ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Khergam (Panikhadak School): ખેરગામ તાલુકાની પાણીખડક પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી પાણીખડક પ્રાથમિક શાળામાં આજે ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન એસ.એમ.સી.નાં સભ્ય વૈશાલીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઘરેથી અનેક વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી લાવ્યા હતા. જેમાં વિધાર્થીઓએ કુલ ૩૨ જેટલી વાનગીઓનાં પોતપોતાના સ્ટોલ લગાવ્યા હતા. જેમાં ફ્રેન્ચ ફ્રાયસ, ચાઇનીઝ ભેલ, મસાલા છાશ, લીંબુ શરબત, મમરા ભેલ, કટલેસ, કોલ્ડ્રીન્સ, ગાજરનો હલવો, ગુલાબ જાંબુ, ચણા દાળ ભેલ, ખીચું, પાઉંભાજી, ભૂંગળા બટાટા, બટાટા પૌંઆ, ઇડળા, વડાપાઉં, ફ્રુટ ડીશ, પાતરાં, પાતરાંના ભજિયાં, બટાટા સમોસા જેવી વાનગીઓનો સમાવેશ થાય છે. આ તમામ વાનગીઓનું બાળકોએ જાતે જ તેનું વેચાણ કર્યું હતું. બાળકોએ પોતે બનાવેલ વાનગીના ખર્ચનો તથા વાનગીના વેચાણ બાદ મળેલી રકમનો હિસાબ કરે, અને એના આધારે નફા-ખોટની ગણતરી કરે એ મુખ્ય હેતુ આ પ્રવૃત્તિ દ્વારા શાળામાં સિદ્ધ કરવામાં આવ્યું હ...