Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

મોટી ઢોલડુંગરી ગામના તલાટી કમમંત્રીશ્રીને ધરમપુર તાલુકામાં સૌથી શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર અર્પણ કરાયું.

      

મોટી ઢોલડુંગરી ગામના તલાટી કમમંત્રીશ્રીને ધરમપુર તાલુકામાં સૌથી શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર અર્પણ કરાયું.

 તા.18/08/2023 ના દિને ધરમપુર તાલુકાના સમરસ ગ્રામ પંચાયત મોટી ઢોલડુંગરી દ્વારા આયોજિત મારી માટી મારો દેશ માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત  ગામના તલાટી કમમંત્રીશ્રી જયેશભાઈ પટેલને ધરમપુર તાલુકામાં સૌથી શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર અને ફૂલ આપી આપી નવાજવામાં આવ્યા હતા.

જે કાર્યક્રમ ધરમપુર તાલુકાની કુમારશાળા ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં ધરમપુર તાલુકાનાં તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેન્દ્ર હાથીવાલાશ્રીની હાજરીમાં વૃક્ષારોપણ કરી વીરોને યાદ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ધરમપુર PSI શ્રી અને પોલીસ જવાનોની  હાજરીમાં  ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની પૂર્ણાંહુતી કરવામાં આવી હતી.

 સમરસ ગ્રામ પંચાયત મોટી ઢોલડુંગરી ધરમપુરનાં તલાટી કમમંત્રીશ્રી જયેશભાઇ પટેલને સન્માનિત કરાયા બદલ તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રી કલ્પેશભાઈ પટેલે ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી છે.




Comments

Popular posts from this blog

માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલનાં માતા 'મહાલક્ષ્મીબા' નું નિધન.

     વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલનાં માતા 'મહાલક્ષ્મીબા 'નું તારીખ :૨૩_૦૨_૨૦૨૪નાં નિધન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે. 🙏🏻💐ૐ શાંતિ 💐🙏🏻

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

  Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો. ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.

Gandevi: અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.

    Gandevi: અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.  તારીખ ૨૮-૦૨-૨૦૨૪નાં દિને અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ ૬થી૮નાં બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. શાળાની દીકરીઓ આ  રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રયોગોનો ડેમો રજૂ કર્યો હતો. સરકારશ્રીએ સરકારી શાળાઓમાં સાયન્સ લેબ શરૂ કરવાથી બાળકો વિજ્ઞાનમાં રસ લેતાં થયા છે.