Skip to main content

Posts

Showing posts from November, 2023

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ચીખલી તાલુકાના ઘેજ ગામે આદિવાસી સાંસ્કૃતિક અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

      તા.25/11/2023 ની રાત્રે ચીખલી તાલુકાના ઘેજ ગામે આદિવાસી સાંસ્કૃતિક અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. જે  રાકેશભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા વાંસદા વિધાનસભાના  માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો. જેમાં સૌ પ્રથમ પ્રકૃત્તિ પૂજન કરી સાંસ્કૃતિક કાર્યક્રમ શરુઆત કરવામાં આવી હતી. જેમાં નાના નાના બાળકો એ વિવિધ કૃતિઓ રજૂ કરી  ઉપસ્થિત લોકોનું ભરપૂર મનોરંજન પૂરું પાડયું હતું. આયોજન કર્તા તમામ મિત્રોને મહારૂઢિ ગ્રામસભા નવસારીના અધ્યક્ષ રમેશ પટેલના હસ્તે ભારતીય સંવિધાનની બુક અર્પણ કરવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં માજી જિલ્લા પંચાયત સભ્યશ્રી જયશ્રીબેન, ધરમપુર તાલુકા પંચાયત  સદસ્ય કલ્પેશ પટેલ, ડૉ.અનિલ પટેલ, તુષાર પટેલ,ચણવઈ ગામના આગેવાન હિરેન ભાઈ,અને એમના સાથી મિત્રો, ખેરગામના સરપંચ શ્રી ઝરણાંબેન, નડગધરી ગામના સરપંચ શ્રી દિનેશભાઈ, મોહનાકાઉંચાળી સરપંચશ્રી દેવું મોકાસી, ઉનાઈ સરપંચ શ્રી મનીષભાઈ, યોગેશ પટેલ, પીપલખેડ ગામના સામાજિક આગેવાન ભગવતીબેન, ગડી ગામના આગેવાન ચેતન ચૌધરી, વાંકલ ગામના આગેવાન રાકેશ પટેલ, વિજયભાઈ કટારકર રૂમલા, સહિત મો...

ખેરગામના વાડ ગામે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 296 રક્ત એકત્રિત થયું.

                                  ખેરગામના વાડ ગામે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 296 રક્ત એકત્રિત થયું. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો વિતરણ કરાયા ખેરગામ,ખેરગામ તાલુકાના વાડ ગામ ખાતે આવેલ રામજી ભૂતબાપાના મંદિરે આજે ગુરૂવાર ના રોજ ૨૩મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં પૂજા હવન કર્યા બાદ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન પાછલા ત્રણ વર્ષથી કરવામાં આવી રહ્યું છે.અને મોટી સંખ્યામાં યુવાનો તેમજ મહિલાઓ રક્તદાન પણ કરવા માટે  ઉમટી પડી હતી.જેમાં 296 જેટલી બોટલ એકત્રિત થઈ હતી.રક્તદાન કરનારા રક્તદાતાઓને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે બાઈક તેમજ સાયકલ જેવા ઈનામો રાખવામાં આવ્યા હતા. જ્યારે તમામ રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે નાના પાણીના કુલરો પણ આપવામાં આવ્યા હતા.સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેનો પણ વાડ ગામના લોકોએ લાભ લીધો હતો આ પાટોત્સવને સફળ બનાવવા ગામના આગેવાન ચેતન પટેલ,દિનેશ પટેલ તેમજ અન્ય આગેવાનો અને યુવાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ તેમજ ખેરગામ મામલતદાર દલપતભા...

વાંસદાની આદિવાસી યુવા પર્વતારોહી કાજલ માહલા હિમાલયની શિખરે.

        વાંસદાની આદિવાસી યુવા પર્વતારોહી કાજલ માહલા હિમાલયની શિખરે. સ્વામી વિવેકાનંદ માઉન્ટેરીંગ સંસ્થાને સિલેક્ટેડ પર્વતારોહીઓને હિમાલય ટ્રેકીંગમાં માઉન્ટ ફેન્ડશીપ પીક હાઈટ સુધી પહોંચાડયા હતાં. વાંસદા પ્લેયર ક્રિકેટ એસોસિએશન   અંતર્ગત યશ એડવેન્ચર અને પર્વતારોહણ તોરણીયા ડુંગર ગોધાબારી-સરા વાંસદા તાલુકાના યુવાધન બેઝિક, એડવાન્સ, કોચિંગ અને સફળ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામગીરી કરી છે, વાંસદાની કાજલ માહલાએ હિમાલય પરિભ્રમણમાં સફળતા પ્રાપ્ત કરી હિમાલયની ચોટી પર તિરંગો લહેરાવ્યો હતો. સ્વામી વિવેકાનંદ માઉન્ટેરિંગ સંસ્થાનથી સિલેક્ટેડ પર્વતારોહીઓને હિમાલયા ટ્રેકિંગમાં માઉન્ટ ફ્રેન્ડશીપ પીક હાઈટ (૫૨૮૭) મીટરે તિરંગો લહેરાવ્યો હતો, ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેરિંગ પહલગામ (જમ્મુ અને કાશ્મીર) ખાતે બેઝિક માઉન્ટેરિંગ કોર્સ તારીખ ૨૮ જુનથી ૨૧જુલાઈ ૨૦૨૨ કાર્યરત હતો. એમાં રોક કલાઈમ્બિંગ અને સ્ટ્રીમ ક્રોસિંગ, આઈસ સાથે કઠોર પરિક્ષણ, ટેસ્ટ ઇન્ડોરન્સ ટેસ્ટ, સાત કિલોમીટર હિલ રનિંગ જેમાં કાજલ માહલા પહેલા ક્રમે રહી હતી. ત્યારબાદ હિમાલયન માઉન્ટેન્યરીંગ ઈન્સ્ટિટ્યૂટ (દાર્જિલિંગ) ખાતે એડવા...

તળાજા તાલુકાના સોસિયા ગામની દીકરી રેસલિંગમાં વિશ્વ ચેમ્પિયન બની.

             તળાજા તાલુકાના સોસિયા ગામની દીકરી રેસલિંગમાં વિશ્વ ચેમ્પિયન બની.  ઉષાબેનની સફળતાનનું શ્રેય સોસિયા પ્રાથમિક શાળાના શિક્ષક  ગોહિલ પ્રદીપસિંહ સુખદેવસિંહ અને આઈ. એસ. પરમાર તથા શાળા પરિવારના ફાળે.  કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના  નાનકડા એવા સોસિયા ગામની દીકરીએ સાબિત કરી દીધું છે. વિકલાંગ પિતાની દીકરીએ રસલીંગમા અનેક દેશોની સમક્ષ છોકરીઓને પછડાટ આપીને વિશ્વ ચેમ્પિયન બની છે. પહેલા રાજય,રાષ્ટ્રીય અને વિશ્વ લેવલે ગોલ્ડ મેડલ લાવીને અહીંની શાળા સહિત તળાજા પંથકમાં અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ છે.જેમને આ સંદેશ આપ્યો છે. રશિયા મુકામે યોજાયેલ વર્લ્ડ ચેપલીંગ રેસલિંગ) ચેમ્પિયનશીપમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતી ભારત દેશનું અને સોસિયા ગામનું ગૌરવ વધારનાર બારૈયા ઉષાબેન મનજીભાઈ કે જેઓનું પ્રાથમિક શિક્ષણ સોસિયા પ્રાથમિક શાળામાં કર્યું. ધોરણ ૧ થી ૬ સુધીના અભ્યાસમાં ખો-ખો અને એથ્લેટિક્સમાં ખૂબજ સારું પ્રદર્શન કરી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ DLSS સ્પોર્ટ્સ સ્કૂલમાં ટ્રાયલ આપી પસંદ થયેલ. જેમાં તેઓને દ...

ખેરગામ તાલુકાના બહેજ રૂપા ભવાની મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

             ખેરગામ તાલુકાના બહેજ રૂપા ભવાની મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો. તારીખ :૨૪-૧૧-૨ ૦૨૩નાં દિને ખેરગામ તાલુકાના બહેજ રૂપા ભવાની મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો. આ રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. ત્યારબાદ કૃતિખડક પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક અને પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  આ કૃષિ મહોત્સવમાં  ડૉ. ખોડીપાડ, કૃષિ વૈજ્ઞાનિક દ્વારા અન્ન મિલેટ વક્તવ્ય અને પ્રશ્નોતરી રજૂ કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતોમાં ૧. શ્રીમતી રેખાબેન - પ્રગતિશીલ ખેડુત -ગામ વાવ ૨. શ્રીમતી જીયાબેન આહિર- પ્રગતિશીલ પશુપાલક ૩. શ્રી ધર્મેશભાઈ લાડ - પ્રગતિશીલ ખેડુત- ગામ-પણંજ દ્વારા વક્તવ્ય, સહકાર વિભાગના ૨૦ મુદ્દા કાર્યક્રમ અંગેનું વકતવ્ય સબ ઓડીટરશ્રી, જિલ્લા રજીસ્ટ્રાર સહકારીમંડળીઓની કચેરી નવસારી, શ્રી ડી.એન.ગરાસીયા, FPO ની કામગીરી અંગ...

પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અને LTPCT નાં સહયોગથી કોમ્પુટર ઈન્સ્ટ્રક્ટરની પાંચ દિવસીય તાલીમ યોજાઈ.

              પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અને LTPCT નાં સહયોગથી કોમ્પુટર ઈન્સ્ટ્રક્ટરની પાંચ દિવસીય તાલીમ યોજાઈ. તારીખ : ૨૦-૧૧-૨૦૨૩ થી તારીખ ૨૪-૧૧-૨૦૨૩ દરમ્યાન Pratham Infotech Foundation , SAP Private LTD અને LTPCT ના સહયોગથી ખેરગામ કુમાર શાળા ખાતે પાંચ દિવસીય તાલીમ યોજાઈ હતી. જેમાં Pratham Infotech Foundation , SAP Private LTD અને LTPCT ના સહયોગથી નવસારી અને ડાંગ ની કુલ ૨૬૧ શાળાઓમાં code unnati program દ્વારા કોમ્પુટર શિક્ષણની તાલીમ આપવામાં આવી હતી. જેમાંથી ખેરગામ બ્લોકની  કુલ ૪૯ primary અને secondary શાળાઓનો સમાવેશ થાય છે. આ કોમ્પ્યુટરની તાલીમમાં  કોમ્પ્યુટર શિક્ષકઓ ૫ દિવસની તાલીમ દ્વારા બીજા સત્રના અભ્યાસક્રમ અંગે પ્રેક્ટિકલ અને થીયરી સ્વરૂપે તાલીમ મેળવી હતી. આ પાંચ દિવસ દરમ્યાન તમામ તાલીમાર્થીઓ પૂરી લગન અને એકાગ્રતાથી તાલીમ લેતા જોવા મળ્યા હતાં. પાંચેય દિવસ  દરમ્યાન તાલીમાર્થીઓની૧૦૦ ટકા હાજરી જોવા મળી હતી. તાલીમ તજજ્ઞશ્રીઓ દ્વારા પણ વિવિધ તકનિકી દ્વારા તાલીમ આપતા જોવા મળ્યા હતા.

ખેરગામ તાલુકાના ત્રણ એથ્લેટીક્સ ખેલાડીઓ ચાર ગોલ્ડ અને બે સિલ્વર મેડલ સાથે જિલ્લાની સ્પર્ધામાં ઝળક્યા.

           ખેરગામ તાલુકાના ત્રણ એથ્લેટીક્સ ખેલાડીઓ ચાર ગોલ્ડ અને બે સિલ્વર મેડલ સાથે જિલ્લાની સ્પર્ધામાં ઝળક્યા. આજ રોજ તા 19 /11/2023 ના રવિવારના રોજ નવસારી જિલ્લાની થર્ડ માસ્ટર એથ્લેટીક્સ  સ્પર્ધા મદરેસા હાઈસ્કૂલ નવસારી ખાતે  યોજાઈ હતી.  જેમાં ખેરગામ તાલુકામાં થી ખેરગામ કુમારશાળાના રીટાયર્ડ શિક્ષકશ્રી મણિલાલ  પટેલ, ખેરગામ નાંધઈ વાળી ફળિયાના વતની એવા નિવૃત  S.T. કર્મચારીશ્રી બાબુભાઈ પટેલ તથા ખેરગામ  બહેજ પ્રાથમિક  શાળાના ઉપશિક્ષક શ્રી પ્રવિણભાઈ પટેલે ભાગ લીધો હતો.  શ્રી મણિલાલ પટેલ 60 વર્ષથી  વધારે ઉમરના વયજૂથ કેટેગરીમાં ભાગ લઈ 400 અને 800 મી દોડમાં દ્વિતીય નંબર, શ્રી બાબુભાઈ પટેલ 70 વર્ષ થી વધારે ઉમરના વયજૂથમાં ભાગ લઈ 400 તથા 800 મી દોડમાં પ્રથમ ક્રમ તથા  શ્રી પ્રવિણભાઈ પટેલે 55 વર્ષ થી વધારે ઉમરના કેટેગરીમાં ભાગ લઈ 400મી તથા 800મી દોડમાં પ્રથમ ક્રમે જીત મેળવી હતી.  જેમાં પ્રવીણભાઈ પટેલ બે  ગોલ્ડ મેડલ, બાબુભાઈ પટેલ બે ગોલ્ડ મેડલ અને મણીલાલ પટેલ બે સિલ્વર મેડલ મેળવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યુ...

ધરમપુર ખાતે ક્રાંતિકારી જન નાયક બીરસા જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધાજંલી આપવામાં આવી.

     તારીખ : 15/11/2023 ના દિને ક્રાંતિકારી બિરસામુંડા સર્કલ,ધરમપુર ખાતે બિરસામુંડાને પુષ્પમાળા પહેરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી. જળ, જંગલ અને  જમીન બચાવવા માટે સઘર્ષ કરનાર ક્રાંતિકારી યોદ્ધા એ માત્ર 25 વર્ષ ની ઉંમરે બ્રિટિશ શાસનના પાયા હચામચવી નાખનાર, દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર,આદિવાસીઓ માટે આજીવન સઘર્ષ કરનાર મહામાનવ,ધરતી આબા જનનાયક આદિવાસી નેતા ક્રાંતિકારી બિરસા મુંડાજીને 148 મી જન્મ જયંતી પર ધરમપુરનાં આગેવાનો દ્વારા બિરસામુંડાને પુષ્પમાળા પહેરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી. જેમાં ધરમપુર તાલુકા સદસ્ય કલ્પેશ પટેલ, વિજયભાઈ અટાર, કમલેશ પટેલ, હેમંત પટેલ, હાર્દિક પટેલ, પ્રણય પટેલ, નીરવ પટેલ, નિર્મલ સુરતી, યોગેશ ભાઈ,પરિમલભાઈ,વિશાલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

ખેરગામના આગેવાનો દ્વારા ક્રાન્તિકારી જનનાયક ભગવાન બીરસા મુંડાને શ્રધ્ધાંજલી અર્પણ.

        ખેરગામના આગેવાનો દ્વારા  ક્રાન્તિકારી જનનાયક ભગવાન બીરસા મુંડાને શ્રધ્ધાંજલી અર્પણ. તારીખ -૧૫-૧૧-૨૦૨૩નાં દિને ખેરગામ બીરસા મુંડા સર્કલ ખાતે ધરતી આબા ક્રાન્તિકારી જન નાયક ભગવાન બીરસા મુંડાની ૧૪૮મી જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખેરગામ ગામના આગેવાનો દ્વારા ધરતી આબા ક્રાન્તિકારી જન નાયક ભગવાન બીરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી જીજ્ઞેશભાઈ, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી પ્રશાંતભાઈ પટેલ, ભૌતેશભાઈ કંસારા, રમેશભાઈ પટેલ, આશિષભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, ડૉ.સંજયભાઈ પટેલ,  કેતનભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, વાડ ગામના આગેવાનો દિનેશભાઈ પટેલ તથા ચેતનભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વેણ ફળિયા ખાતે દિવાળીના પર્વનાં દિને યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

   તારીખ :૧૨-૧૧-૨૦૨૩નાં દિવાળી પર્વ દિને વેણ ફળિયા ખાતે  વેણ ફળિયાનાં યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. જેમાં ક્રિકેટનુ મેચના ઉદ્દઘાટન માટે ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઝરણાબેન પટેલ અને તેમના પતિ ધર્મેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. દર વર્ષે આ તહેવાર દરમ્યાન ફળિયાનાં યુવાનો દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં ફાઈનલ જીજ્ઞેશ પટેલની ટીમ વિજેતા થઈ હતી.વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમને ક્રિકેટકપ આપી સન્માન કરવામાં આવ્યું હતું.  આ ટુર્નામેન્ટ આયોજનમાં જીજ્ઞેશ પટેલ, સંદિપ પટેલ, આશિષ પટેલ, જીજ્ઞેશ પટેલ, રણજીત પટેલ, રાકેશ પટેલ, અનુપ પટેલ, વિક્કી પટેલ, હાર્દિક પટેલ જેવા ક્રિકેટપ્રેમીઓનો ફાળો સવિશેષ રહ્યો હતો.

નવસારીમાં હાર્ટએટેકથી મોતને ભેટેલા પોલીસ કમાન્ડોના પરિવારને મદદરૂપ બનતા નાયબ પોલીસવડા.

                નવસારીમાં હાર્ટએટેકથી મોતને ભેટેલા પોલીસ કમાન્ડોના પરિવારને મદદરૂપ બનતા નાયબ પોલીસવડા. નવસારીમાં પોલીસ અધિકારીના કમાન્ડો તરીકે ફરજ બજાવતા ૩૫ વર્ષીય નરેશ કાકરિયાનું ૧૬ સપ્ટેમ્બરે ઊંઘમાં જ હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. તેમના શોકગ્રસ્ત પરિવારને દિવાળી તહેવાર નિમિત્તે નાયબ પોલીસવડા એસ.કે.રાયે તેમના સ્ટાફ સાથે ઘરે પહોંચીને મદદરૂપ બનીને માનવતા મહેકાવી હતી. Post credit: sandesh news

વાંસદા તાલુકાના જલારામ હોલ ખાતે આયુષ મેળો યોજાયો.

      વાંસદા તાલુકાના જલારામ હોલ ખાતે આયુષ મેળો યોજાયો.  ૧લી નવેમ્બરના રોજ "રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ" નિમિત્તે "આયુર્વેદ ફોર વન હેલ્થ" તથા "હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ" અંતર્ગત વાંસદા તાલુકાના જલારામ હોલ ખાતે આયુષ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુષ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય અનંત પટેલ હાજર રહ્યા હતા. આયુષના પ્રચાર પ્રસાર અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે રાણી ફળિયાથી વાંસદા જલારામ હોલ સુધી ગુરુકુળ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે રેલીનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં તમામ પદાધિકારીઓ આ રેલીમાં જોડાયા હતાં.

ખેરગામ ખાતે સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો.

  ખેરગામ ખાતે સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો. ખેરગામમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું. અખંડ ભારતના નિર્માતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ખેરગામના પ્રશાંતભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ જગદીશ ઉર્ફે જિગ્નેશભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ, સામાજિક અગ્રણી દિનેશભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ખેરગામ પોલીસ સ્ટાફ તેમજ મોટી સંખ્યામા યુવાનો રાષ્ટ્રીય એકતા માટે જોડાયા હતા. ખેરગામના બિરસા મુંડા સર્કલ પાસે પીએસઆઇ ડી.આર. પઢેરીયાએ લીલી ઝંડી બતાવી રન ફોર યુનિટીની શરૂઆત કરાવી હતી. જે ગાંધી સર્કલથી ડૉ. બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણ કરવામાં આવી હતી. દોડમાં પ્રથમ ક્રમાંક આવનાર મીરજભાઈ પટેલને સ્પોર્ટ શૂઝ, દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર અક્ષયભાઈ પટેલને અને ૧૦ વર્ષની ભવ્યા અલ્પેશ ગજ્જરને ટ્રોફી ઉપસ્થિત મહેમાનોના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશ ખાંડાવાલા, ભૌતેશ કંસારા,માજી સરપંચ કાર્...