Skip to main content

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Khergam : ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ભાઈઓ અને બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

   


Khergam : ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ભાઈઓ અને બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

તારીખ : ૦૩-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ખેરગામના વાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાઈઓ અને બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં ભાઈઓની બજરંગ ઈલેવન અને જયશ્રી રામ એમ બે ટીમ અને બહેનોની બ્લૂ જાયન્ટ અને પિન્ક પેન્થર એમ બે ટીમ મળી કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો.જેમાં ભાઈઓમાં બજરંગ ઈલેવન અને બહેનોમાં પિન્ક પેન્થર ટીમ વિજેતા થઈ હતી વિજેતા ટીમને અને રનર્સ ટીમને ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યું  હતું 

જેમાં કાર્યક્રમના ઉદ્દઘાટક તરીકે ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે અતિથિ વિશેષશ્રી પદે શ્રી મહેશભાઈ વિરાણી (TDO સાહેબશ્રી ખેરગામ),શ્રીમતી લીનાબેન અમદાવાદી (તા.પં. ઉપપ્રમુખશ્રી), શ્રીમતી જશોદાબેન પટેલ શ્રીમતી અલ્કાબેન પટેલ (તા.પં. સદસ્ય), શ્રીમતી અંજલિબેન પટેલ (સરપંચશ્રી ગ્રા.પં.) તેમજ સરપંચ પતિ અને વાડ ગામના અગ્રણી ચેતનભાઈ પટેલ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી રાજેશભાઈ ચૌધરી, ખેરગામ શિક્ષક સંઘ પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, ચિખલી શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ, ચિખલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિજયભાઈ, ચિખલી શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી યોગેનસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

આમંત્રિત મહેમાનશ્રીઓમાં શ્રી વિજયકુમાર પટેલ (બીઆરસી કો.ઓ. ખેરગામ),શ્રી સુનિલભાઈ પટેલ (ચેરમેનશ્રી ધી ચીખલી/ ખેરગામ તાલુકા ટીચર્સ ક્રેડિટ સોસાયટી),શ્રી પ્રશાંતકુમાર પટેલ બીટ નિરીક્ષકશ્રી ખેરગામ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મહાપ્રસાદનું આયોજન  વાડ ગામના અગ્રણી દાતાશ્રી, સામજિક કાર્યકર અને બક્ષીપંચ યુવામોર્ચા પ્રમુખશ્રી, ખેરગામનાં દિનેશભાઈ પટેલ તરફથી  કરવામાં આવ્યું હતું.

આ તબક્કે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સહિત સમગ્ર શિક્ષક સમાજ શ્રી દિનેશભાઈ પટેલનો શિક્ષક સમાજના કાર્યક્રમને સફળ બનાવવા બદલ અંતઃ કરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે.



Comments

Popular posts from this blog

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

  Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આય...

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

   Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણ...

Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ.

          Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ. ભાઈઓની ફાઈનલ મેચમાં ચીખલી ટીમ ચેમ્પિયન. બહેનોની ફાઈનલ મેચમાં વાંસદા ટીમ ચેમ્પિયન. આ ટૂર્નામેંટમાં ભાઈઓ માટે ટેનીસ નીવ્યા હેવી અને બહેનો માટે સ્ક્વેર કટ લાઇટ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તારીખ:- --16/03/2024 અને તા:17/03/2024ને શનિવાર અને રવિવારના રોજ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે નવસારી જીલ્લાના 6 તાલુકાનાં ભાઈઓ અને બહેનોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન  કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ તાલુકાની ભાઈઓની અને બહેનોની મળી એમ કુલ 12 ટીમેએ ભાગ લીધો હતો.દરેક તાલુકાની ભાઈઓની ટીમે પાંચ પાંચ લિંગ મેચ રમ્યા બાદ બે સેમિફાઇનલ અને ત્યારબાદ એક ફાઇનલ મેચ રમ્યા. જેમાં શિક્ષક ભાઈઓ ની ફાઇનલ મેચમાં ચીખલી તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને રનર્સ અપ તરીકે જલાલપોર તાલુકાની ટીમ રહી હતી. બહેનોની દરેક તાલુકાની છ ટીમે ભાગ લીધો દરેક ટીમે ત્રણ ત્રણ લિંક મેચ રમ્યા જેમાં શિક્ષિકા બહેનોની વાંસદા તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને ખેરગ...