Skip to main content

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

તાલુકા પંચાયત નવસારી આયોજિત રમતોત્સવ 2023-24 ઉજવાયો.

            

તાલુકા પંચાયત નવસારી આયોજિત રમતોત્સવ 2023-24 ઉજવાયો.

પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોનો  રમતોત્સવ તારીખ 8 અને 9 જાન્યુઆરી 2024ના રોજ પારડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો. સમારંભના ઉદ્ઘાટક શ્રી રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી નવસારી  સાથે   તાલુકા પંચાયત નવસારીના પ્રમુખશ્રી પ્રતિભાબેન આહીર, જિલ્લા પંચાયત નવસારીના સદસ્ય દર્શનાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ,  મહામંત્રી શ્રી રમેશભાઈ રાઠોડ, ગામના સરપંચ શ્રી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બી.આર.સી, સી.આર.સી. શાળાના મુખ્ય શિક્ષકોએ મોટી સંખ્યામાં હાજરી આપી. 

            નવસારી મતવિસ્તારના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સાહેબે રમતોત્સવને ખુલ્લો મૂક્યો. સાથે દરેક શિક્ષકો અને બાળકોને અભિનંદન પાઠવ્યા કેન્દ્ર કક્ષાએ વિજેતા થઈ વિભાગ કક્ષાએ અને વિભાગ કક્ષાએથી વિજેતા થઈ તાલુકા કક્ષા એ પહોંચતા દરેક બાળકોને ખેલદિલી પૂર્વક રમત રમી ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કરવા માટેની શુભેચ્છાઓ પાઠવી. 

        નવસારી તાલુકાની પ્રાથમિક શાળાના 2872 બાળકોએ કેન્દ્ર કક્ષાએ ભાગ લઈ વિભાગ કક્ષાએ વિજેતા થયેલા 264 બાળકો તાલુકા કક્ષાએ  વિવિધ રમતોમાં સ્પર્ધક બની આવ્યા હતા. જેમાં વ્યક્તિગત રમત દોડ, દેડકાદોડ, લીંબુ ચમચી, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લાંબીકૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંકે, સાઘિક રમતો ખો-ખો, કબડ્ડી, ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યુ હતું. 


     આ રમતોત્સવની ખાસ વાત એ હતી કે દરેક બાળકોની રમત પ્રમાણે ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવી હતી. અને રમતોને ફેસબુક  લાઇવ દ્વારા શિક્ષકો પણ નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવેલું હતું.

     બીજા દિવસે ક્રિકેટની રમત રમાડવામાં આવી.  જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી અરુણકુમાર અગ્રવાલ સાહેબે રમતોત્સવની મુલાકાત લઇ સૌને અભિનંદન પાઠવ્યા વર્ગખંડમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરવા માટેની શુભેચ્છા આપવામાં આવી. 

   આમ, કેન્દ્ર કક્ષાએ 2872 બાળકો અને તાલુકા કક્ષાએ 284 બાળકોએ અને 32 શિક્ષક ભાઈ બહેનોએ  ઉત્સાહભેર ભાગ લીધો..

સમગ્ર આયોજનમાં તાલુકાના વિવિધ સમિતિ ના શિક્ષકો,પારડી પ્રા. શાળાના બાળકો શિક્ષકો અને પારડી ક્રિકેટ ગ્રાઉન્ડના હિતેશ ભાઈ નો સારો સહકાર રહ્યો હતો.





Comments

Popular posts from this blog

Vansda (Singad Pra School) :વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

            Vansda (Singad Pra School) :વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. વાંસદા તાલુકાના સીંગાડ ગામની પ્રાથમિક શાળામાં સાંસદ ડો. કે.સી.પટેલના અધ્યક્ષપદે વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સામાજિક કાર્યકર રમણભાઈ એલ. પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદ્દઘાટન થયું હતું. નવીનભાઈ એસ. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અતિથિઓમાં પ્રમુખ વાંસદા તાલુકા પંચાયત દીપ્તિબેન પી. પટેલ, ઉપપ્રમુખ વાંસદા તાલુકા પંચાયત માધુભાઈ વી. પટેલ, કારોબારી અધ્યક્ષ વાંસદા તાલુકા પંચાયત તરુણભાઇ બી. ગાંવિત, ઉપપ્રમુખ ગ્રામ સેવામંડળ વિજયભાઈ માહલા, વાંસદા તાલુકાના સક્રિય આગેવાન રાકેશભાઈ શર્માનો સમાવેશ થતો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સીંગાડ ગામના સરપંચ ઉમાબેન વી. પટેલ, આગેવાનો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ અશ્વિનભાઇ પી. પટેલ, ગામના સામાજિક આગેવાન વિજયભાઈ આર. પટેલ, શાળાના આચાર્ય અને શાળા પરિવાર, એસ. એમ.સી.ના સભ્યો તથા શાળાના તમામ હિતેચ્છુઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનાં આમંત્રણ  અન...

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

 Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ. સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું. જે પૈકી  ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે  અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો.  રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ , છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપરા ગામ ત...

ખેરગામ તાલુકાના બહેજ રૂપા ભવાની મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

             ખેરગામ તાલુકાના બહેજ રૂપા ભવાની મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો. તારીખ :૨૪-૧૧-૨ ૦૨૩નાં દિને ખેરગામ તાલુકાના બહેજ રૂપા ભવાની મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો. આ રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. ત્યારબાદ કૃતિખડક પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક અને પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  આ કૃષિ મહોત્સવમાં  ડૉ. ખોડીપાડ, કૃષિ વૈજ્ઞાનિક દ્વારા અન્ન મિલેટ વક્તવ્ય અને પ્રશ્નોતરી રજૂ કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતોમાં ૧. શ્રીમતી રેખાબેન - પ્રગતિશીલ ખેડુત -ગામ વાવ ૨. શ્રીમતી જીયાબેન આહિર- પ્રગતિશીલ પશુપાલક ૩. શ્રી ધર્મેશભાઈ લાડ - પ્રગતિશીલ ખેડુત- ગામ-પણંજ દ્વારા વક્તવ્ય, સહકાર વિભાગના ૨૦ મુદ્દા કાર્યક્રમ અંગેનું વકતવ્ય સબ ઓડીટરશ્રી, જિલ્લા રજીસ્ટ્રાર સહકારીમંડળીઓની કચેરી નવસારી, શ્રી ડી.એન.ગરાસીયા, FPO ની કામગીરી અંગ...