Skip to main content

Posts

Showing posts from October, 2023

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ખેરગામ તાલુકાની વિવિધ શાળામાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ.

   શામળા ફળિયા પ્રાથમિક શાળા  ખેરગામ તાલુકાની વિવિધ શાળામાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ. ખેરગામ દૈનિક ન્યૂઝ | ૩૦-૧૦-૨૦૨૩ "સ્વચ્છતા હી સેવા"ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. ખેરગામ તાલુકાના વિવિધ ગામો, વિસ્તારોમા સઘન સફાઈ ચાલી રહી છે. જેમાં વ્યાપક જનસહયોગ પણ મળી રહ્યો છે. ખેરગામ તાલુકાની શામળા ફળિયા, પોમાપાળ, વાવ , પહાડ ફળિયા, રાઘવા ફળિયા વાવ, નારણપોર, વાડ, નાંધઈ, કુમાર શાળા  અને   ખેરગામ જનતા માધ્યમિક શાળા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફે મળીને "સ્વચ્છતા એ જ સેવા"ના સૂત્રને સાર્થક કર્યું હતું. આ સાથે નકામો કચરો દૂર કરીને શાળાની કાયાપલટ કરાઈ હતી. પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ                નાંધઈ પ્રાથમિક શાળા  વાડ મુખ્ય પ્રાથમિક શાળા         રાઘવા ફળિયા પ્રાથમિક શાળા વાવ

પોમાપાળ પ્રાથમિક શાળામાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ.

       પોમાપાળ પ્રાથમિક શાળામાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ. "સ્વચ્છતા હી સેવા"ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. ખેરગામ તાલુકાના વિવિધ ગામો, વિસ્તારોમા સઘન સફાઈ ચાલી રહી છે. જેમાં વ્યાપક જનસહયોગ પણ મળી રહ્યો છે. ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફે મળીને "સ્વચ્છતા એ જ સેવા"ના સૂત્રને સાર્થક કર્યું હતું. આ સાથે નકામો કચરો દૂર કરીને શાળાનું મેદાન અને રસ્તો ચોખ્ખો કરવામાં આવ્યો હતો.

ધરમપુરનાં આવધા ખાતે ક્રાંતિકારી જનનાયક બીરસા મુંડાની 148મી જન્મ જયંતી ઉજવણી બાબતે આયોજન કરવામાં આવ્યું.

  ધરમપુરનાં આવધા ખાતે  ક્રાંતિકારી જનનાયક બીરસા મુંડાની 148મી જન્મ જયંતી ઉજવણી બાબતે આયોજન કરવામાં આવ્યું. તા.28/10/2023 ના દિને ધરમપુર તાલુકાના આવધા ગામે આગામી દિવસોમાં આવનાર 15 મી નવેમ્બરે ધરતીઆબા,જન નાયક ક્રાંતિકારી બિરસામુંડાની 148મી જન્મજયંતિની ઉજવણીના આયોજનના ભાગરૂપે આદિવાસી સમાજના હિતેચ્છુઓ સાથે ચર્ચા વિચારણા કરી આગામી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી. જેમાં તારીખ 15-11-2023નાં દિને સાંજે 7:00 કલાકે આવધા પુલ પાસે તા.ધરમપુર જી.વલસાડ ખાતે બિરસા બ્રિગેડ આયોજકો દ્વારા કાર્યક્રમ યોજાશે. આ  આયોજન નિમિત્તે આવધા ગામના સરપંચશ્રી સુરેશભાઈ, આવધા ગામના માજી સરપંચશ્રી રજીતભાઈ, રાજપુરી જંગલ ગામના સરપંચશ્રી હરેશભાઇ, રાજપુરી જંગલ ગામના માજી સરપંચશ્રી આનંદભાઈ, તાલુકાપંચાયતના માજી સભ્યશ્રી દેવજીભાઈ, નિલેશભાઈ નિકુલીયા,ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, વિજયભાઈ, કમલેશભાઈ,દિનેશભાઇ અને આજુબાજુના ગામોમાંથી આગેવાન મિત્રો હાજર રહ્યા હતા.

કપરાડાના સુથારપાડા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

    તા.28/10/2023 ની રાત્રે કપરાડા તાલુકાના સુથારપાડા ગામે જય આદિવાસી મહાસંઘ દ્વારા આયોજિત ગરબા રાસ નૃત્ય સ્પર્ધા અને આદિવસી સમાજની જનજાગૃતિનું આયોજન ભાસ્કરભાઈ,અને સુથારપાડા ગામના  સરપંચશ્રી રાજેશભાઈની આગેવાનીમાં કરવામાં આવ્યું. જેમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી.  આદિવાસી વિસ્તારમાં જે અપમૃત્યુના બનાવો બની રહ્યા હોઈ જે બાબતે માં બાપ, યુવાનો અને આગેવાનોએ જવાબદારી સ્વીકારી  યુવક-યુવતીઓને જાગૃત કરવાની વાત આગેવાનો દ્વારા કહેવામાં આવી. જ્યાં વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ ખાસ હાજર રહ્યા હતા સાથે માજી જિલ્લા પંચાયત સભ્યશ્રી જયશ્રી બેન,ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ,તાલુકા પંચાયત સભ્યશ્રી કુંજાલી બેન,સરપંચશ્રી જયેંદ્ર ભાઈ,સામાજિક આગેવાન બીસ્તુ ભાઈ,સામાજિક આગેવાન કાંતિલાલ સરનાયક,રાહુલ પટેલ,દશરથભાઈ,દિવ્યેશભાઈ સિગાડે હાજર રહ્યા.

શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

           તારીખ : ૨૮-૧૦-૨ ૦૨૩નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.  શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ આયોજિત રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજવામાં આવ્યો હતો.જેમાં ખેરગામ તાલુકાનાં વિવિધ ગામોનાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો.  ખેરગામના કથાકાર પ.પૂ. પ્રફુલ શુક્લ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા.  સૌ પ્રથમ પીપલગભાણનાં રક્તદાતાશ્રી પ્રતીક એચ દેસાઈએ  રક્તદાન કર્યું. રક્તદાનને મહાદાન નામ આપવામાં આવ્યું છે કારણ કે તમે જે રક્તદાન કરો છો તેનાથી ઘણા લોકોના જીવન બચે છે. દર વર્ષે લાખો લોકોને લોહી ચઢાવવાની જરૂર પડે છે. કેટલાકને ઓપરેશન દરમિયાન લોહી ચઢાવવાની જરૂર પડી શકે છે. ક્યારેક અકસ્માત બાદ પણ ઈમરજન્સીમાં લોહી ચઢાવવામાં આવે છે. રક્તની વ્યવસ્થા ન થવાને કારણે ઘણાં વ્યક્તિઓના જીવ ગુમાવ્યાનાં સમાચાર મીડિયામાં અવારનવાર સાંભળવા મળે છે. હવે લોકો રક્તદાનનું મહત્વ સમજવા લાગ્યાં છે. ત્યારે "રક્તદાન એ મહાદાન છે." એ  ઉકિત સાર્થક કરતાં સમાજ સેવાનું ભગ...

કુમાર શાળા ખેરગામના ઉપશિક્ષિકા શ્રીમતી જશુબેન પટેલનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો.

                               કુમાર શાળા ખેરગામના ઉપશિક્ષિકા શ્રીમતી જશુબેન પટેલનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો. તારીખ : ૦૯-૧૦-૨૦૨૩નાં રોજ ખેરગામ કુમાર શાળા ખાતે ફરજ બજાવતા શ્રીમતી જશુબેન પટેલનો નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો હતો.  જશુબેન પટેલનો જન્મ ચીખલી તાલુકાના  ઘેજ નાના ડુંભરિયા ગામે તા. ૦૨/૦૬/૧૯૬૫ નાં રોજ થયો હતો. તેમણે બાલ્યકાળનાં શરૂઆતથી જ શિક્ષણમાં રસ ધરાવી શિક્ષણ જગતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. તા. ૧૯/૦૯/૧૯૮૮ દિને ખાતામાં દાખલ થયા હતા. પ્રથમ તેમણે ઉમરગામ (સરીગામ) વાડિયાપાડા પ્રા. શાળામાં નિમણૂંક મેળવી ૯ વર્ષ ૨ માસ સેવા બજાવી હતી. ત્યારબાદ તા.૧૯/૧૨/૧૯૯૮ થી વાડ ઉતાર ફ.પ્રા. શાળામાં ૨ માસ ૨૭ દિવસ સેવા બજાવી અને તા.૧૭/૦૩/૧૯૯૯ થી ૩૧/૧૦/૨૦૨૩ સુધી સદર  શાળામાં ૨૪ વર્ષ ૨ માસ અને ૧૪ દિવસ સેવા આપી શૈક્ષણિક કાર્યક્ષેત્રમાં ઓતપ્રોત  રહી બાળકોના સર્વાંગી વિકાસમાં અગત્યનો ફાળો આપ્યો જે શાળાનાં  વિધાર્થીઓ, વાલીઓ તથા શિક્ષણગણ તેમનાં તરફથી મળેલ સેવાની કદર કરે છે.  તેમણે ...

લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ના ઉપક્રમે ૨જી ઓકટોબરે પદયાત્રા યોજાઈ.

               લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ના  ઉપક્રમે ૨જી ઓકટોબરે પદયાત્રા યોજાઈ. લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ના  ઉપક્રમે ૨જી ઓકટોબર ગાંધી જયંતિના ભાગરૂપે છેલ્લા ૪ વર્ષ થી અલગ અલગ વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા, વ્યસનમુક્તિ, સત્યતા, પ્રકૃતિ, પર્યાવરણ અને આરોગ્ય સહિતના વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે. જેમાં આ વર્ષે આવધા થી પિપરોળ વરસાદી દેવના ડુંગર સુધી પદયાત્રા યોજાઈ હતી. આ યાત્રા દરમિયાન રસ્તામાં આવતા કુદરતી જોવાલાયક સ્થળો પર પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવતો પ્લાસ્ટિકનો કચરો વણીને સાફસફાઇ કરી તેમજ પિપરોળ વરસાદી દેવના ડુંગર પર ૨૦૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ યાત્રામાં લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી નિલમભાઈ પટેલ, સંસ્થાના કાર્યકર્તાઓ, ધરમપુર તાલુકાના આદિવાસી સમાજના અગ્રણી સમાજસેવક કમલેશભાઈ પટેલ,  તેમજ શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર, NSS વિભાગનાં વિદ્યાર્થીઓ સહિત ધરમપુર તાલુકાના યુવાનો યાત્રામાં જોડાયા હતા.