Skip to main content

Posts

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં ૨ કરોડ રૂપિયાથી વધુના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.

              ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં ૨ કરોડ રૂપિયાથી વધુના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.  તારીખ : ૨૦-૦૯-૨૦૨૩નાં દિને ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં  ₹ 2 કરોડથી વધુના વિવિધ કામોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અર્થે માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ગણદેવી મત વિસ્તારના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા પંચાયત ઉપ-પ્રમુખ શ્રીમતી અંબાબેન માહલા,પૂર્વ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ તેમજ વિવિધ ગામના સરપંચો આગેવાનો ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડની સરકારી ઇજનેરી કોલેજની જી ટી યુ ઇન્ટર ઝોન વોલીબોલ સ્પર્ધામાં ઝળહળતી સફળતા.

           વલસાડની સરકારી ઇજનેરી કોલેજની જી ટી યુ ઇન્ટર ઝોન વોલીબોલ સ્પર્ધામાં ઝળહળતી સફળતા. ગુજરાત ઇન્ટર ઝોન કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન જી ટી યુ દ્વારા રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજની વિદ્યાર્થિનીઓની ટીમે યુનિવર્સિટીની સમગ્ર કોલેજો પૈકી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કર્યું હતું.  ગર્લ્સ વોલીબોલ સ્પર્ધામાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજની કુલ ૩ વિદ્યાર્થિની ખુશી પટેલ, નેહા થોરાટ અને ઝીલ ટંડેલ તેમજ બોય્સ વોલીબોલ સ્પર્ધામાં આર્યન ટંડેલ દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરી જી.ટી.યુ વોલીબોલ ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પસંદગી પામેલા વિદ્યાર્થી એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીસ (એ.આઈ.યુ) દ્વારા આયોજિત વોલીબોલની સ્પર્ધામાં જી.ટી.યુ. નું પ્રતિનિધિત્વ કરશે. આ ઝળહળતી સફળતા બદલ સંસ્થાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. વી. ડી. ધીમન તથા આચાર્ય ડૉ.વી.એસ.પુરાણી દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓને તથા ટીમ મેનેજર પ્રો. પી.જે.પટેલ તથા પ્રો. કે.એ.ચૌધરી તથા રાજકોટ ખાતે ટીમ સંચાલક પ્રો. ભૂમિકા દોમડીયાને  અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થી...

ખેરગામની જનતા હાઈસ્કૂલમાં નિયમિત આચાર્ય તરીકે ચેતન પટેલની નિમણૂંક થઈ.

  ખેરગામની જનતા હાઈસ્કૂલમાં નિયમિત આચાર્ય તરીકે ચેતન પટેલની નિમણૂંક થઈ. ખેરગામ તાલુકાની 1958માં શરૂ થયેલી સુપ્રસિદ્ધ જનતા માધ્યમિક શાળામાં ઉત્તમભાઈ દલાભાઈ પટેલ- આચાર્ય નિવૃત્ત થતા ખાલી પડેલી જગ્યાએ યોગેશભાઈ લાડ અને મહેશભાઈ પટેલ દ્વારા શાળા સંચાલન થતું હતું. ખેરગામ ખાતે લગભગ છ વર્ષથી કોઈ નિયમિત આચાર્યની નિમણૂંક નહીં થતા તાલુકાની સૌથી મોટી માધ્યમિક શાળા માટે કે જે બોર્ડ પરીક્ષાના કેન્દ્ર તરીકે પણ કાર્યરત છે, અને અન્ય બાહ્ય પરીક્ષાઓનું કેન્દ્ર પણ આ  શાળામાં ફાળવવામાં આવે છે. માટે  ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખેરગામના નવનિયુક્ત આચાર્ય ચેતન પટેલે બારમી તારીખે કાર્યભાર સંભાળી લેતા તેમનું મંડળના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંતભાઈ પટેલ, મૂસ્તાન વોહરા, મહેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને શિક્ષકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અને શિક્ષક હોય તમામ સાથે તાલમેલ સાધી જનતા માધ્યમિક શાળાને પ્રગતિના પંથે આગળ ધપાવશે એવી  મંડળના હોદ્દેદારો અને ખેરગામની જનતાને આશા બંધાઈ છે. વધુ માહિતી માટે   દિવ્ય ભાસ્કર ન્યૂઝ  ની મુલાકાત લો. સ્રોત :  દિવ્ય ભાસ...

ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અઢી વર્ષ માટે રાજેશભાઈ પટેલની વરણી કરવામાં આવી.

                                                           તારીખ :૧૪-૦૯-૨૦૨૩નાં દિને ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અઢી વર્ષ માટે રાજેશભાઈ પટેલની વરણી કરવામાં આવી. ખેરગામ તાલુકા  પંચાયતના પ્રમુખશ્રી રક્ષાબેન પટેલના અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં  ખેરગામ તાલુકા પંચાયત હોલ ખાતે ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલભાઈ પટેલની હાજરીમાં બીજા અઢી વર્ષ માટે બહેજ ગામના રાજેશભાઈ પટેલની  પ્રમુખ પદ માટે, ઉપપ્રમુખ પદ માટે ખેરગામ બજારના લીનાબેન અમદાવાદીની  અને કારોબારી અધ્યક્ષ પદ માટે સુનિલભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. ખેરગામ તાલુકા પંચાયતથી રૂપાભવાની મંદિર સુધી ડીજે સાથે ખુલ્લી જીપમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.  જેમાં જિલ્લા અને તાલુકાના ભાજપ પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ખેરગામ તાલુકાના તમામ હિતેચ્છુઓએ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. 

ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે શામળા સી.આર.સી.કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

                ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક  શાળા ખાતે શામળા સી.આર.સી.કક્ષાનું  ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.  તારીખ :૧૩-૦૯-૨૦૨૩ના દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે શામળા સી.આર.સી.નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં સી.આર.સીની ૧૧ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ સ્વાસ્થ્ય વિભાગમાં સારું સ્વાસ્થ્ય  જ સાચી મૂડી કૃતિ શામળા ફળિયા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક, દ્વિતીય લાઈફ વિભાગમાં પર્યાવરણને અનુરૂપ જીવન શૈલી બનાવીએ કૃતિમાં વાવ પ્રાથમિક શાળાનો પ્રથમ ક્રમાંક, તૃતીય કૃષિ વિભાગમાં ચીકુ ધોવાનું  મશીન કૃતિમાં નારણપોર પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક, ચતુર્થ વાહન વ્યવહાર વિભાગમાં  અકસ્માત નિવારવાનાં ઉપાયોમાં નવી ભૈરવી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક અને પાંચમાં ટેકનોલોજી અને રમકડાં વિભાગમાં રમત દ્વારા ગણિત કૃતિમાં નાંધઈ પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંકે આવી હતી.  આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં શામળા ફળિયા કલસ્ટરના ઇન્ચાર્જ સી.આર.સી ટીનાબેન પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યે...

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નવા ગામે ૧૧ ઘર આગજની બનાવમાં નાશ પામ્યા.

  નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નવા ગામે ૧૧ ઘર આગમાં બળીને નાશ પામ્યા છે. જેમાં નવાગામ  આદિવાસી વિસ્તાર છે. ત્યાંના લોકો નાનીમોટી અવકાશી ખેતી અને મજૂરી પર નિર્ભર છે.ત્યાં ફરજ બજાવતા શિક્ષક શ્રી મીનેશભાઈ પટેલ અને ગૌરાંગભાઈ તથા તેમના ધર્મપત્ની દ્વારા અસરગ્રસ્ત ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. તેમનાં જણાવ્યા અનુસાર ૧૧ ઘર બળીને ખાખ થઈ ગયા છે. ઘરવખરી, કરિયાણું, કપડાં વગેરે જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ નાશ પામી છે. તો અમે અસરગ્રસ્તને વહારે આવવા અપીલ કરીએ છીએ  મીનેશભાઇ પટેલ તથા ગૌરાંગ ભાઈની ટીમ દ્વારા મદદ કરવા માટે નું આયોજન આ મુજબ છે. 1,વાસણો ની કીટ આપવી છે.એમાં.11 ઘર છે.તો આ મુજબ ઘર દીઠ, 2 તપેલી,3 થાળી વાટકી,2,અનાજના ડબ્બા ધાતુ ના,,અને..ચાદર,ધાબળા,ગોદળાં વગેરે..જો.તમારી ઈચ્છા હોય તો મીનેશભાઈ પટેલ.(શિક્ષક) 9924115453 નો સંપર્ક કરી

ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ નિપુણ ભારત અંતર્ગત વાર્તા લેખન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ.

               ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ નિપુણ ભારત અંતર્ગત વાર્તા લેખન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ. તારીખ :૧૧-૦૯-૨૦૨૩નાં દિને જીસીઇઆરટી– ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી નવસારીના સયુંકત ઉપક્રમે આયોજીત નિપુણ ભારત અંતર્ગત ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટેની વાર્તા(નિર્માણ) લેખન સ્પર્ધા યોજાઇ હતી.  જેમાં ખેરગામ કન્યા શાળા તા ખેરગામ જિ.નવસારીની વિદ્યાર્થિની ધૃવી સુનિલભાઈ પટેલ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જે બદલ તેમને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.      જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ વિદ્યાર્થી માર્ગદર્શક શિક્ષક અને શાળા પરિવારને ખેરગામ શિક્ષક સંઘ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.