ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
સુરતના મહુવા તાલુકાના વસરાઇમાં રાષ્ટ્રીય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર ઉજવણી કરાઇ. ૧૩-૧ -૨૦૨૪ શનિવારના દિને સુરત જિલ્લાના વસરાઇ તા.મહુવા મુકામે દ્વિતિય આદિવાસી સાંસ્કૃતિક વારસાનાં નૃત્યોની ઝલક દ્વારા કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પચાસ હજારથી વધારે માણસોની હાજરીએ યોજાયેલ કાર્યક્રમમાં આસામ -લેહ લદાખ - છત્તીસગઢ - રાજસ્થાન- મહારાષ્ટ્ - મધ્યપ્રદેશ -તેલંગાણા - ગુજરાતની શ્રેષ્ઠ ટીમોએ ભાગ લીધો હતો. પારંપરીક વસ્ત્રો પરિધાન વાદ્યો અને ટ્રેડીશનલ નૃત્યો એ ભારે આકર્ષણ જમાવ્યું હતું. દેશભરના ટ્રાઇબલો ની સ્થિતિ અને સામુદાઇક સ્વાવલંબન થીમ પર યોજાએલ કાર્યક્રમ માં રાજસ્થાન દિલ્હી પશ્ચિમ બંગાળા ઓરિસ્સા તેલંગાના મધ્યપ્રદેશ જેવા ૧૪ રાજ્યોના પ્રતિનિધિમંડળો વચ્ચેનો સંવાદ અને વકતવ્યો દ્વારા સંસ્કૃતિક આદાનપ્રદાન દ્વારા આદિમ જીવનમૂલ્યો કેન્દ્રમાં આખો કાર્યક્રમ આદિવાસીઓનાં શાંત અલગ અને સંઘર્ષપૂર્ણજીવન સાથે જીવન વિતાવે છે. અને ભવિષ્યનાં પડકારો આ વિષય સંવાદસાથે કાર્ય...