Skip to main content

Posts

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Valsad,Navsari,Dang News paper updates 20-06-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

 Valsad,Navsari,Dang News paper updates 20-06-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara, 

Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું.

    Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું  વિતરણ કરાયું.  તારીખ 18/06/2024 ને મંગળવાર ના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકો માટે મફત નોટબુક વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાડ ગામના અગ્રગણ્ય ખેડૂત અગ્રણી, સામાજિક કાર્યકર અને  ખેરગામ વિસ્તારમાં દાતારના નામથી ઓળખ ધરાવતા  શ્રી દિનેશભાઈ તથા એમના ધર્મપત્નિ ભારતીબેન તરફથી વિના મૂલ્યે નોટબૂકનું વિતરણ કરાયું હતું.  જેમાં  દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 240 જેટલા બાળકનોને મફત નોટબુક આપી હતી. આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય શ્રી કિરીટભાઇએ એમનું પુષ્પથી સ્વાગત કર્યુ અને ભારતીબહેનનું સ્વાગત શાળાની તમામ બહેનોએ સાથે મળી કર્યું હતું તેમજ શાળાના આચાર્યશ્રી એ દિનેશભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.  ભવિષ્યમાં પણ એમનો શાળાના બાળકો માટે આવોજ પ્રેમ અને સહકાર મળતો રહેશે  એ માટે આશા વ્યકત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉપશિક્ષક શ્રી ધર્મેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમ...

ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો.

 Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો. શાળાઓના બાળકો દ્વારા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાના ગુણ કેળવાય તે હેતુથી  પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું આયોજન કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું. નવસારી, તા.૧૬: નવસારી જિલ્લા સ્થિત ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં દ્વારા ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો હતો. ઈકો કલબ હેઠળ શાળાના શિક્ષિકા લક્ષ્મીબેન પટેલ દ્વારા વિધાર્થીઓ માટે નજીકના સ્થળે પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું  આયોજન કરી વિધાર્થીઓને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સ્થાનિક વિસ્તારની વિવિધ વનસ્પતિથી વિધાર્થીઓને વાકેફ કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું હતું.  વિદ્યાર્થીઓને નજીકના ગામ તથા સ્થાનિક પ્રવાસન સ્થળની મુલાકાત કરાવવી, વિધાર્થીઓના અલગ અલગ જૂથ બનાવી જુદા જુદા કામ સોંપવામાં આવ્યા હતા. જેમાં વનસ્પતિ શાસ્ત્ર, વિસ્તારનો ઇતિહાસ, ભૂગોળ, સ્થાનિક રીતિરીવાજો અને ...

ડાંગ (આહવા) : ડાંગ જિલ્લાના ગાઢવી ગામે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઇ :

 ડાંગ (આહવા) : ડાંગ જિલ્લાના ગાઢવી ગામે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઇ : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૮: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.૨૧ જુન 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી સંદર્ભે, ડાંગ જિલ્લાના ગાઢવી ગામે યોગ પ્રોટોકોલ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતુ.  આ શિબિરમાં સ્થાનિક ૫૦૦ થી વઘુ બહેનો અને ભાઇઓ હાજર રહ્યા હતા. તમામ લોકોએ યોગ પ્રોટોકોલનો અભ્યાસ કર્યો હતો.   આ યોગ શિબિરમાં ગાઢવી ગામના સરપંચ શ્રી ગૌતમભાઇ ગાંગૃર્ડે, ડાંગ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર શ્રી કમલેશ પત્રેકર, તેમજ યોગ કોચ સર્વશ્રી છગનભાઇ, રમેશભાઇ, સરિતાબેન, સુમનબેન, નેહાબેન, પ્રિતીબેન વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.   - ડાંગ જિલ્લાના ગાઢવી ગામે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઇ : - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૮: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ... Posted by Info Dang GoG on  Tuesday, June 18, 2024

ડાંગ (આહવા) : સમગ્ર શિક્ષા ડાંગ અંતર્ગત વઘઇ ખાતે ‘સક્ષમ શાળા’ અંગે તાલીમ યોજાઈ :

 ડાંગ (આહવા) : સમગ્ર શિક્ષા ડાંગ અંતર્ગત વઘઇ ખાતે ‘સક્ષમ શાળા’ અંગે તાલીમ યોજાઈ : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૮: સમગ્ર શિક્ષા ડાંગ દ્વારા જિલ્લાના તમામ સી.આર.સી. કો.ઓર્ડીનેટર માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઇ ખાતે સક્ષમ શાળા એપ્લિકેશન અને તેની માર્ગદર્શિકા વિષય પર બે દિવસીય તાલીમ વર્ગ યોજવામાં આવ્યો હતો.  આ તાલીમ દરમિયાન સ્વચ્છતા, હરિત, સલામતી અને સ્થાયીકરણ જેવા જુદાં જુદાં મુદ્દાઓ ઉપર બાળકો માટે પાણી, શૌચાલય, આરોગ્ય, હવા, ઉર્જા અને વર્તન જેવાં મૂલ્યલક્ષી વિષયો ઉપર ક્લસ્ટર કક્ષાએ તમામ શાળાઓમાં સક્ષમ શાળાને લગતા તમામ મુદ્દાઓનું આયોજન પૂર્વક અમલીકરણ થાય તે માટે જિલ્લાના તમામ સી.આર.સી.કો.ઓર્ડીનેટરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી દ્વારા હરિત અને સ્વચ્છ શાળા તથા તાલીમ વિશે માર્ગદર્શન આપ્યું હતુ.  આ તાલીમ વર્ગમાં ડાયેટના પ્રાચાર્યશ્રી ડો .બી.એમ.રાઉત, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નરેદ્રભાઇ ઠાકરે, ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મદદનીશ જિલ્લા પ્રોજેક્ટ...

19 જૂન: વિશ્વ સિકલ સેલ દિવસ

 19 જૂન: વિશ્વ સિકલ સેલ દિવસ ગુજરાતમાં સિકલ સેલ એનેમિયા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ 1 કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ 2006માં સિકલ સેલ એનેમિયા નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું 2047 સુધીમાં સિકલ સેલ એનેમિયાને ખતમ કરવાનું લક્ષ્ય વર્ષ 2009-10માં તત્કાલીન કેન્દ્ર સરકારે ગુજરાતના સિકલ સેલ કંટ્રોલ પ્રોગ્રામને પુરસ્કૃત કર્યો હતો (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૮: સિકલ સેલ એનેમિયા એ એક આનુવંશિક રક્ત વિકૃતિ (જિનેટિક બ્લડ ડિસઓર્ડર) છે. જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે. સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી 19 જૂનના રોજ ‘વિશ્વ સિકલ સેલ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં સિકલ સેલ એનેમિયાનો રોગ મુખ્યત્વે અંબાજીથી લઇને ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિજાતિ સમુદાયના લોકોમાં જોવા મળે છે. જેમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ એમ 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે.  ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ ...

ડાંગ (આહવા): વાયદૂન ખાતે નિર્માણાધિન વિયરની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ :

ડાંગ (આહવા): વાયદૂન ખાતે નિર્માણાધિન વિયરની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૮: ડાંગ જિલ્લાના આહવા તાલુકાનાં વાયદૂન ખાતે નિર્માણાધિન વિયરની જાત મુલાકાત લઈ, નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ ઇજારદાર તથા સબંધિત અધિકારીઓની જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડાંગ જિલ્લાની પૂર્વપટ્ટીના આહવા તાલુકાના વાયદૂન સહિત આસપાસના  વિસ્તારોની પાણીની સમસ્યાના નિવારણ અર્થે ખુબ જ ઉપયોગી એવા, આ વિયરનું કામ પૂર્ણ થતાં વાયદૂન સહિત આસપાસના ગામોના ૨૬.૩૨ હેક્ટર જમીન વિસ્તારને પાણીનો લાભ મળશે, તેમ જણાવતા શ્રી વિજયભાઈ પટેલે ચોમાસા બાદ આ કામગીરી પૂર ઝડપે હાથ ધરીને પૂર્ણ કરાશે તેમ કહ્યું હતું.  વેર-૨ યોજના દ્વારા ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાયદૂન ગામે પુર્ણા નદી ઉપર આ વિયરનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જેની અંદાજિત રકમ રૂ.૭ કરોડ,૬૨ લાખ ઉપરાંતની છે. ૯૪ મીટરની મેઇન બોડીવોલ લંબાઈ ધરાવતા આ વિયરની પહોળાઈ એપ્રોન સાથે ૨૪.૬૧ મીટર, ,અને ઊંચાઈ એપ્રોનથી ૯.૫૦ મીટર જેટલી નિયત કરવામાં આવી છે. આ વિયરની જળ સંગ્રહ શક્તિ ૩.૨૦૩૮ એમ.સી.એફ.ટી. જેટલી છે. વાયદૂન ખાતે નિર...