ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ખેરગામ તાલુકાના બાલવાટિકા શિક્ષકોની સજ્જતા તાલીમ બહેજ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી. તારીખ ૨૬/૦૬/૨૦૨૩ થી તારીખ ૨૮/૦૬/૨૦૨૩ દરમ્યાન બાલવાટિકાનાં શિક્ષકો માટે બાલવાટિકાનાં બાળકો માટેના અભ્યાસક્રમ માટેની શિક્ષક સજ્જતા તાલીમ યોજાઈ હતી. ખેરગામ તાલુકાની 52 શાળાનાં ધોરણ ૧ થી ૫નાં શિક્ષકોમાંથી એક શિક્ષક તાલીમમાં હાજર રહ્યા હતાં. આ તાલીમમાં નવસારી શિક્ષણ અને તાલીમ ભવનનાં લેકચરરશ્રી ડૉ. પ્રકાશભાઈ પટેલ,બી.આર.સી. વિજયભાઈ પટેલ, તજજ્ઞ મિત્રોમાં પ્રજ્ઞા ખેરગામ તાલુકા બી..આર.પી. નિમિષાબેન આહિર, પાટી સી.આર.સી.ટીનાબેન પટેલ, પાણીખડક સી.આર.સી વૈશાલીબેન સોલંકી, ખેરગામ સી.આર.સી ભાવિકાબેન પટેલ ત્રણ દિવસની તાલીમ દરમ્યાન હાજર રહી તાલીમાર્થીઓને જ્ઞાનનું ભાથું પીરસ્યું હતું. ત્રણ દિવસીય દરમ્યાનની તાલીમના પ્રથમ દિવસે તેમના દ્વારા રમતો, બાળગીતો, પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સાથે સાથે બાલવાટિકાની learning outcome (LO) ની વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકોની યાદશક્તિ વિકાસની પ્રવૃત્તિઓમાં આંખો બંધ કરી આજુબાજુનાં વાતાવરણમાં કયા કયા આવજો સંભળાયા અને કેટલા અવાજો...