ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો.
તારીખ :૦૬-૦૯-૨૦૨૩નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી પર્વ અંતર્ગત દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો. તેમાં મટકી ફોડના કાર્યક્રમમાં ધોરણ ૬ થી ૮ બાળકો જોડાયા હતાં. આ કાર્યક્રમ તૈયાર કરવા માટે શાળાની શિક્ષિકા બહેનો વૈશાલીબેન, પ્રિયંકાબેન અને શીતલબેનનો સિંહફાળો રહ્યો હતો.તેમાં તમામ તૈયારી તેમનાં દ્વારા કરવામાં આવી હતી. શાળાની દીકરી દ્વારા ગીત રજૂ કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ દરેક બાળકોને નાસ્તો અને મીઠાઈ વહેંચવામાં આવી હતી.
















Comments
Post a Comment