Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
મોટાપોંઢાની કોલેજમાં સાહિત્યકાર મણીલાલ હ.પટેલનું વકતવ્ય યોજાયુ. કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકાર મણીલાલ હ.પટેલનું વકતવ્ય યોજાયું હતું. ઈન્ચાર્જ આચાર્ય ડો. એસ.યુ. પટેલના અધ્યક્ષપણા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મણીલાલ હ.પટેલે ગુજરાતી સાહિત્ય જગતનો વિશિષ્ટ પરિચય કરાવ્યો હતો. વિદ્યાર્થીઓનું વિદ્યા તેજ વધુ વિસ્તરે અને અધ્યાપકોનું અધ્યયન વધે એવું વિદ્રતાસભર વકતવ્ય ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવારે મન ભરીને માણ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ડો. આશાબેન ગોહિલે કર્યું હતું. સ્રોત : માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૦ સપ્ટેમ્બર