ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો.
તારીખ : 12-10-2024નાં દિને ખેરગામના રામજી મંદિરના પટાંગણમાં પરંપરાગત દશેરા નિમિત્તે રામજી મંદિર ટ્રસ્ટ અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ દ્વારા વિશેષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મંદિરના દર્શનની સાથે આસપાસના વિસ્તારના હજારો લોકોએ મેળાનો લાભ લીધો હતો. જેમાં રાવણપૂતળાં દહન વલસાડ પત્રકાર વેલફેર એસોસિયેશનના પ્રમુખશ્રી હર્ષદભાઇ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.
હર્ષદભાઈ આહીર દ્વારા સૌપ્રથમ માતાજીની આરતીનો લાભ લઈ રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.ત્યારે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં રામજી મંદિર ટ્રસ્ટના આગેવાનો અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ યુવાનોના સહકારથી સમગ્ર આયોજન સફળ થયું હતું.
આ પ્રસંગે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા નોરતા અને રાવણ દહન કાર્યક્રમ સુધી નવ દિવસ સુધી ખડેપગે ફરજ બજાવનાર ખેરગામ PSI ગામીત સાહેબ અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Comments
Post a Comment