્યા હતા જેનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં આ કાર્યક્રમમાં તા. પ.પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી લીનાબેન, ખેરગામનાં પૂર્વ સરપંચશ્રી કાર્તિકભાઈ પટેલ, પત્રકાર મિત્રો, એસ,એમ,સી.સભ્યો, ખેરગામ તાલુકા પ્રથમિક શિક્ષક સંઘનં પ્રમુખ દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રી કિરીટભાઈ પટેલ, ખેરગામ બી,આર,સી. વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને દિપાવ્યો હતો.