Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ખેરગામ કુમાર શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.

  

 ખેરગામ કુમાર શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.


તારીખ :૧૫-૦૮-૨૦૨૩નાં દિને કુમાર શાળા ખેરગામ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

        ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચશ્રી તથા પત્રકાર જીગ્નેશભાઈ પટેલનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આજના રાષ્ટ્રીય પર્વના દિને પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો શિક્ષકો જોડાયા હતાં.

               આ ધ્વજવંદન કાર્યક્રમમાં ગામનાં અગ્રણીઓ, મહાનુભાવો, ગ્રામ પંચાયતના સભ્યો, એસ.એમ.સીના સભ્યો, બાળકો,  શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.








Comments

Popular posts from this blog

ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન માટે 20160 કિલોગ્રામ ચોખા એકત્ર કરી અન્નદાન કર્યું.

          ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા આદિવાસી એકતા  સાંસ્કૃતિક મહાસંમેલન માટે 20160 કિલોગ્રામ ચોખા એકત્ર કરી અન્નદાન કર્યું. સેલવાસ ખાતે તારીખ 13,14 અને 15 જાન્યુઆરી દરમ્યાન યોજાનાર ૩૧મું આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન કાર્યક્રમમાં મહાપ્રસાદ માટે ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા ખેરગામના સેવાભાવી કુટુંબોએ સ્વેચ્છાએ અન્નદાન સ્વરૂપે આપેલ 20160 કિલો ગ્રામ ચોખા એકત્ર કરી આયોજકોને અર્પણ કર્યા.  આ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં દરેક રાજ્યના આદિવાસી પ્રતિનિધિઓ તથા વિદેશમાંથી પણ આદિવાસી પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લેશે. આ ત્રણ દિવસના કાર્યક્રમ દરમ્યાન લાખો આદિવાસી ભાઈ-બહેનો એકત્ર થવાનું આયોજક આગેવાનો જણાવી રહ્યા છે. આયોજક દ્વારા નમ્ર અપીલ  કરવામાં આવી છે કે આ કાર્યક્રમ માટે દાન આપવા માંગતા હોય તો ગૃપના યુવાનોનો સંપર્ક કરી દાન નોંધાવી શકે છે. ખેરગામ બિરસા મુંડા ગૃપના આગેવાનો દ્વારા  આ કાર્યક્રમને આખરી ઓપ આપવા સતત રાતદિવસ સેલવાસ ખાતે ખડેપગે હાજરી આપી રહ્યા છે. જેમાં ખેરગામ આદિવાસી યુવા આગેવાન આશિષ પટેલ (dgvcl સર્કલ સેક્રેટર...

ખેરગામ તાલુકાના આછવણીના યુવાનનું ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

       ખેરગામ તાલુકાના આછવણીના યુવાનનું ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું.  ખેરગામ તાલુકાના સેવાભાવી યુવાન અને હાલ ડી એમ પટેલ આર્ટ્સ એન્ડ એસ એસ પટેલ કોમર્સ કોલેજ ઓડ આણંદનાં સમાજશાસ્ત્ર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તથા NSS પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.સંજય વી પટેલને ગુજરાત સમાજસાસ્ત્ર પરિષદના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તેઓના political leadership among Tribal and non Tribal - A study વિષય પર ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષ ડો.જે સી પટેલનાં માર્ગદર્શન હેઠળ PhD ની પદવી પ્રાપ્ત કરવા બદલ આપવામાં આવ્યું હતું.તેમનું સન્માન ગુજરાત સમાજશાસ્ત્રનાં અધ્યક્ષ ડો જયપ્રકાશ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ તેમને મળેલી આ સિદ્ધિ બદલ તેમના ગામ આછવણીના લોકોએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

કચરામાંથી કંચન બન્યું ધરમપુરનું બારોલિયા ગામ.

‘‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનઃ કચરામાંથી કંચન બન્યું ધરમપુરનું બારોલિયા ગામ. --- કચરામાંથી કમાણી થઈ શકે તે માટે અતુલ કંપની સાથે એમઓયુ કરાયા. --- ઘરે ઘરેથી કચરો ઉપાડવા ૧૫માં નાણાં પંચની ગ્રાંટમાંથી રૂ. ૬.૬૬ લાખનો ટેમ્પો ખરીદાયો. --- કચરાનો પધ્ધતિસર નિકાલ થાય તે માટે રૂ. ૨.૪૩ લાખનો સેગ્રીગેશન શેડ બનાવાયો. --- માત્ર ચાર જ મહિનામાં ગામમાંથી એક ટન કચરો એકઠો કરાયો.   ‘કચરા મુક્ત ભારત, કચરા મુક્ત ગુજરાત’ ની થીમ પર સ્વચ્છતા હી સેવા- વર્ષ ૨૦૨૩ની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલિયા ગામે સ્વચ્છતાની દ્રષ્ટીએ અન્ય ગામડાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ બારોલિયા ગામ હવે કચરામાંથી કંચન બનશે.  ધરમપુર તાલુકાનું બારોલિયા ગામ કુલ ૯૪૫ ઘર અને ૪૦૮૮ વસ્તી ધરાવે છે. આ નાનકડા ગામમાં સ્વચ્છતાનું જન આંદોલન ઘરે ઘરે જોવા મળે છે. પોતાનું ગામ સ્વચ્છ રહે તે માટે ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને સભ્યો દ્વારા તો સરકારની વિવિધ ગ્રાંટ હેઠળ સાધનો ખરીદવામાં આવે જ છે પરંતુ ગામના લોકોમાં પણ સફાઈની સ્વયં શિસ્ત જોવા મળે છે.  જે...