ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ધરમપુરનાં આવધા ખાતે ક્રાંતિકારી જનનાયક બીરસા મુંડાની 148મી જન્મ જયંતી ઉજવણી બાબતે આયોજન કરવામાં આવ્યું.
ધરમપુરનાં આવધા ખાતે ક્રાંતિકારી જનનાયક બીરસા મુંડાની 148મી જન્મ જયંતી ઉજવણી બાબતે આયોજન કરવામાં આવ્યું.
તા.28/10/2023 ના દિને ધરમપુર તાલુકાના આવધા ગામે આગામી દિવસોમાં આવનાર 15 મી નવેમ્બરે ધરતીઆબા,જન નાયક ક્રાંતિકારી બિરસામુંડાની 148મી જન્મજયંતિની ઉજવણીના આયોજનના ભાગરૂપે આદિવાસી સમાજના હિતેચ્છુઓ સાથે ચર્ચા વિચારણા કરી આગામી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી. જેમાં તારીખ 15-11-2023નાં દિને સાંજે 7:00 કલાકે આવધા પુલ પાસે તા.ધરમપુર જી.વલસાડ ખાતે બિરસા બ્રિગેડ આયોજકો દ્વારા કાર્યક્રમ યોજાશે.
આ આયોજન નિમિત્તે આવધા ગામના સરપંચશ્રી સુરેશભાઈ, આવધા ગામના માજી સરપંચશ્રી રજીતભાઈ, રાજપુરી જંગલ ગામના સરપંચશ્રી હરેશભાઇ, રાજપુરી જંગલ ગામના માજી સરપંચશ્રી આનંદભાઈ, તાલુકાપંચાયતના માજી સભ્યશ્રી દેવજીભાઈ, નિલેશભાઈ નિકુલીયા,ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, વિજયભાઈ, કમલેશભાઈ,દિનેશભાઇ અને આજુબાજુના ગામોમાંથી આગેવાન મિત્રો હાજર રહ્યા હતા.



Comments
Post a Comment