Skip to main content

Posts

Showing posts from January, 2024

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Valsad (Dharampur):ધરમપુર તાલુકાના મામાભાચા ગામે યંગસ્ટાર ઇલેવન અને કુળ પરિવાર દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-૮નું આયોજન કરાયું.

    Valsad (Dharampur):ધરમપુર તાલુકાના મામાભાચા ગામે યંગસ્ટાર ઇલેવન અને કુળ પરિવાર દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-૮નું આયોજન કરાયું. તા.30/01/2024 એ ધરમપુર તાલુકાના મામાભાચા ગામે યંગસ્ટાર ઇલેવન મામાભાચા કુળ કુટુંબ પરિવાર દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-8 નું આયોજન રમતું ભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું અને આજરોજ ફાઇનલ મેચ રમવા પહેલા રાષ્ટ્રીય ગીત ગાઈને ફાઇનલ મેચ  રમવાની શરૂઆત કરવામાં આવી અને આયોજક મિત્રોને ભારતીય સંવિધાન (ભારત દેશનું બંધારણ)ની બુક આપવામાં આવી. જેમાં આદિવાસી સમાજના ચૌધરી,ગાંવીત,બાગુલ, ખરપડે,ભેંસરા, દેશમુખ,માલધર્યા, કાંનાત, કનુજા, ભગરિયા, વાઘેરા,સાહરે,માંઢા,મોકાસી,ખાસિયા,ભોયા,વારડે, થોરાટ, વાઘમારે,ખાડમ,ગવળી,ધૂમ,જોગારી, પીઠે, પઢેર, શેવરે, ગાયકવાડ, માંહલા, પવાર, ઠાકરે, બારિયા, મોર્યા, પાડવી, ગાડર, જાદવ,ગાગોડા કુળ કુટુંબ પરિવારની 36 ટીમોએ ભાગ લીધો હતો. જ્યાં ફાઇનલ મેચમાં ટીમ વિજેતા ગવળી પરિવાર રહી હતી અને જેને રોકડ ઇનામ 40,000/- ચાલીસ હજાર અને ટ્રોફી આપવામાં આવી હતી,અને રનર્સ અપ તરીકે માંઢા પરિવાર રહી હતી જેને રોકડ ઇનામ 20,000/- વીસ ...

Khergam: ખેરગામ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીશ્રી પ્રભાતસિંહ પરમારનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ તલાટીનું સન્માન.

        Khergam:  ખેરગામ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીશ્રી પ્રભાતસિંહ પરમારનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ તલાટીનું સન્માન. ખેરગામ તાલુકાના વાડ ગામે ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં દિને  ખેરગામ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રભાતસિંહ કરણસિંહ પરમારનું તાલુકાનાં શ્રેષ્ઠ તલાટી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું. ખેરગામ ગ્રામપંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી પ્રભાતસિંહ પરમારની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તાલુકાનાં શ્રેષ્ઠ તલાટી તરીકે ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશ વિરાણીએ સન્માન કર્યું હતું. ખેરગામના અગ્રણીઓએ પ્રભાતસિંહ પરમારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેઓ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.

Chikhli (chaitali) : ચીખલી તાલુકાના ચિતાલી ગામે ધોડિયા સમાજના મૂળ વંશજ શ્રી ધનાજી-રૂપાજીના સ્થાનકના વિકાસનું ખાતમુહુર્ત ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે.

              Chikhli (chaitali) : ચીખલી તાલુકાના ચિતાલી ગામે ધોડિયા સમાજના મૂળ વંશજ શ્રી ધનાજી-રૂપાજીના સ્થાનકના વિકાસનું ખાતમુહુર્ત ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે. તારીખ 29-01-2024નાં દિને ચીખલી તાલુકાના ચિતાલી ગામ ખાતે ધોડિયા સમાજના મૂળ વંશજ શ્રી ધનાજી-રૂપાજીના સ્થાનકના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત  ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. ધોડિયા સમાજના અતિ મહત્વના સ્થાનક અને શ્રદ્ધાના કેન્દ્રના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવાનું સૌભાગ્ય  આપવા બદલ સમાજના આગેવાનોને નતમસ્તક રહી ધારાસભ્ય નરેશભાઈ પટેલે હ્દયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Khergam : ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

              Khergam :  ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન. વાડ ખાતે યોજાયેલ ૭૫માં પ્રજાસત્તાક પર્વના દિને વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલને ખેરગામ તાલુકા પંચાયત તરફથી તેમની વિશિષ્ટ કામગીરી બદલ તેમનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબના હસ્તે જ્યારે ખેરગામ કેન્દ્ર 'પ્રતિભાશાળી શિક્ષક'નું સન્માન વાડ ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલના હસ્તે  કરવામાં આવ્યું હતું. આમ તેમનું બેવડું સન્માન કરવામાં આવ્યું હતું. તેમનાં વિશિષ્ટ કાર્યોમાં  જિલ્લા કક્ષાએ ઇનોવેશનમા ભાગીદરી,વહિવટી ઓનલાઇન દરેક કામગીરીમાં ભાગીદારી, શાળા બાળકોને જરૂરિયાત મુજબ આર્થિક મદદ કરવી, શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીસંમેલન,ધોરણ -૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને સને -૨૦૨૨ ના વર્ષમાં લેમિનેટ 30 દેશી હિસાબ વિતરણ, શાળામાં વોલ પર લગાવેલ ફોર્મશીટના ફોટા માટે ૫૦૦૦/- નું દાન, શાળામાં સરસ્વતી માતાની ફોટો દાન, વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિના લેમિનેશન ના ફોટા માટે ૨૨૦૦/- રૂનું દાન, શાળાનો લોગો બનાવવ...

Gandhinagar : ગાંધીનગર ખાતે ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ગૌરવભેર ઉજવણી.

   Gandhinagar : ગાંધીનગર ખાતે ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ગૌરવભેર ઉજવણી. તારીખ : ૨૫-૦૧-૨ ૦૨૫નાં દિને ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા રાજ્ય મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીજીની ઉપસ્થિતિમાં 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં'મતદાન જેવું કંઈ નહીં, અમે મતદાન જરૂર કરીશું' ની થીમ સાથે શ્રેષ્ઠ ચૂંટણી કામગીરી કરનાર અને મતદાર જાગૃતિ માટે શ્રેષ્ઠ કામ કરનાર સૌને પુરસ્કારો એનાયત કરાયા હતા. દેશના સર્વાંગી વિકાસ અને લોકતંત્રની સમૃદ્ધિ માટે મતદાનમાં ભાગ લેવો એ પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી માહિતી સ્રોત : gujaratinformation

Mahuva : ધોડિયા વોલીબોલ પ્રિમિયર લિગ મહુવાના વસરાઈ ખાતે રમાઈ.

   Mahuva : ધોડિયા વોલીબોલ પ્રિમિયર લિગ મહુવાના વસરાઈ ખાતે રમાઈ. " સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ " વસરાઈ તા. મહુવા ખાતે પ્રથમ વખત ધોડિયા વોલીબોલ પ્રિમિયર લિગનું આયોજન દિશા ધોડિયા સમાજ ના સ્પોર્ટસ યુનિટદ્વારા કરવામાં આવ્યુ હતું. ધોડિયા સમાજ નાં સુરત તાપી નવસારી વલસાડ વ્યારા વાંસદાના શ્રેષ્ઠ દસ ટીમના ખેલાડીઓ નું ઉચ્ચ કક્ષાનું પ્રદર્શન ટીમો દ્વારા થયું હતું જેમાં બોરીયા ગામનાં પ્લેયર વિશાલ શંકર ભાઈ પટેલનું સ્વિમિંગમાં નેશનલ સુધી બેસ્ટ પરફોર્મન્સ માટે સન્માન કરાયું હતું . મહુવા તાલુકાનું બોરીયા એક એવું ગામ છે. જે સ્પોર્ટ્સ માટે પ્રખ્યાત છે. આ ગામમાંથી સ્પોર્ટ્સ ટેલેન્ટ થકી કેટલાય યુવાનોને નોકરી લાગી છે. અને સ્પોર્ટસ કલ્ચર વિકસાવવામાં બહુ મોટો ફાળો છે. એવી યુવા પ્રતિભાનું સન્માન થયું હતું. ટુર્નામેન્ટમાં સાગર કોસંબા ની ટીમ ચેમ્પિયન અને સુપર પાવર ખરોલીની ટીમ રનર્સ અપ બની હતી મોન્ટુ કોસંબા બેસ્ટ શુટર અને બેસ્ટ ડીફેન્ડર જીગ્નેશ બોરીયા થયા હતા. આટીમ અને પ્લેયરને પ્રોત્સાહિત કરવા આ વિસ્તારનાં આગેવાનો શ્રી રાકેશભાઈ પટેલ બાંધકામ સમિતિ અધ્યક્ષ શ્રી તુષારભાઈ પટેલ સુ. ફે. ડીરેકટર શ્રી યોગ...

Chikhli : બી.આર.સી. ભવન ચીખલી ખાતે બે દિવસીય કઠપૂતળી નિર્માણ કાર્ય શિબિર યોજાઈ.

           Chikhli : બી.આર.સી. ભવન ચીખલી ખાતે બે દિવસીય કઠપૂતળી  નિર્માણ કાર્ય શિબિર યોજાઈ. તારીખ : ૧૮-૦૧-૨૦૨૪ થી તા.૧૯-૦૧-૨૦૨૪ દરમ્યાન ચીખલી બી. આર.સી.ભવન ખાતે  બે દિવસીય કઠપૂતળી મોડ્યુલ કાર્ય શિબિર યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાનાં ૧૫ શિક્ષકો અને ચીખલી તાલુકાનાં શિક્ષકો જોડાયા હતા. આ બે દિવસ દરમ્યાન કઠપૂતળી બનાવવામાં આવી હતી. જેમાં મોજા, થર્મોકોલ, કાપડ, એમ એસ કાગળનો ઉપયોગ કરી કઠપૂતળી બનાવવામાં આવી હતી. તેમજ તેને સજાવવામાં પણ આવી હતી.  બીજા દિવસે તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં બાળગીત, અને વાર્તા સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય હેતુ અભ્યાસક્રમમાં આવતાં એકમોને કઠપૂતળી દ્વારા રજૂ કરવાથી બાળકોને આનંદપ્રમોદ સાથે બાળકોને શીખવી શકાય તે રહેલો છે.  આ તાલીમના તજજ્ઞ મિત્રોમાં ખેરગામના પ્રજ્ઞા બી.આર.પી. નિમિષાબેન આહિર, સી.આર.સી. વૈશાલીબેન સોલંકી, જ્યારે ચીખલી તાલુકાના હેતલકુમારી પટેલ, કુંજલતાબેન પટેલ, નીતાબેન પટેલ, નિલેશભાઈ પટેલ અને કલ્પેન્દ્રસિંહ પરમાર દ્વારા કઠપૂતળી તાલીમ આપવામાં આવી હતી. તાલીમ મોડ્યુલનું વિહંગાવલો...

અમલસાડ સરી કન્યાશાળા-૧ ની શિક્ષણ જગતમાં 'પારિજાત' સામયિક દ્વારા ભવિષ્યના લેખક, કવિ, વાર્તાકાર કે પત્રકાર બનાવવાં તરફ આગેકૂચ.

     અમલસાડ સરી કન્યાશાળા-૧ ની શિક્ષણ જગતમાં 'પારિજાત' સામયિક દ્વારા ભવિષ્યના લેખક, કવિ, વાર્તાકાર કે પત્રકાર બનાવવાં તરફ આગેકૂચ. અમલસાડ સરી કન્યાશાળા-૧ એ શિક્ષણ જગતમાં આગવી પહેલ પહેલ શરૂ કરી છે. જેઓ એક વર્ષથી 'પારિજાત' નામનું સામયિક ચલાવે છે. જેના સંપાદક મંડળના સભ્યો  શાળાનાં બાળકો છે. જે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવે છે.  શાળાનાં આચાર્યશ્રી અજુવેન્દ્રભાઇ પટેલનાં જણાવ્યા અનુસાર  'પારિજાત'  ઈ- સામાયિક અને સોફ્ટ કોપી (અંક)  એમ બન્ને પ્રકારે વાચકો‌ સુધી પહોંચાડવામાં આવે છે.  આ સામાયિકની સોફ્ટ કોપી(અંક)ના  માસિક લવાજમ ફી ૨૦ રુપિયા પ્રમાણે ૧૦ માસની વાર્ષિક ૨૦૦ રૂપિયા રાખવામાં આવી છે. જેમાં ૧૦ અંક માસવાર છાપવામાં આવે છે આ સામયિકના કુલ આઠ(૮) પેજ છે. કુલ 50 હાર્ડ કોપી શાળાના એસએમસી સભ્યો, વાલીઓ તાલુકાના અન્ય શાળાના મુખ્ય શિક્ષકશ્રી તાલુકા શિક્ષણ અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને હાર્ડ કોપી દર માસે મોકલવામાં આવે છે.સભ્ય સંખ્યા ધીમે ધીમે વધી રહી છે અને વધતી જાય છે સૌપ્રથમ 25 અંક થી શરૂઆત કરી હતી જે આજે 50 અંક સુધી પહોંચી છે. આ...

ધરમપુરનાં સાતવાંકલ ગામે વિન્ટર ટ્રોફી ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

         ધરમપુરનાં સાતવાંકલ ગામે વિન્ટર ટ્રોફી ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તા19/01/2024 ના દિને ધરમપુર તાલુકાના સાતવાંકલ ગામે વિન્ટર ટ્રોફી 2024 નું આયોજન રામદાસ ભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત 13/01/2024ના દિને ક્રાંતિકારી બિરસામુંડાને પુષ્પમાળા પહેરવી કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ માં વિવિધ ગામોની 32 ટીમો એ ભાગ લીધો હતો. જેમાં સામરસીગી ટીમ વેજતા રહી જેને 22,222/- રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી,અને ખડકીની ટીમ રનર્સઅપ રહી હતી જેને 11,111/-રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી. જેમાં મોહનાકાઉંચાળી સરપંચશ્રી દેવું મોકાસી,ભેંસદરા ગામના સામાજિક આગેવાન ટીકુભાઈ, અંકુર પટેલ,વહિયાળ ગામના માજી સરપંચશ્રી દિલીપ પટેલ, હિરેન પટેલ, સહયોગ એગ્રો ધરમપુરના નિતેશ ગવળી,રાહુલ પટેલ,સુનિલ પટેલ,યુથ પ્રમુખ કામરાન ભાઈ,રમતુંભાઈ માજી સરપંચશ્રી આબોસી અને તેમના ગૃપ દ્વારા ધરમપુર તાલુકા પંચાયતના સદસ્યશ્રી કલ્પેશભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું જે બદલ કલ્પેશભાઈ પટેલે સૌ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

મરલા ખાતે વળવી ગરાસિયા કુળના વાર્ષિક સ્નેહ મિલન સંમેલન યોજાયું.

     મરલા ખાતે વળવી ગરાસિયા કુળના વાર્ષિક સ્નેહ મિલન સંમેલન યોજાયું. 74 ગામોમાં વસવાટ કરતા પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મરલા (ભાવજી ફળિયા) ગામે ધોડિયા સમાજના વળવી ગરાસિયા કુળનું 25મું (રજત જયંતિ વર્ષ) વાર્ષિક સ્નેહ મિલન સંમેલન કુળના પુત્રવધુ ડૉ. અમીયાબેન અર્પણભાઈ- પ્રમુખ અને ગોલ્ડમેડલ મેળવનાર ધનુબેન નિમલભાઈ- ઉપપ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયું.  કુળના મહાનુભાવોનું સ્વાગત શૈલેશભાઈ રણછોડભાઈના ઘરેથી સંમેલનના સ્થળ સુધી વાજતે ગાજતે અને કુળ પરિવારના સભ્યોનું સ્વાગત બાળાઓએ ગીત અને આદિવાસી નૃત્ય દ્વારા સૌને અભિભૂત કરી દીધા હતા.આ સંમેલન વળવી ગરાસિયા કુળના પ્રમુખ બાલુભાઈ નવલાભાઈ, ઉપપ્રમુખ અમ્રતભાઈ નિછાભાઈ ગોપાળભાઈ નારણભાઇ સંમેલન સફળ રીતે યોજાયું હતું.આ સંમેલનમાં વળવી ગરાસિયા કુળના વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા વ્યક્તિઓને શિલ્ડ આપી સન્માનીત કરાયા હતાં. સમગ્ર વળવી ગરાસિયા કુળના 74 ગામોમાં વસવાટ કરતા પરિવારોએ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતાં.

ઉનાઈ મંદિર પરિસરમાં રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી.

       ઉનાઈ મંદિર પરિસરમાં રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે ઉનાઇ મંદિરે માતાજી સમક્ષ શીશ ઝૂકાવી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના કરી. (નવસારી : ગુરુવાર ) મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ  નવસારી જિલ્લાના વાંસદાના ગાંધી મેદાન ખાતેથી રાજ્યના વન વિભાગ રાજ્ય દ્વારા આયોજિત વન સેતુ ચેતના યાત્રાને પ્રસ્થાન કરાવના અવસરે મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ અતિ પૌરાણિક ઉનાઈ માતાના મંદિરે દર્શન કર્યા હતા અને માતાજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક શીશ ઝૂકાવી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.  અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓએ આ અભિયાનરૂપે ઉનાઈ મા...

ચીખલીના રૂમલા ખાતે વડાપ્રધાનશ્રીનો પીએમ જનમનનાં લાભાર્થી સાથે સીધો લાઈવ લોકસંવાદ કાર્યક્રમ યોજાયો.

    ચીખલીના રૂમલા ખાતે વડાપ્રધાનશ્રીનો પીએમ જનમનનાં લાભાર્થી સાથે સીધો લાઈવ લોકસંવાદ કાર્યક્રમ યોજાયો. નવસારી જિલ્લાના રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીનો લાભાર્થી સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ યોજાયો. રૂમલા ખાતે  પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો લાઈવ સંવાદ કાર્યક્રમ ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી અનુપ્રિયા પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો. પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભવો સહિત ઉપસ્થિત ગ્રામજનોએ નિહાળ્યું. આદિમજૂથના  પરિવારો સુધી સરકારની પ્રજાલક્ષી યોજનાઓ પહોંચાડવા પીએમ જન મન અભિયાન કટિબધ્ધ  : કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી અનુપ્રિયા પટેલ (નવસારી : સોમવાર ) નવસારી  જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી અનુપ્રિયા પટેલના  અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કેન્દ્ર અ...

Valsad: સરકારી શાળામાં ભણતા ગરીબ પરિવારના બે સાધારણ બાળકની અસાધારણ સિધ્ધિ.

          Valsad: સરકારી શાળામાં ભણતા ગરીબ પરિવારના બે સાધારણ બાળકની અસાધારણ સિધ્ધિ.  વલસાડ જિલ્લાના બે વિદ્યાર્થીના પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા, બંને વિદ્યાર્થી જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પારડીના ખેરલાવની શાળાના વિદ્યાર્થીના ‘‘લાઈફ સેવિંગ વિન્ડો’’ અને ઉમરગામના ફણસાના વિદ્યાર્થીના ‘‘બીચ ક્લિનર’’ પ્રોજેક્ટની દિલ્હીથી પસંદગી થઈ.    હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે લાઈફ સેવિંગ વિન્ડો અને સમુદ્ર કાંઠાના પર્યટન સ્થળોની સફાઈ માટે બીચ ક્લિનર ઉપયોગી થઈ શકે   સમગ્ર ગુજરાતમાંથી માત્ર ૩ વિદ્યાર્થીની પસંદગી, વલસાડના બે અને મહેસાણાના એક વિદ્યાર્થીનો સમાવેશ. ‘‘એક નાનો વિચાર ઘણા મોટા આવિષ્કાર સર્જી શકે છે’’. આ વિધાનને વલસાડ જિલ્લાની સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બે બાળકોએ યથાર્થ ઠેરવ્યુ છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામના આદિવાસી પરિવારના દીકરા જિયાંશ અને ઉમરગામ તાલુકાના ફણસા ગામના માછી સમાજના દીકરા જૈનિલની કેન્દ્ર સરકારના ‘‘ઈન્સ્પાયર એવોર્ડ’’ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમના પ્રોજેક્ટની પસંદગી થઈ છે. આ...