Skip to main content

Posts

Showing posts from April, 2023

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધા

ખેરગામનાં સમાજસેવી મહિલા તબીબે પોતાના જન્મદિવસ નિમિતે વિવિધ ક્ષેત્રોમા સફળતા મેળવેલ બાળકો અને મહારથીઓનું સન્માન કર્યું.

    ખેરગામનાં સમાજસેવી મહિલા તબીબે પોતાના જન્મદિવસ નિમિતે વિવિધ  ક્ષેત્રોમા સફળતા મેળવેલ બાળકો અને મહારથીઓનું સન્માન કર્યું. ખેરગામ : ૨૯-૦૪-૨૦૨૩ ખેરગામમા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તબિબ દંપત્તિ ડો. નિરવ પટેલ અને ડો.દિવ્યાંગી પટેલ પોતાના જન્મદિવસ નિમિતે હંમેશા અવનવી શૈક્ષણિક,સામાજિક,સેવાકીય પ્રવૃતિઓ કરીને જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરીને રૂપિયાનો વેડફાટ કરવાને બદલે એ જ રૂપિયાનો જરૂરિયાતમંદ લોકો માટે સદુપયોગ કરતા હોય છે.આ વર્ષે એમના જન્મદિવસ નિમિતે ડો.દિવ્યાંગી અને ડો.નિરવ પટેલ દ્વારા વિવિધ વિષયોમાં મહારથ હાંસલ કરેલા 6 જેટલાં બાળકો જેમણે શિષ્યવૃતિની પરીક્ષામા  ખેરગામ તાલુકાનાં દ્વિજ પરેશભાઈ પટેલ,ઉન્નતિ નિલેશભાઈ પટેલ,રોનક ગણેશભાઈ પટેલ અને મહુવા તાલુકાનાં મેળવનાર દિવ્યાંગ સુનિલભાઈ પટેલ,દ્રિષ્યા નિલેશભાઈ પટેલ,નિલ રોહિતભાઈ પટેલ દ્વારા ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરી તાલુકાનું નામ રોશન કરેલ હતું અને ખુબ જ સામાન્ય પરિસ્થિતિમાંથી ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાથી ડાંગના વિદ્યાર્થીઓના શિક્ષણ સંલગ્ન વિષયમાં પીએચ.ડી.કરનાર ધર્મિષ્ઠાબેન પટેલ અને હાલમાં બી.એડ.કરી રહેલ ખેરગામ સરસિયા કોલ

ખેરગામનાં સમાજસેવી મહિલા તબીબે પોતાના જન્મદિવસ નિમિતે વિવિધ ક્ષેત્રોમા સફળતા મેળવેલ બાળકો અને મહારથીઓનું સન્માન કર્યું.

    ખેરગામનાં સમાજસેવી મહિલા તબીબે પોતાના જન્મદિવસ નિમિતે વિવિધ  ક્ષેત્રોમા સફળતા મેળવેલ બાળકો અને મહારથીઓનું સન્માન કર્યું. ખેરગામ : ૨૯-૦૪-૨૦૨૩ ખેરગામમા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તબિબ દંપત્તિ ડો. નિરવ પટેલ અને ડો.દિવ્યાંગી પટેલ પોતાના જન્મદિવસ નિમિતે હંમેશા અવનવી શૈક્ષણિક,સામાજિક,સેવાકીય પ્રવૃતિઓ કરીને જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરીને રૂપિયાનો વેડફાટ કરવાને બદલે એ જ રૂપિયાનો જરૂરિયાતમંદ લોકો માટે સદુપયોગ કરતા હોય છે.આ વર્ષે એમના જન્મદિવસ નિમિતે ડો.દિવ્યાંગી અને ડો.નિરવ પટેલ દ્વારા વિવિધ વિષયોમાં મહારથ હાંસલ કરેલા 6 જેટલાં બાળકો જેમણે શિષ્યવૃતિની પરીક્ષામા  ખેરગામ તાલુકાનાં દ્વિજ પરેશભાઈ પટેલ,ઉન્નતિ નિલેશભાઈ પટેલ,રોનક ગણેશભાઈ પટેલ અને મહુવા તાલુકાનાં મેળવનાર દિવ્યાંગ સુનિલભાઈ પટેલ,દ્રિષ્યા નિલેશભાઈ પટેલ,નિલ રોહિતભાઈ પટેલ દ્વારા ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરી તાલુકાનું નામ રોશન કરેલ હતું અને ખુબ જ સામાન્ય પરિસ્થિતિમાંથી ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાથી ડાંગના વિદ્યાર્થીઓના શિક્ષણ સંલગ્ન વિષયમાં પીએચ.ડી.કરનાર ધર્મિષ્ઠાબેન પટેલ અને હાલમાં બી.એડ.કરી રહેલ ખેરગામ સરસિયા કોલ

વલસાડ ગુંદલાવ ખાતે ગુંદલાવના સેવાભાવી યુવાન નિલમ પટેલની બીજી પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પ યોજાયો.

   ખેરગામ: કોરોનાની મહામારીની પ્રાણઘાતક બીજી લહેર દરમ્યાન લાખો લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતાં.ગુંદલાવનાં સેવાભાવી નવનીત ઉર્ફે નિલમ પટેલને પણ કોરોનાની સારવાર કરવા છતાં પણ ફાની દુનિયામાંથી વસમી વિદાય લેવી પડી હતી.એમના પુણ્યાર્થે એમની બીજી પુણ્યતિથિ નિમિતે સતત બીજા વર્ષે પણ સ્વ.નિલમભાઈનાં મિત્ર વિકાસભાઈ તેમજ બહેન હેતલબેન,રૂચિતાબેન દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને આઈપીપી,ઇન્ડિયન મેડિકલ એસોસીએસન ડો.નિરવ ભુલાભાઇ પટેલ, પેથોલોજીસ્ટ ડો.દિવ્યાંગી પટેલ,ગાયનેકોલોજીસ્ટ ડો.નીરવ પટેલ, ઈએનટી સર્જનડો.રાહુલ પટેલ, બાળરોગ નિષ્ણાંત ડો.અમિત દલવી, આંખના તબિબ ડો.નિતિન પટેલ, ગુંદલાવનાં ડો.ઋષિકેશ વૈદ, ફિઝિયોથેરાપીસ્ટ ડો.રૂજૂતા, પટેલ મેડિકલ સ્ટોરના હેમંત પટેલ, માહલા, નીતા, મયુર, શીલાબેન સહિતના તબિબો અને પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.  કાર્યક્રમમા અતિથિ વિશેષ તરીકે ગુંદલાવનાં યુવા સરપંચ નિતિન પટેલ અને ઉપસરપંચ વિનોદ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.આ કેમ્પમાં100 થી વધારે દર્દીઓએ નિષ્ણાંત તબીબોની તબિબી સેવાઓનો લાભ લીધો હતો અને ક

ખેરગામ કન્યા શાળાની શિક્ષિકાનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો.

   તારીખ : ૨૧/૦૪/૨૦૨૩ના દિને કન્યા શાળા ખેરગામનાં ઉપશિક્ષિકા શ્રીમતિ લીલાવતીબેન પટેલનો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. તેમની ૩ર વર્ષની લાંબી શૈક્ષણિક યાત્રા ૩૦/૦૪/૨૦૨૩નાં દિને પૂર્ણ થાય છે.  તેમનો જન્મ તા.૦૯/૧૨/૧૯૬૪ના રોજ પીપલગભાણ ગામના સામાન્ય કુટુંબમાં થયો હતો. ગામમાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી બીલીમોરાની કોલેજમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ ધોળકા જિ.અમદાવાદમાં પી.ટી.સી.નો અભ્યાસ પૂર્ણ કરીને શિક્ષક તરીકેની પાત્રતા મેળવી હતી.તા.૧૩/૦૭/૧૯૯૦માં બોરસી માછીવાડ શાળાથી શિક્ષકની કારકીર્દી શરૂ કરી અને ત્યાંથી બદલી થતાં શામળા ફળિયા પ્રાથમિક શાળાને કર્મભૂમિ બનાવી. આ શાળામાં ૧૪ વર્ષ ફરજ બજાવ્યા બાદ તા.૨૬/૦૭/૨૦૧૨માં ધોરણ ૬ થી ૮ માં ભાષા શિક્ષક તરીકે કન્યાશાળા ખેરગામમાં જોડાયા અને અંગ્રેજી વિષય શિક્ષક તરીકે કામગીરી કરી. શિક્ષક તરીકે તેમણે હંમેશા નાના ભૂલકાઓને સ્નેહસભર પાળવામાં આશ્રય આપ્યો. વાત છે. શામળા ફળિયા પ્રાથમિક શાળાની. જ્યારે તેમની બદલી  ક્ન્યા શાળામાં થતાં તે સમયે તેઓ ધોરણ 1 અને 2 ભણાવતાં હતાં. ધોરણ -1 માં ભણતી ક્રિષ્નાલી મનોજભાઈ પટેલ જે હાલમાં 12માંની પરી

ખેરગામ વેણ ફળિયાનાં આશિષ એ. પટેલને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ વિજીલન્સ વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા.

  SB KHERGAM : 20-04-2023  તારીખ :૧૯/૦૪/૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે યોજાયેલ DGVCL કર્મચારી સન્માન સમારોહમાં ખેરગામ ગામનાં વેણ ફળિયાનાં રહીશ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ વિજીલન્સ વિભાગમાં કાર્યરત શ્રી આશિષ એ. પટેલ મીટર ટેસ્ટર વલસાડ વર્તુળ કચેરી દ્વારા કરવામાં આવેલ અથાગ પ્રયત્નોથી નાણાકીય વર્ષ ર૦રર-ર૩ નો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડ દ્વારા આપવામાં આવેલ લક્ષ્યાંક ૧૦૦% પૂર્ણ કરેલ છે, આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ સન્માન પત્ર શ્રી જી.બી. પટેલ સુપ્રિટેન્ડીંગ એન્જીનીયર કોર્પોરેટ ઓફિસ સુરત દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં DGVCL નાં અધિકારીઓ, અને કર્મચારીઓ હાજર રહ્યા હતાં.

ખેરગામ શામળા ફળિયાની દીકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષે મહાશોધ નિબંધ રજૂ કરી પી.એચ.ડી.ની પદવી મેળવી ગામ અને તાલુકાનું નામ રોશન કર્યું.

    ખેરગામની દીકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષે મહાશોધ નિબંધ રજૂ કરી પીએચ.ડી.ની પદવી મેળવી નવસારી જિલ્લાના ખેરગામની વતની ધર્મિષ્ઠાબેન ભરતભાઇ પટેલે હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વિનયન વિધાશાખાના એજયુકેશન વિષયમાં ( A study of self regulation and Motivation of students of higher secondary school of Dang  District )એ સ્ટડી ઓફ સેલ્ફ રેગ્યુલેશન એન્ડ સ્ટુડન્ટ ઓફ હાયર સેકેન્ડરી સ્કુલ ઓફ ડાંગ ડિસ્ટ્રીકટ શિર્ષક હેઠળ પ્રસ્તુત કરેલા મહાશોધ નિબંધને સ્વીકારી,પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. ધર્મિષ્ઠા પટેલે એમનો મહાશોધ નિબંધ મોડાસા તાલુકાના બી.ડી. શાહ કોલેજ ઓફ એજયુકેશનના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો.ચંદ્રેશ એચ. રાઠોડના માર્ગદર્શન તથા પૂર્વ માર્ગદર્શક સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક ઓફ એજયુકેશન કોલેજ,મહેસાણાના આસીસ્ટન્ટ પ્રો. ડો.પ્રશાંત બી.પરિહારના માર્ગદર્શનમાં તૈયાર કર્યો હતો.ઉલ્લેખનીય છે કે,ધર્મિષ્ઠા પટેલના પાંચ જેટલા પુસ્તકો અનેપાંચ જેટલા સંશોધન પેપરો પ્રકાશિત થઇ ચુકયા છે. આ સિધ્ધિમાં તેમના મિત્ર મંડળનો પણ અમુલ્ય ફાળો રહયો છે.

ધરમપુર ખાતે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 132મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

   ધરમપુર ખાતે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 132મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.  ખેરગામ : તા.17/04/2023    મહાન વિશ્વવિભૂતિ, ભારતરત્ન, સિમ્બોલ ઓફ નોલેજ, સંવિધાન નિર્માતા,મહાનાયક, શ્રીમુક્તિદાતા, સમગ્રમાનવ જાતિના ઉદ્ધારક, મહાન ઇતિહાસકાર, પ્રખર અર્થશાસ્ત્રી,પ્રચંડ વિધ્વત્તા, યુગ પુરૂષ,ક્રાંતિ સૂર્ય,મહામાનવ, વિશ્વ ભૂષણ,બૌધ્ધિસત્વ, પરમપૂજય, વંદનીય ડૉ.બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે ધરમપુર તાલુકામાં સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા પાલિકાની કચેરી સામે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી ૧૩૨મી જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.  આ પ્રસંગે આદિવાસી સમાજના કમલેશભાઈ પટેલ, કલ્પેશ પટેલ, ધીરજ પટેલ, સહિત મોટી સંખ્યામા આદિવાસી ભાઈઓઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બીજીતરફ માલનપાડા આંબેડકરનગરમાં ડો. બાબાસાહેબ આંબેડકરનીપ્રતિમા આગળ પૂર્વ કોર્પોટેરસુરેશભાઈ ગાયકવાડ સહિતઆંબેડકર નગરના રહેણાંકોએ પુષ્પહાર હાર પહેરાવી ડો.બાબા સાહેબની જન્મ જ્યંતી ઉજવી હતી.              પ્રશ્ન : વિશ્વભરમાં કેટલા દેશો આંબેડકર જયંતિ ઉજવે છે?  વિશ્વમાં લગભગ 100 દેશો દર વર્ષે ડૉ. આંબેડકર જયંતિ (જન્મદિવસ) ઉજ

વડોદરા ખાતે રાજ્યભરનાં તબિબી વિદ્યાર્થીઓ અને જાણીતાં તબિબો દ્વારા મહાસંમેલન સાયનેપ્સ યોજાયું.

     વડોદરા ખાતે રાજ્યભરનાં  તબિબી વિદ્યાર્થીઓ અને જાણીતાં તબિબો દ્વારા મહાસંમેલન સાયનેપ્સ યોજાયેલ જેમાં 1000 થી વધારે તબિબી વિદ્યાર્થીઓ અને 200 થી વધારે જાણીતાં તબિબો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.જેમાં સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયા સાહેબ દ્વારા સામાજિક સમસ્યાઓ વિશે બાળકોને ધારદાર રીતે સમજાવી અવગત કર્યા કર્યા હતાં.ડો.પ્રદીપભાઈ અને ડો.શાંતિકર વસાવા પરંપરાગત આદિવાસી વસ્ત્રો પરિધાન કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં અને અનેક વિદ્યાર્થીઓ દ્વારા એમની સાથે સેલ્ફી પડાવવામાં આવી હતી.સૌથી મહત્વની વાત એ રહી હતી કે અત્યારસુધી વિવિધ પેટાજ્ઞાતિઓ અને કોલેજોમા વહેંચાયેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ જબરજસ્ત ઉત્સાહથી જય આદિવાસી,જોહાર,જય ભારતનાં જય ઘોષ કર્યા હતાં.વિદ્યાર્થીઓમાં રહેલો આદિવાસીત્વ પ્રત્યેનું ઝનૂન આવનાર સમયમાં આદિવાસી સમાજના પ્રગતિના પ્રતિક તરીકે તમામ મહાનુભાવોએ અનુભવ્યું હતું.આ ઉપરાંત મહેમાનો તરીકે નાંદોદ વિધાનસભા ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ,દાહોદ માજી સાંસદ ડો.પ્રભાબેન તાવીયાડ,ડો.પી.બી.થોરાત અને ડો.ચંદનબેન થોરાત,ડો. શાંતિકર વસાવા,ડો. રાજનભાઈ ભગોરા,ડો.ભરતભાઈ

ખેરગામ ખાતે ધોરણ-૧૦, ૧૨ અને આઈટીઆઈનાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

    ખેરગામ : 16-04-2023 15/04/2023 ના રોજ ખેરગામ ખાતે  જનતા માધ્યમિક શાળામા  ધોરણ ૧૦, ૧૨  અને  ITI ના વિધ્યાર્થીઓ મિત્રોને  ધોરણ ૧૦ અને ૧૨ પછી શું કરવું ? એન્જીન્યરીંગમાં એડમિશન કેવી રીતે મેળવી શકાય? કઈ કઈ ફેકલ્ટી આવે છે ? કઈ કોલેજમાં એડમિશન લેવું જોઈએ ? કોર્ષ કર્યા પછી કઈ કઈ જગ્યાએ નોકરીની તકો રહેલી છે ?  નોકરીના મળે તો બિઝનેસમા કેવી તકો મળી શકે ? ગુજરાત સરકાર કેવી રીતે મદદરૂપ થઈ શકે ? કંપનીની સ્થાપના કરવી હોય તો બેન્ક કેવી રીતે મદદરૂપ થઈ શકે ?  જેવા મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ  વલસાડ પોલીટેકનિક કોલેજ દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં  કોલેજના પ્રોફેસર  નિરલભાઈ જી.પટેલ જે જનતા માધ્યમિક શાળાના સ્ટુડન્ટ છે અને એમની સાથે શિબિરમાં જોડાયેલ મિકેનિકલ ડિપાર્ટમેન્ટનાં પ્રોફેસર તરૂણ પટેલ, ITIના ઇન્સ્ટ્રકટરો, જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, પ્રશાંતભાઇ પટેલ અને મોટી સંખ્યામાં  વિધાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા હતા.

ખેરગામ ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

                           ખેરગામ:  આજ રોજ તારીખ -૧૪-૦૪-૨૦૨૩નાં દિને  ખેરગામનાં  ડૉ.બાબા સાહેબ  આંબેડકર સર્કલ પાસે ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત તમામ આદિવાસી આગેવાનો દ્વારા બાબા સાહેબના જીવનચરિત્ર અને સમાજના ઉત્થાનના કાર્યોની ચર્ચા કરી ભારતીય બંધારણની ગરિમા જળવાઈ રહે અને અંદરો-અંદરના મતભેદ ભૂલી દરેક ભારતીય નાગરિક ભારતીય બંધારણનાં સિદ્ધાંતો જીવનમાં ઉતારી દેશની પ્રગતિમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી. સરપંચ કાર્તિક પટેલ, નટુભાઈ, સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ તાલુકા પ્રમુખ મિન્ટેશ પટેલ, ડો.નીરવ ગાયનેક, ડો.પંકજ, ડો.અમિત, ડો.કૃણાલ, નમ્રતા, અંકુર શુક્લા, ડો.રવિન્દ્ર, યુવા ભાજપા તાલુકા પ્રમુખ ચેતન પટેલ, જયેશભાઇ ડીઓ, મુકેશભાઈ આર્મી, મોહનભાઇ નારણપોર, વિમલભાઈ વકીલ, માજી જિલ્લા પંચાયત સભ્ય પ્રશાંત પટેલ, દલપત પટેલ, કીર્તિ પટેલ, નિતેશ પટેલ, રાકેશ પટેલ,વકીલ નિશાંત પરમાર,જીગ્નેશ પટેલ,જીતેન્દ્ર,ભાવેશ, ભાવિન, કાર્તિક, રીંકેશ, યોગિતા, જયમીન,પથિક, હિરેન, વિષ્ણુ, આશિષ ચૌહાણ, જગદીશભાઈ, હર્ષદભાઈ આપ, હર્ષદભાઈ, શીલાબેન, જયાબેન, અશોકભાઈ,

ખેરગામ ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકરની ઉજવણી કરવામાં આવી.

    દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતી નિમિત્તે ખેરગામ તાલુકાના ચાર રસ્તા પર આવેલ બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ પર તેઓને પુષ્પાંજલી અર્પણ કરી તેમની જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ખેરગામ તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ, નવસારી જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય શ્રી  પ્રશાંતભાઈ પટેલ, રમેશભાઈ પટેલ,  ખેરગામ ધોડિયા સમજનાં મંત્રી શ્રી અમ્રતભાઈ પટેલ તેમજ ગામનાં અગ્રગણ્ય આગેવાનો હાજર રહ્યા હતા. 

તારીખ : ૧૪/૦૪/૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા ભવન સુરખાઈ ખાતે ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતી ઉજવવામાં આવી.

   તારીખ : ૧૪/૦૪/૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા ભવન સુરખાઈ ખાતે ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતી ઉજવવામાં આવી. ખેરગામ : તારીખ : ૧૪/૦૪/૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા ભવન સુરખાઈ ખાતે ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતી ઉજવવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ ધનસુખભાઈ    પટેલ (નિવૃત એગ્રિકલ્ચર ડિરેક્ટર) દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર પુસ્તકાલય અને કોપ્મ્પુટર રૂમની પ્રતિમા પાસે દિપ પ્રાગ્ટ્ય કરવામાં આવ્યું.  આજે  તેમનો પણ જન્મ દિવસ છે .  તેઓ દર વર્ષે તેમનો જન્મ દિવસ આ સમાજ ભવન ખાતે અચૂક હાજર રહી ઉજવે છે .  ત્યારબાદ હાજર    રહેલ મંડળનાં પ્રમુખશ્રી રાજેન્દ્ર સાહેબ ,  મંત્રીશ્રી નટુભાઈ પટેલ ,  રમેશભાઈ પટેલ ,  કેશવભાઈ પટેલ ,  ઠાકોરભાઈ પટેલ તથા    કમિટિ સભ્યો અને ભવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા ડો.બાબા સાહેબને પુષ્પાંજલી આપવામાં આવી હતી. શ્રી રાજેન્દ્ર સાહેબ દ્વારા પ્રાસંગિક પ્રવચન    દ્વારા ડો. બાબા સાહેબનું જીવન વૃતાંત તેમજ આપણા જીવનમાં બાબા સાહેબ નિર્મિત ભારતીય બંધારણનું શું મહત્વ છે ?  તેનો ટૂંક્મા સાર રજૂ કરવામાં આવ્યો હતો.

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામનું વાર્ષિક સ્નેહ સંમેલન ખેરગામ ખાતે યોજાયું.

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામની વાર્ષિક સ્નેહ સંમેલન (શિવ શક્તિ ફાર્મ)  ખેરગામ ખાતે યોજાયું. જેમાં સૌ પ્રથમ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  પ્રમુખ સ્થાનેથી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા સમાજભવન શા માટે જરૂરી છે? તેની વિગતવાર સમજ આપવામા આવી હતી. સમજ ભવનનો ઉપયોગ ફક્ત કોમર્શિયલ પૂરતો નહિ પરંતુ સમાજની ભાવી પેઢીના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. જ્યારે સમાજ ભવનમાં  દાખલ થતી વખતે સમાજનો કોઈપણ વ્યક્તિ કેમ ન કોઈ મોટાં હોદ્દા પર હોય ? તેણે પણ ભવનમાં દાખલ થતી વખતે તેનો હોદ્દો ત્યજીને ફકત એક સમાજનો સભ્ય ( ફકત હું ધોડિયો છું) એવા ભાવ સાથે દાખલ થવાની વાત કરી હતી. નવા વરાયેલા મંડળનાં તમામ હોદ્દેદારોને સમાજના નાનામાં નાનો માણસને પણ સાથે લઈને ચાલવાની વાત કરી હતી. જેથી તેમના હ્રદયમાં પણ 'મારો સમાજ'ની ભાવના પેદા થશે. તેમણે મંડળની પ્રગતિ માટે રાજકારણથી દૂર રહેવાની નમ્ર સલાહ આપી હતી. આદિજાતિ વિભાગના ડેપ્યુટી કમિશનરશ્રી સુરેશભાઈ ગરાસિયા સાહેબ દ્વારા પણ સમાજના ઉત્કર્ષ માટે જ્યાં જરૂર પડશે ત્યાં મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. ખેરગામ જનતા કેળવણી મંડળના પ્