ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ખેરગામ કન્યાશાળામાં આનંદ મેળો યોજાયો. આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા ખાણીપીનીના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. શાળામાં કુલ ૩૦ જેટલા જુદાજુદા સ્ટોલમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉંબાડીયું પાનીપુરી, વડાપાવ ભૂંગળા બટાકા સરબત મસાલાછાશ તરબૂચ ચાઈનીઝ ભેળ ખીચું મંચુરિયન કમરક વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. સ્ટોલનું સમગ્ર સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેળાના આયોજનથી બાળકને નાણાંકિય લેવક દેવળનું પ્રત્યક્ષ જ્ઞાનુ મળે નફો- ખોટ વિશે બાળક પ્રત્યક્ષ અનુભવ કરે. અને બાળકમાં આત્મ વિશ્વાસ પેદા થાય તે ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શાળાના SMC ના સભ્ય ખેરગામ કેન્દ્રશિક્ષકશ્રી/બીટ નિરીક્ષક પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ તેમજ શાળા આચાર્ય શ્રી ભરતભાઈ સુથાર તથા સ્ટાફગણ અને વાલીગણ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.